SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૧/-/૬૪૧ વિપરીત અસિદ્ધિ થાય તથા દુષ્કૃત્ - પાપાનુબંધી અનુષ્ઠાનથી નક, તિર્યંચ, મનુષ્ય, દેવ ગતિ લક્ષણ આદિ કશું ન માને તો તેના આધારરૂપ આત્મ સદ્ભાવનો અસ્વીકાર જ થાય. CE ફરી લોકાયતિક અનુષ્ઠાન બતાવવા કહે છે - ઉક્ત પ્રકારે તે નાસ્તિકો આત્માનો અભાવ સ્વીકારી વિવિધ પ્રકારના કર્મ સમારંભ - સાવધ અનુષ્ઠાનરૂપ - પશુઘાત, માંસ ભક્ષણ, મદીરાપાન, નિછિનાદિ એવા વિવિધ કર્મસમારંભ વડે ખેતી આદિ અનુષ્ઠાનો વડે વિવિધ કામભોગોને તેમના ઉપભોગાર્થે એકઠા કરે છે. હવે તે જીવ-તે શરીરવાદી મતનો ઉપસંહાર કરતા કહે છે - આ નાસ્તિકો મૂર્ત શરીરથી જુદું અમૂર્ત એવું જ્ઞાન આત્મામાં અનુભવે છે. તે અમૂર્તતાથી જ ગુણી [આત્મા] વિચારવો જોઈએ. તેથી શરીરથી જુદો આત્મા અમૂર્ત, જ્ઞાનવાત્, તેનો આધારભૂત છે. જો તે નાસ્તિકના મત પ્રમાણે શરીથી આત્મા જુદો ન માનીએ તો તેનું વિચારેલ કોઈ જીવનું મરણ ન થાય. પરંતુ આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ કે શરીરમાં રહેલા મરે છે કે મર્યા છે. તથા [વિચારો કે] હું ક્યાંથી આવ્યો? આ શરીર તજીને હું ક્યાં જઈશ? આ મારું શરીર જૂનાં કર્મોને લીધે છે. ઇત્યાદિ રીતે શરીરથી પૃથક્ ભાવે આત્માનો પ્રત્યય અનુભવાય છે. આ પ્રમાણે આત્માની પ્રત્યક્ષ અનુભૂતિ છતાં કેટલાંક નાસ્તકિ જીવનું પૃથગ્ અસ્તિત્વ ન માનનારા ધૃષ્ટતા ધારણ કરી પૂછે છે કે - જો આ આત્મા શરીરથી જુદો હોય, તો સંસ્થાન, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ આદિના કોઈ ગુણથી યુક્ત હોય. [જૈનાચાર્યો કહે છે કે-] તે બિચારા સ્વમતના અનુરાગથી અજ્ઞાનરૂપ અંધકારથી આવું માને છે કે આ ગુણધર્મો મૂર્તના છે, અમૂર્તના નથી. જ્ઞાનના સંસ્થાન આદિ ગુણો ન સંભવે, તો પણ તેના અભાવે જ્ઞાનનો અભાવ ન થાય. તેમ આત્મા પણ સંસ્થાનાદિ ગુણરહિત હોવા છતાં છે જ. આ પ્રમાણે યુક્તિથી સિદ્ધ થવા છતાં તે નાસ્તિકો ધૃષ્ટતાથી આત્માને સ્વીકારતા નથી. આવા મતવાળા પોતાના મતની દીક્ષા લઈને જીવ શરીથી જુદો નથી એવું પોતે માની બીજાને પણ સમજાવે છે કે - મારો ધર્મ આ છે. બીજા પાસે પણ તે ધર્મ પ્રતિપાદિત કરે છે. જો કે લોકાયતિકોમાં દીક્ષા આદિ નથી પણ. બીજા શાક્યાદિ પ્રવ્રજ્યા વિધાનથી દીક્ષા લઈને પછી લોકાયતિકના મતનો થોડે અંશે સ્વીકાર કરીને, પોતાનો ધર્મ માનીને બીજાને કહે છે અથવા અન્ય કોઈ વર્ણના વસ્ત્ર પહેરનારામાં પ્રવ્રજ્યા હોવાથી દોષ નથી. હવે તેઓ દ્વારા પ્રજ્ઞાપિત શિષ્ય વ્યાપારને આશ્રીને કહે છે— તે નાસ્તિકવાદી ધર્મ વિષયી જીવોને અનુકૂળ હોવાથી તેઓ તેમાં શ્રદ્ધા રાખનારા, રુચિ કરનારા તથા આ જ સત્ય છે તેમ ગ્રહણ કરતા તેમાં રુચિ કરતા તમે બતાવ્યો તે ધર્મ અમને ગમે છે, તેનાથી બીજી રીતે ધર્મ નથી. જેઓ પરલોકના ભયથી હિંસાદિમાં વર્તતા નથી, માંસ-મધાદિ વાપરતા નથી, તે મનુષ્ય જન્મના ફળથી સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ વંચિત રહે છે. પણ હે શ્રમણ, બ્રાહ્મણ ! તમે સારું કર્યુ જે આ તે જીવ-તે શરીર ધર્મ અમને બતાવ્યો. તમારું ધર્મકથન ઇચ્છવા યોગ્ય છે. હે આયુષ્યમાન્ ! તમે અમારો ઉદ્ધાર કર્યો અન્યથા બીજા તીર્થિઓએ અમને ઠગ્યા હોત. ૯૦ તમે અમારા ઉપકારી છો, તમને અમે પૂજીએ છીએ. અમે પણ કંઈક તમારો પ્રતિ ઉપકાર કરીએ, તે બતાવે છે - અશન વડે ઇત્યાદિ સુગમ છે. આ પ્રમાણે પૂજાની મહત્તા માટે કેટલાક વેશદારી રાજાને પ્રતિબોધ કરે છે. ધીરે ધીરે પોતાના મતની યુક્તિઓ ઘટાવી હિત-અહિત પ્રાપ્તિ-ત્યાગ સમજાવીને તે જીવ તે - શરીર મતમાં દૃઢ બનાવી દે છે. તેમના મનમાં ઠસાવી દે છે - અન્ય જીવ, અન્ય શરીર મતતો ખોટો છે, તે છોડીને પોતાના મતનું જ અનુષ્ઠાન કરાવે છે. તેમાં જે ભાગવતાદિ મતના પરિવ્રાજકાદિ છે, તેઓ લોકાયતિક ગ્રંથ સાંભળીને, તે મતમાં વિષય લોલુપતાથી ભળેલા તેઓ પૂર્વે દીક્ષા લેતી વખતે જાણે છે કે - સ્ત્રી, પુત્ર તજીને અમે શ્રમણ થઈએ છીએ, ગૃહરહિત, દ્રવ્યરહિત, ગાય-ભેંસાદિ રહિત, સ્વતઃ રાંધવાદિ ક્રિયા રહિતતાથી પરદત્તભોજી, ભિક્ષણશીલ બન્યા છીએ.” કંઈ પાપરૂપ અનુષ્ઠાન કરીશું નહીં'' એમ સમ્યગ્ વિચારી નીકળેલા પણ પછીથી લોકાચતિક ભાવને પામેલા, પોતે પાપકર્મોથી વિત થતા નથી. વિરતિ અભાવે જે થાય તે દર્શાવે છે પૂર્વે સાવધારંભ નિવૃત્તિ કરીને - x - વેશ ધરનાર, પોતે જ સાવધ અનુષ્ઠાન કરે છે, બીજાઓ પાસે પાપ આરંભ કરાવે છે, તેમ કરનારને અનુમોદન આપે છે. તથા પૂર્વોક્ત પ્રકારે સ્ત્રીને ઉપલક્ષીને કામ અને ભોગને સેવતાં, સુખને ઇચ્છતાં, અજિતેન્દ્રિય થઈ, કામભોગમાં મૂર્છિત, વૃદ્ધ, ગ્રથિત, અણુપપન્ન થઈ, રાગદ્વેશ વશ થઈ કે કામભોગાંધ બની - x - આત્માને સંસાસ્થી કે કર્મપાશથી છોડાવી શકતા નથી. બીજાને પણ સદુપદેશ દાનથી કર્મબંધથી મુક્ત કરાવી શકતા નથી. વળી દશવિધ પ્રાણવર્તી તે પ્રાણી, ત્રણે કાળમાં હોય તે ભૂત, આયુ ધારવાથી જીવ, વીર્યાન્તરાય કર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત વીર્ય ગુણયુક્ત સત્ત્વ. એ પ્રાણી આદિને અસદભિપ્રાયત્વને કારણે છોડાવી શકતા નથી. એવા તે તે જીવ-તે શરીરવાદી લોકાયતિકો અજિતેન્દ્રિયતાથી કામભોગાસકતા, પુત્ર-સ્ત્રી આદિથી ભ્રષ્ટ થયેલા, આર્ય માર્ગ-સદનુષ્ઠાન રૂપને પ્રાપ્ત ન થઈને પૂર્વોક્ત નીતિથી આલોક-પરલોક સદનુષ્ઠાનથી ભ્રષ્ટ વચમાં જ ભોગોમાં ડૂબી વિષાદ પામે છે. પણ પેલા પુંડરીકકમળને લાવવા સમર્થ થતાં નથી. અહીં પ્રથમ પુરુષ તે જીવ-તે શરીરવાદી સમાપ્ત થયો. હવે બીજા પુરુષ જાતને આશ્રીને કહે છે– • સૂત્ર-૬૪૨ : હવે બીજો પંચમહાભૂતિક પુરુષજાત કહે છે મનુષ્ય લોકમાં પૂર્વાદિ દિશામાં મનુષ્યો અનુક્રમે ઉત્પન્ન થયેલા હોય છે. જેમકે કોઈ આર્ય છે . કોઈ અનાર્ય છે યાવત્ કોઈ કુરુપ છે. તેઓમાં કોઈ એક રાજા હોય. એ પ્રમાણે યાવત્ સેનાપતિપુત્ર જાણવા. તેમાં કોઈ એક શ્રદ્ધાળુ હોય છે. તે શ્રમણ કે
SR No.009035
Book TitleAgam 02 Sutrakritanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 02, & agam_sutrakritang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy