SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૧૫/-/૬૨૩ થી ૬૨૬ ૬૭ મોક્ષ યોગ્ય મનુષ્ય દેહ મળે. કહ્યું છે કે - ખરજવા કે વીજળીના પ્રકાશ માક મનુષ્ય જન્મ ક્ષણવારમાં નાશ પામે છે, જેમ અગાધ સમુદ્રમાં પડેલ રત્ન મળતું નથી. [૨૪] આ મનુષ્ય ભવથી કે સદ્ધર્મથી વિધ્વંસ થતા નિપુણ્યને ફરી આ સંસારમાં ભમતા, સમ્યગ્દર્શન પ્રાપ્તિ ઘણી દુર્લભ છે, ઉત્કૃષ્ટથી અપાર્ધ પુદ્ગલ પરાવર્ત કાળે તે થાય છે તથા સમ્યગ્દર્શન પ્રાપ્તિ યોગ્ય લેશ્યા-અંતઃકરણ પરિણતિ અથવા માઁ - મનુષ્ય જન્મ - ૪ - આર્યક્ષેત્ર, સુકુલમાં જન્મ, સર્વ ઇન્દ્રિય સામગ્રી આદિ દુર્લભ છે. જીવોને જે ધર્મરૂપ અર્થ બતાવે છે, જે ધર્મ કહેવા યોગ્ય છે. તેથી અર્વા દુર્લભ છે. [૬૨૫] જે મહાપુરુષ વીતરાગ - ૪ - સર્વ જગતને દેખનારા છે, તેઓ પર હિત કરવામાં એકાંત ફ્ક્ત છે, તેઓ સર્વ ઉપાધિ રહિત શુદ્ધ, નિર્મળ ધર્મ કહે છે અને પોતે પણ આચરે છે અથવા આયત ચાસ્ત્રિના સદ્ભાવથી સંપૂર્ણ યથાખ્યાત ચાસ્ત્રિરૂપ, તેવો અનન્યસર્દેશ ધર્મ કહે છે અને પાળે છે. આવા અનન્યાદેશ જ્ઞાન-ચાસ્ત્રિ યુક્ત જે સર્વ રાગ-દ્વેષ રહિત પરમ સ્થાનને પામનારને ફરી જન્મવાનું ક્યાંથી હોય? જન્મ-મરણ રૂપ કથા સ્વપ્નમાં પણ કર્મબીજ અભાવે ક્યાંથી હોય? કહ્યું છે. - બીજ અત્યંત બળી ગયા પછી તેમાં અંકુર ન ફૂટે, તેમ કર્મબીજ બળી ગયા પછી તેમાં ભવ અંકુર ન ઉગે. [૬૨૬] વળી કર્મબીજના અભાવે કેવી રીતે ક્યારેય પણ જ્ઞાન સ્વરૂપ, અપુનરાવૃત્તિમાં ગયેલા તેવા આ સંસારમાં અશુચિમય ગર્ભમાં ઉત્પન્ન થાય ? અર્થાત્ - ૪ - તેવા કર્મોના અભાવે ઉત્પન્ન ન જ થાય. તથા તીર્થંકર, ગણધરને નિદાન બંધનરૂપ પ્રતિજ્ઞા નથી માટે તે અનિદાના-નિરાશંસા છે. જીવોનું હિત કરવામાં ઉધત, અનુત્તર જ્ઞાનથી અનુત્તર, પ્રાણીઓને સારા-ખોટા અર્થ નિરુપણ કરવાથી ચક્ષુ જેવા, હિત પ્રાપ્તિ-અહિત ત્યાગ કરાવનારા એવા સર્વલોકોને લોચન ભૂત એવા તે તીર્થંકર, સર્વજ્ઞો હોય છે. • સૂત્ર-૬૨૭ થી ૬૩૧ : કાશ્યપે તે અનુત્તર સ્થાન બતાવેલ છે, જેના આચરણથી, કોઈ નિવૃત્ત થઈને તે પંડિત મોક્ષ પામે છે.જ્ઞાની પુરુષ કર્મને વિદારવા સમર્થ વીર્ય મેળવી પૂર્વકૃત્ કર્મનો નાશ કરે, નવા કર્મને બાંધે...મહા-વીર અનુપૂર્વ કર્મ-રજનો બંધ ન કરે, તે રજ ની સંમુખ થઈને કર્મક્ષય કરી જે મત છે, તે પ્રાપ્ત કરે છે....સર્વ સાધુને માન્ય મત શલ્ય રહિત છે, તેને સાધીને જીવો તર્યા કે દેવ થયા છે...સુવતી, ધીર થયા છે અને થશે, તેઓ સ્વયં દુર્નિબોધ માર્ગનો અંત પ્રગટ કરી તરી જાય છે - તેમ હું કહું છું. • વિવેચન-૬૨૭ થી ૬૩૧ : [૬૨૭] અનુત્તર એવા સ્થાન અર્થાત્ સંયમ છે. તે કાશ્યપ ગોત્રીય વર્ધમાનસ્વામી મહાવીરે કહ્યો છે. તેનું અનુત્તપણું કહે છે - જે અનુત્તર સંયમ સ્થાનમાં કેટલાંક મહાસત્વીઓ સદનુષ્ઠાન કરીને નિર્વાણને પ્રાપ્ત થયા છે. નિવૃત્ત થઈ તેઓ સંસારચક્રનો સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ અંત કરે છે - પાપથી દૂરત્વ પામ્યા છે. આવું સંયમસ્થાન મહાવીરે કહ્યું છે કે જેને પાળનારા સિદ્ધિને પામ્યા છે [મોક્ષે ગયા છે. [૬૨૮] સદસદ વિવેકજ્ઞ કર્મ દૂર કરવા સમર્થ થઈ સંયમ કે તપોવીર્ય પામીને, તે વીર્ય બાકી રહેલા કર્મોની નિર્જરા માટે ફોરવે તે પંડિત વીર્ય છે. આવું વીર્ય સેંકડો ભવે દુર્લભ છે. કોઈ વખત કર્મવિવર મળે તો પૂર્વભવમાં કરેલા અશુભકર્મો તોડવા પ્રયાસ કરે અને નવા કર્મો ન બાંધે - મોક્ષમાં જાય. [૬૨૯] કર્મ વિદારણ સમર્થ બની આનુપૂર્વીથી મિથ્યાત્વ, અવિરતિ પ્રમાદ, કષાય, યોગથી જે બીજા જીવો કર્મરજ ભેગી કરે છે, તે તેઓ ન કરે. કેમકે જેને પૂર્વની કર્મરજ હોય તે નવી કર્મરજ ભેગી કરે. પણ આ મહાવીરે પૂર્વના કર્મ અટકાવી સત્સંયમ સંમુખ થઈ, સદા દૃઢ રહીને આઠ પ્રકારના કર્મને છોડીને મોક્ષ કે સત્સંયમમાં સન્મુખ થયા. [૬૩૦] જે મત સર્વે સાધુને ઇચ્છિત છે, તે આ સંયમસ્થાનને બતાવે છે - પાપાનુષ્ઠાન કે તદ્નનિત કર્મને છેદે તે શલ્યર્તન. તેવું સદનુષ્ઠાન ઉઘુક્ત વિહારી થઈ સમ્યક્ આરાધીને ઘણાં સંસાર તરી ગયા. બીજા સર્વ કર્મના ક્ષયના અભાવે દેવો થયા. તેઓ સમ્યકત્વ પામી સરચાસ્ત્રિી થઈ વૈમાનિકત્વને પામ્યા પામે છે, પામશે. [૬૩૧] સર્વ ઉપસંહારાર્થે કહે છે - પૂર્વાદિ કાળે ઘણાં કવિદારણ સમર્થ થયા, વર્તમાનકાળે કર્મભૂમિમાં તેવા થાય છે, આગામી અનંત કાળ તેવા સત્સંયમાનુષ્ઠાયી થશે. જેમણે શું કર્યુ? કરે છે ? કરશે ? તે કહે છે - અતિ દુષ્પ્રાપ્ય જ્ઞાન-દર્શનચારિત્ર માર્ગની પરાકાષ્ઠા પામી તે જ માર્ગને પ્રકાશે છે, સ્વત સન્માર્ગ પાળનાર અને બીજાને બતાવીને સંસાર સમુદ્ર તર્યા-તરે છે - તરશે. - ૪ - ૪ - શ્રુતસ્કંધ-૧ અધ્યયન-૧૫ ‘આદાનીય’નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
SR No.009035
Book TitleAgam 02 Sutrakritanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 02, & agam_sutrakritang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy