SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૧૪/-/ભૂમિકા Ø શ્રુતસ્કંધ-૧ અધ્યયન-૧૪ ગ્રંથ' — — — x − x — — — — *ક • ભૂમિકા તેરમું અધ્યયન કહ્યું, હવે ચૌદમું કહે છે - તેનો સંબંધ આ પ્રમાણે - અનંતર અધ્યયનમાં ‘ચાથાતથ્ય' - સમ્યક્ ચાસ્ત્રિ કહ્યું અને તે બાહ્ય-અન્વંતર ગ્રંથના પરિત્યાગથી શોભે છે. તે ત્યાગ આ અધ્યયનમાં કહે છે. એ સંબંધે આવેલ આ અધ્યયનના ચાર અનુયોગદ્વારો છે. તેમાં ઉપક્રમદ્વાર અંતર્ગત્ આ અર્થ-અધિકાર છે - બાહ્ય અત્યંતર ગ્રંથને ત્યાગવો. નામનિષ્પન્ન નિક્ષેપમાં આદાનપદી ગુણનિષ્પન્નત્વથી ગ્રંથ નામ છે— [નિ.૧૨૭ થી ૧૩૧-] ગ્રંથ-દ્રવ્ય, ભાવ બે ભેદોથી ક્ષુલ્લક મૈગ્રન્થ નામે ઉત્તરાધ્યયન સૂત્રમાં અધ્યયન વિસ્તારથી કહેલ છે. અહીં તો દ્રવ્ય-ભાવ ભેદ ભિન્ન ગાંઠ જે તજે છે કે જે શિષ્ય “આચાર” આદિ સૂત્ર શીખે તે કહેશે. તે શિષ્ય બે પ્રકારે જાણવો - પ્રવ્રજ્યાથી, શિક્ષાથી. જેને પ્રવ્રજ્યા આપે તે અથવા ભણાવીએ તે બે પ્રકારના શિષ્ય. અહીં શિક્ષાશિષ્યનો - ૪ - અધિકાર છે. પ્રતિજ્ઞાનુસાર કહે છે...જે શિક્ષા ગ્રહણ કરે તે શિષ્ય બે પ્રકારે છે. જેમકે - ‘ગ્રહણ' પહેલા આયાર્યાદિ પાસે શિક્ષા - ૪ - લે તે. પછી તે મુજબ અહર્નિશ વર્તે તે “આસેવન”. એ રીતે ગ્રહણ આસેવન બંને શિક્ષા જાણવી. તેમાં ગ્રહણપૂર્વક આસેવન એમ કરીને પહેલાં ગ્રહણ શિક્ષા કહે છે - ગ્રહણ શિક્ષા ત્રણ પ્રકારે છે - સૂત્ર, અર્થ, તદુભય [શિષ્ય], સૂત્રાદિ પહેલાં ગ્રહણ કરતા સૂત્રાદિ શિષ્ય થાય છે. હવે ગ્રહણ પછી આસેવન શિક્ષા કહે છે– યથાવસ્થિત સૂત્રાનુષ્ઠાનના આસેવનાથી શિષ્યના બે ભેદ છે - જેમકે - મૂલગુણોનું પાલન - સારી રીતે મૂલગુણોનું પાલન કરતા તથા ઉત્તરગુણ સંબંધી સમ્યક્ અનુષ્ઠાન કરતો બે પ્રકારે આસેવન શિષ્ય થાય છે. તેમાં મૂલગુણના પ્રાણાતિપાતાદિ વિરતિને સેવતો પંચ મહાવ્રત ધારવાથી પાંચ પ્રકારે મૂલ-ગુણ આસેવના શિષ્ય થાય છે. ઉત્તરગુણમાં સમ્યક્ પિંડ વિશુદ્ધિ આદિ ગુણોને સેવતો ઉત્તરગુણ આસેવન શિષ્ય બને છે. તે ઉત્તર ગુણો– પિંડ વિશુદ્ધિ, સમિતિ, ભાવના, બે પ્રકારનો તપ, પડિમા, અભિગ્રહને ઉત્તરગુણ જાણવા. અથવા બીજા ઉત્તરગુણો કરતા સકામનિર્જરાના હેતુરૂપ બાર પ્રકારનો તપ ઉત્તરગુણપણે જાણવો. તેને જે સમ્યગ્ ધારણ કરે, તે આસેવના શિષ્ય થાય છે. શિષ્ય આચાર્ય વિના ન થાય તેથી આચાર્યની નિરૂપણા કરે છે - શિષ્યાપેક્ષાએ આચાર્ય બે પ્રકારે - એક દીક્ષા આપે તે, બીજા ભણાવે તે. એક સૂત્રપાઠ આપે, બીજા દશવિધ ચક્રવાલ સામાચારી શીખવે - સમ્યક્ અનુષ્ઠાન કરાવે છે. તેમાં સૂત્ર, અર્થ, તદુભય ભેદથી ગ્રહણ કરતા આચાર્ય ત્રણ ભેદે છે. આસેવન આચાર્ય પણ મૂલ-ઉત્તર ગુણ ભેદથી બે પ્રકારે છે. નામનિષ્પન્ન નિક્ષેપો ગયો. હવે સૂત્ર- સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ • સૂત્ર-૫૮૦ થી ૫૮૩ : પરિગ્રહને છોડીને, શિક્ષા પ્રાપ્ત કરતો, પદ્ધજિત થઈને બ્રહ્મચર્ય વાસ કરે, આજ્ઞા પાળીને વિનય શીખે, સંયમ પાલને પ્રમાદ ન કરે...જે રીતે પાંખરહિત પક્ષીનું બચ્ચુ, આવાસમાંથી ઉડવા પ્રયત્ન કરે છે, પણ ઉડી શકતું નથી. એવા તે પંખહીન તરુણનું ઢંક આદિ હરણ કરે છે...એ પ્રમાણે અપુષ્ટધર્મી શિષ્ય ચાસ્ત્રિને નિસ્સાર માની નીકળવા ઇચ્છે છે, પાખંડી લોકો તેને પોતાના હાથમાં આવેલ માનીને હરી લે છે...ગુરુકુલમાં ન રહેનાર સંસારનો અંત કરી શકતા નથી, એમ જાણી સાધુ ગુરુકૂળમાં વસે અને સમાધિને ઇછે, ગુરુ વિત્ત પર શાસન કરે છે માટે તે ગુરુકુલ ન છોડે. * વિવેચન-૫૮૦ થી ૫૮૩ : [૫૮૦] આ પ્રવચનમાં સંસારનો સ્વભાવ જાણીને, સમ્યક્ ઉત્થાન ઉત્થિત આત્મા, ધન, ધાન્ય, હિરણ્ય, દ્વિપદ, ચતુષ્પદાદિ ગ્રંથને તજીને દીક્ષા લઈને - x - ગ્રહણ, આસેવન રૂપ શિક્ષાને સમ્યક્ પાળતો, નવ બ્રહ્મચર્ય ગુપ્તિને આશ્રીને બ્રહ્મચર્ય પાળે. અથવા સંયમને સમ્યક્ રીતે પાળે. આચાર્યાદિની આજ્ઞામાં જ્યાં સુધી એકલવિહારી પ્રતિમા ન સ્વીકારે ત્યાં સુધી રહે, તેમના કહેવા પ્રમાણે વર્તે. જેના વડે કર્મ નાશ થાય તે વિનય બરાબર શીખે અને આદરે. તે ગ્રહણ અને આસેવન વડે વિનયને સમ્યક્ રીતે પાળે. તથા જે નિપુણ છે, તે સંયમાનુષ્ઠાનમાં અથવા સદા આચાર્ય ઉપદેશમાં વિવિધ પ્રમાદ ન કરે. જેમ રોગી વૈધ પાસે ચિકિત્સા વિધિ સમજીને તે પ્રમાણે વર્તે તો રોગ શાંત થાય તેમ સાધુ પણ સાવધ ગ્રંથ તજીને, પાપકર્મરૂપ રોગ તજવા દવા રૂપ ગુરુના વયનો માનીને તે પ્રમાણે વર્તતા મોક્ષ પામે છે. [૫૮૧] જે સાધુ આચાર્યના ઉપદેશ વિના સ્વેચ્છાથી ગચ્છથી નીકળીને એકાકી વિહાર કરે, તે ઘણાં દોષોનો ભાગી થાય. દૃષ્ટાંત-જેમ પક્ષીનું નાનું બરણું - x - જેને પુરી પાંખો ફૂટી ન હોય, તે કાચી પાંખવાળું બચ્ચું, પોતાના માળામાંથી ઉડવાને માટે જરા જેવું ઉડે છે કે પતન પામે છે. - x - - તેને ન ઉડતું જોઈ માંસપેશી સમાન જાણી માંસાહારી એવા ઢંક આદિ ક્ષુદ્ર પક્ષીઓ, તે નાશવાને અસમર્થ એવા બચ્ચાને ચાંચમાં ઉપાડીને મારી નાંખે છે. [૫૮૨] ઉક્ત દૃષ્ટાંતથી કહે છે . - x - ૪ - પૂર્વે પાંખ ન ફૂટવાથી અવ્યક્ત કહ્યા તેમ અહીં અપુષ્ટધર્મા શિષ્ય છે. જેમ પક્ષીનું બચ્ચુ પોતાના માળામાંથી નીકળે ત્યારે ક્ષુદ્ર પક્ષી તેનો નાશ કરે છે, તેમ નવદીક્ષિત શિષ્ય સૂત્રાર્થ ન જાણતો - અગીતાર્થ, સમ્યગ્ ધર્મમાં પરિણત ન થયો જાણીને અનેક પાપધર્મી પાખંડી તેને ફસાવે છે. ફસાવીને ગચ્છમાંથી જુદો પાડે છે. પછી વિષયાસક્ત બનાવી, પરલોક ભય દૂર કરી, અમારે વશ છે, એમ માની અથવા ચાસ્ત્રિને અસત્ અનુષ્ઠાનથી નિઃસાર માની, પક્ષીના બચ્ચાને ટંકાદિ પક્ષી હણે તેમ આ પાપધર્મી, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાયથી કલુષિત આત્માને કુતીર્થિકો, સ્વજનો કે રાજાદિ અનેકે તેમને હર્યા છે, હરે છે, હરશે.
SR No.009035
Book TitleAgam 02 Sutrakritanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 02, & agam_sutrakritang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy