SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૧૨/-/૫૫૧ થી ૫૫૪ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ ભયથી તથા પાપને ધિક્કારનારા હોવાથી પોતે કરે નહીં, કરાવે નહીં, અનુમોદે નહીં, જુઠું ન બોલે, ન બોલાવે, અનુમોદે નહીં, એ રીતે બીજા મહાવ્રતો પણ સમજી લેવા. હંમેશા સંયત, પાપ-અનુષ્ઠાનથી નિવૃત્ત, વિવિધ સંયમાનુષ્ઠાન પ્રતિ ઝુકેલા રહે છે. તે ધીર છે, કેટલાંક હેય-ઉપાદેયને જાણીને, સમ્યક્ પરિજ્ઞાથી - “જે જિનેશ્વરે કહ્યું તે નિઃશંક છે, એવો નિશ્ચય કરી, કર્મ વિદારણમાં વીર બને છે અથવા પરીષહ ઉપસર્ગોના વિજયથી વીર બને છે. પાઠાંતર મુજબ-કેટલાંક બાકર્મી, અા સવી. જીવો જ્ઞાનથી જ વીર હોય છે, ક્રિયાથી નહીં. પણ માત્ર જ્ઞાનથી મોક્ષ ન મળે. જેમકે શા ભણેલો મૂર્ખ બને છે, જે ક્રિયા કરે તે જ વિદ્વાન છે. વૈધ માત્ર દવાના જ્ઞાનની રોગ દૂર કરે. [૫૫] તે ભૂતો કયાં છે ? જેના આરંભથી સાધુ ડરે છે? જે કુંથુઆ આદિ સૂમ જંતુઓ x - કે બાદર શરીરવાળા મોટા પ્રાણીઓ તેમને આત્મવત્ માને. સર્વલોકમાં જેટલું મારું પ્રમાણ છે, તેટલું જ કુંથુઆનું છે, જેમ મને દુ:ખ અપ્રિય છે, તેમ લોકમાં બધા જીવોને છે, બધાં જીવોને દુઃખથી ઉદ્વેગ થાય છે. આગમમાં કહ્યું છે - હે ભગવન્! પૃથ્વીકાય જીવ આકાંત થઈ કેવી વેદના વેદે ? ઇત્યાદિ. કોઈપણ જીવને આક્રમણ કે સંઘન ન કરવું એવું સમજીને ચાલે તે દેખતો છે. વળી આ લોકને મહાત જાણે છે, કેમકે ઇ જીવનિકાયો સૂક્ષ્મ-બાબર ભેદે ભરેલો છે, માટે મહાન છે અથવા લોક અનાદિ અનંત કાળ વ્યાપ્ત છે. વળી કેટલાક ભવ્યો પણ બધા કાળ વડે મોક્ષે જવાના નથી. [અર્થાતુ કાળનો અંત નથી, તેમ જીવનો અંત નથી.] જે કે દ્રવ્યથી છ દ્રવ્ય હોવાથી, ફોગથી ચૌદ રાજ પ્રમાણથી લોક અવધિ સહિત છે. પરંત કાળથી અને ભાવથી અનાદિ અનંત હોવાથી, પર્યાયોની અનંતતાથી આ લોક મહાત્ત છે, તેમ જાણ. આ પ્રમાણે લોકનું સ્વરૂપ યથાર્થ જાણનારો તત્વજ્ઞા સર્વે પ્રાણિસ્થાનોને અશાશ્વતા જાણીને આ અવિશ્વાસ્ય સંસારમાં લેશમાત્ર સુખ નથી તેમ માનતો સંયમાનુષ્ઠાયી યતિઓની સાથે રહીને નિર્મળ સંયમ પાળે અથવા પંડિત બની, ગૃહસ્થોમાં ન લપટાતાં સંયમ અનુષ્ઠાનમાં વિચરે. પિપર] વળી - જે સ્વયં સર્વજ્ઞ હોય તે આત્માને અને ત્રણે લોકમાં રહેલ જીવો કે પદાર્થોને જોતો લોકનું સ્વરૂપ જાણીને તથા ગણધરાદિ અને તીર્થકાદિ પાસેથી પદાર્થો જાણીને બીજાને ઉપદેશ આપે. આવો સાધુ હેય-ઉપાદેયનો જ્ઞાતા, પોતાને સંસારમાંથી બહાર કાઢવા સમર્થ હોય છે તેમજ બીજાને પણ સદુપદેશ દાનથી તારવા યોગ્ય છે. સર્વજ્ઞને અને જાતે જ બધું જાણનાર તીર્ષક દિને તથા બીજાથી બોધ પામનાર ગણધરાદિને પદાનિા ચંદ્રાદિ માફક પ્રકાશ દ્વારા આત્મહિત ઇચ્છતા, સંસાર દુ:ખથી ઉદ્વિગ્ન, પોતાને કૃતાર્થ માનતો [સાધુ હંમેશા ગુર સમીપે વસે. કહ્યું છે કે - જેઓ ગુરુકુલ વાસને છોડતા નથી, તેઓ જ્ઞાનના ભાગી થાય છે, દર્શન અને સાત્રિમાં સ્થિર થાય છે, ચાવજીવ ધન્યવાદને પાત્ર છે. ગુરુકુલવાસમાં કોણ રહે ? તે બતાવે છે - જેઓ કર્મ પરિણતિ વિચારીને મનુષ્યજન્મ, આયાદિની દુર્લભતા જાણીને શ્રુત-ચાસ્ત્રિ નામક સારાધર્મની પ્રાપ્તિ કે ક્ષાંતિ આદિ દશવિઘ સાધુ ધર્મ અથવા શ્રાવકધર્મને વિચારીને કે જાણીને તે જ ધર્મ યયોત અનુષ્ઠાનથી પાળે, ચાવજીવન ગુલવાસ સેવે અથવા જ્યોતિ સ્વરૂપ આચાર્યને સતત સેવે. તેઓ આગમજ્ઞ, ધર્મને વિચારીને લોકના સ્વરૂપને કહી બતાવે છે [૫૫૪] જે આત્માને પરલોકે જનારો, શરીરથી જુદો, સુખ-દુ:ખનો આધાર જાણે છે અને આત્મહિતમાં પ્રવર્તે છે, તે આત્મજ્ઞ છે. તે જ આત્મજ્ઞ છે ઇત્યાદિ ક્રિયાવાદ બીજાને કહેવા યોગ્ય છે. વળી જે વૈશાખ સ્થાનસ્થ, કેડે બે હાથ રાખીને પુરુષાકાર લોકને તથા અનંત આકાશાસ્તિકાયને જાણે છે, જીવો નારક, દેવ, તિર્યચ, મનુષ્ય ક્યાંથી આવ્યા, તે આગમન અને કેવા કર્મોથી નારકાદિમાં ઉત્પન્ન થશે ? એમ જાણે છે, તથા અનાગમન જાણે છે, ક્યાં જવાથી આગમન ન થાય ? ત્યાં જવાનો ઉપાય છે સમ્યગુદનિ-જ્ઞાનચાસ્ત્રિાત્મકને જે જાણે છે, સર્વ કર્મક્ષયરૂપ સિદ્ધિ - તે લોકાણે રહેલ સ્થાન કે જે સાદિ અનંત છે, તે જાણે. જે શાશ્વત, સર્વ વસ્તુ સમૂહ દ્રવ્યાસ્તિક નયથી નિત્ય છે અને પર્યાય નયથી જે પ્રતિક્ષણ વિનાશરૂપ અનિત્ય છે, બંને સાથે લેતા નિત્યાનિત્ય છે તેમ જાણે છે. આગમમાં કહ્યું છે - નૈરયિક દ્રવ્યાર્ચથી શાશ્વત અને ભાવાર્થથી અશાશ્વત છે, તેમ બીજા પણ તિર્યંચાદિ જાણવા અથવા નિર્વાણથી શાશ્વત સંસારચી અશાશ્વત છે, કેમકે સંસારી જીવો સ્વકૃત કર્મવશ સર્વત્ર ભમે છે. તથા જાતિ તે નાકાદિ જન્મ લક્ષાણ, મરણ તે આયુક્ષય લક્ષણ, જન્મે તે જન, તેમનો ઉપાત જે જાણે છે, આ ઉપપાત નક અને દેવમાં થાય છે, અહીં જન્મમાં જીવોનું ઉત્પત્તિ સ્થાન યોનિ કહેલ છે. તે સચિવ, અચિત, મિશ્ર તથા શીત, ઉષ્ણ, મિશ્ર તથા સંવૃત, વિવૃત, મિશ્ર આદિ - ૨૭-ભેદ છે. તિર્થય, મનુષ્યનું મરણ, જ્યોતિક વૈમાનિકનું ચ્યવન, ભવનપતિ, વ્યંતર, નારકોનું ઉદ્વર્તન કહેવાય છે - વળી - • સુત્ર-પપ૫,૫૫૬ : જે જીવોની વિવિધ પીડાને, આશ્રવ અને સંવરને જાણે છે, દુઃખ અને નિર્જરા જાણે છે, તે કિયાવાદનું કથન કરવા યોગ્ય છે...સાધુ શબદ, રૂપમાં આસકત ન થાય, ગઘ, રસમાં ઠેષ ન કરે, જીવન-મરણની કોn ન કરે, સંયમયુક્ત થઈ, માયારહિત બનીને વિચરે. • તેમ હું કહું છું - • વિવેચન-૫૫૫,૫૫૬ : | [૫૫૫] જીવોને સ્વકૃતુ કમના ફળોને ભોગવવા નકાદિમાં વિવિધ કે વિરૂપજમ, મરણ, જરા, રોગ, શોકની શરીર પીડાઓ અને તેનાથી બચવાના ઉપાયો જે જાણે છે અર્થાત્ સર્વાર્થસિદ્ધથી સાતમી નરક સુધી બધાં જીવો કર્મસહિત વર્તે છે. તેમાં ભારે કર્મીઓ સાતમી નકમાં જનારા હોય છે, એવું જે જાણે છે તથા જેનાથી આઠ પ્રકારના કર્મો આવે તે આશ્રવ, તે પ્રાણાતિપાત કે રાગદ્વેષ કે મિથ્યાદર્શનાદિ રૂ૫ છે. તે તથા આશ્રવ નિરોધરૂપ સંવર-x-, પુષ્ય, પાપને જે જાણે તથા અસાતા ઉદય રૂપ કે તેના કારણ અને તેથી વિપરીત તે સુખને જે જાણે છે અને તપથી
SR No.009035
Book TitleAgam 02 Sutrakritanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 02, & agam_sutrakritang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy