SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ ૧/૧૨/-/૫૪૩ થી ૫૪૬ માને છે...તીર લોકની સમીક્ષા કરી શ્રમણો અને શહાણોને યથાતથ્ય બતાવે છે. દુ:ખ સ્વયંકૃત છે અન્યકૃત નહીં મોક્ષ જ્ઞાન+ક્રિયાથી મળે છે...આ સંસારમાં તે જ લોકનાયક અને ટા છે, જે પ્રજા માટે હિતકર માર્ગનું અનુશાસન કરે છે. હે માનવા જેમાં પ્રજ આસકત છે, યાતિઃ તે શાશ્વત લોક છે.. - વિવેચન-૫૪૩ થી ૫૪૬ :- ૫૪] સંવત્સ-જ્યોતિષ, સ્વપ્ન પ્રતિપાદક ગ્રંથ, લક્ષણ તે શ્રીવત્સાદિક - x • નિમિત તે વાણી-પ્રશસ્ત શકુનાદિ, દૈહિક તે મસ તલ આદિ, ઉપપાત તે ઉલ્કાપાત, દિગ્દાહ, ધરતીકંપ તથા અષ્ટાંગ નિમિત્ત ભણીને. જેમકે ભૂમિ ઉત્પાતું આદિ નવમાં પૂર્વમાં બીજા આચારવસ્તુમાંથી ઉદ્ધત અને સુખ-દુ:ખ - જીવિત-મરણાદિ સાવનાર નિમિત ભણીને લોકોને ભવિષ્યની વાતો કહે છે. આ રીતે અન્યવાદીનો શૂન્યવાદાદિ ઉપદેશ અપ્રમાણિક જ છે. [૫૪૪] જૈનાચાર્યને પરવાદી કહે છે - શ્રુતજ્ઞાન પણ જૂઠું પડે છે, જેમકે ચૌદપૂર્વ ભણેલા પણ છ રસ્થાન પડેલા છે, તેવું આગમો કહે છે તો અષ્ટાંગ નિમિત્તાની ભૂલ કેમ ન થાય? નિમિત શાસ્ત્રના ૧૨૫૦ શ્લોક, ૧૨,૫૦૦ શ્લોક પ્રમાણ ટીકા સાડા બાર લાખ લોક પ્રમાણ પરિભાષા છે, તેમાં અષ્ટાંગ નિમિતજ્ઞમાં - x • પણ ભેદ છે [ભેદના કારણોનો સા] છંદ કે ભાષા શૈલીથી લિંગ બદલાતા, નિમિતજ્ઞના બોધની વિકલતા, ક્ષયોપશમ ભેદાદિથી નિમિત્ત કથનમાં ફેર પડે છે - x • આ રીતે નિમિત શાસ્ત્રોનું મોટાપણું જાણીને તે અક્રિયાવાદીઓ - X • વિધા ન ભણવી - x - એમ કહી તેનો ત્યાગ કરે છે. કિયાના અભાવે જ્ઞાનથી જ મોક્ષ માને છે. - x - પાઠાંતર મુજબ અક્રિયાવાદી માને છે - વિદ્યા ભણ્યા વિના જ અમે આ લોકના ભાવો જાણીએ છીએ. એવું તે મંદબુદ્ધિ કહે છે અને નિમિત શાસ્ત્ર ખોટું હોવાના દષ્ટાંત પણ આપે છે * * જૈનાચાર્ય તેમને કહે છે, ના એવું નથી. સમ્યમ્ અધીત શ્રુતના અર્થોમાં વિસંવાદ ન થાય. જ્ઞાન વિચારણામાં પડતા ભેદ ઓછા ક્ષયોપશમને કારણે છે, અપમાણના વિષમવાદથી સમ્યક્ પ્રમાણમાં વિષમવાદની શંકા લાવવી અયોગ્ય છે. રેતીના રણમાં પ્રત્યક્ષ પાણી દેખાવા છતાં કોઈ ન માને તો ડાહ્યો માણસ તેની વાત માનશે ? * * - X • ઇત્યાદિ. સારી રીતે વિચારીને કાર્ય કર્યું હોય તો વાંધો ન આવે, આવે તો પ્રમાણ કરનારનો પ્રમાદ છે, તેમાં પ્રમાણનો દોષ નથી, એ રીતે સારી રીતે વિચારીને જ્યોતિષ કહે તેમાં ફળનો ભેદ થતો નથી. એવું જ શુકન-અપશુકનમાં જાણવું. બૌદ્ધ શાસ્ત્રની એક કૃતિ છે - અહીં બાર વર્ષનો દુકાળ પડશે. તમે દેશાંતર જાઓ. જતાં એવા શિષ્યોને ગૌતમ બુદ્ધ પાછા બોલાવ્યા. હવે તમે ન જશો, અહીં હમણાં જ પુન્યવાનું બાળક જન્મ્યો છે તેથી સુકાળ થશે. આ રીતે બધાં નિમિત્તો લક્ષમાં રાખવા જોઈએ. [૫૪૫] હવે ક્રિયાવાદી મતના દૂષણો બતાવે છે - તેઓ જ્ઞાન વિના માત્ર ક્રિયાથી દીક્ષાદિ લક્ષણથી મોક્ષ ઇચ્છે છે - તે એવું કહે છે કે • માતા છે, પિતા છે, સારા કર્મનું ફળ છે. તેઓ આવું કેમ કહે છે ? ક્રિયાથી બધુ સિદ્ધ થાય છે, એવા પોતાના અભિપ્રાય મુજબ લોકને જાણીને અમે બરોબર વસ્તુ તત્વના જ્ઞાતા છીએ, એવું સ્વીકારીને સર્વ છે જ, કંઈ નથી એવું નથી. - તેઓ આવું કેમ બોલે છે ? તેઓ કહે છે . જેવી જેવી ક્રિયા, તેવા તેવા સ્વર્ગ-નકાદિ ફળ. આવું માનનારા અન્યતીર્થિકો કે બ્રાહાણો ક્રિયાથી જ મોક્ષ માને છે સંસારમાં જે કંઈ સુખદુ:ખ છે, તે બધું આત્માએ પોતે કર્યું છે, બીજા ઈશરે કે કાળે નહીં, આવું તd અક્રિયાવાદમાં ન ઘટે. અક્રિયાવાદમાં તો આત્માએ ન કરેલ સુખ-દુ:ખ ભોગવવાનો પણ સંભવ છે. • x • આ પ્રમાણે તેઓ અક્રિયાવાદનું ખંડન કરી ક્રિયાવાદ સાધ્યો. જૈનાચાર્ય કહે છે - આત્માને સુખ-દુઃખ છે, તે સાચું. પણ છે જ એવું - X • એકાંત માનતા તો ક્યાંય નથી એમ નહીં તે આપત્તિ આવશે, તો લોક વ્યવહારનો ઉચ્છેદ થશે. એકલી ક્રિયાથી જ્ઞાન વિના સિદ્ધિ ન થાય. • x • જ્ઞાન સહિતની ક્રિયા જ ફળદાયી છે. કહ્યું છે - પહેલું જ્ઞાન અને પછી દયા. એ રીતે બધાં સંયત રહે - અજ્ઞાની શું કરશે ? પુચ કે પાપ કેમ જાણશે? આ રીતે જ્ઞાનનું પણ પ્રાધાન્ય છે. એકલા જ્ઞાનથી પણ સિદ્ધિ ન થાય. કિયારહિત જ્ઞાન પંગુ માફક કાર્યસિદ્ધિ ન કરે, તેથી જૈિનાચાય] કહે છે - જ્ઞાન, ચરણ મળે તો મોક્ષ થાય. જ્ઞાનરહિત કિયાની સિદ્ધિ અંધની જેમ ન થાય. - x - આ પ્રમાણે જાણીને તીર્થકર, ગણધર આદિએ મોક્ષ આ પ્રમાણે કહ્યો છે - જ્ઞાન અને ક્રિયા બંને કારણ રૂપે છે - x • તેના વડે મોક્ષ સાધ્ય છે. તેવા મોક્ષને બતાવે છે અથવા આ સમોસરણ કોણે કહ્યાં ? • x • ક્યાંય અટકે નહીં, બધું જાણે તે પ્રજ્ઞા જ્ઞાન જેમનું છે, તે તીર્થકરોએ અનિરુદ્ધ પ્રજ્ઞાચી અનંતરોક્ત પ્રક્રિયાથી સમ્યગુ પ્રતિપાદન કર્યું. ચૌદ રાજ પ્રમાણ સ્થાવર જંગમ લોકને કેવળજ્ઞાનથી જાણીને તીર્થકર કેવલીએ તે કહ્યું છે. તેમને આધારે સાધુઓ અને શ્રાવકો આવું કહે છે. લોકોકિત પણ તે જ છે. પાઠાંતર મુજબ - જેવો જેવો સમાધિ માર્ગ છે, તેવું-તેવું કહે છે તે દર્શાવે છે • સંસાર વર્તી જીવોને અસાતા ઉદયથી દુઃખ અને સાતા ઉદયથી સુખ છે, તે પોતાનું કરેલ છે, કાળ કે ઈશ્વર કૃત નથી. તેનું પ્રમાણ - બધાં પૂર્વકૃત કર્મોના ફળ વિપાક છે, અપરાધ કે ઉપકાર કરનાર બીજ નિમિત્ત માત્ર છે. આવું તીર્થકરાદિ કહે છે - જ્ઞાન-ક્રિયા સાથે મળે તો મોક્ષ મળે, બંને જુદા પડે તો નહીં. કહ્યું છે કે - ક્રિયા વિનાનું જ્ઞાન કે જ્ઞાન વિનાની ક્રિયા નકામી છે, તે શાશ્વત મત છે કે જ્ઞાન-ક્રિયા બંને સાથે જોઈએ. [૫૪૬] તે તીર્થકર ગણધરાદિ અતિશય જ્ઞાનીઓ આ લોકમાં ચક્ષુ માફક ચક્ષવાળા છે, જેમ ચક્ષુ સન્મુખ રહેલા પદાર્થોને જુએ છે, તેમ તેઓ પણ યથાવસ્થિત પદાર્થોને પ્રગટ કરે છે આ લોકમાં તે નાયક છે, સદુપદેશ દાનથી નાયકો છે. તેઓ પ્રાણીઓને સદ્ગતિ પમાડનાર અને અનર્થ નિવારક એવો મોક્ષમાર્ગ કહે છે. વળી
SR No.009035
Book TitleAgam 02 Sutrakritanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 02, & agam_sutrakritang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy