SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૧૧/-/ભૂમિકા ૨૨૩ ૨૨૮ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ માર્ગમાં ઘણાં પત્થરના ટુકડા, પર્વત, નદી, કાંટા, ખાડા એવા સેંકડો વિદનોથી વિષમમાર્ગ. 3-અોમ તે ચોર આદિના ભયવાળો પણ ક્ષેમરૂપ એટલે સમભૂમિવાળો પત્થરના ટુકડાદિથી હિત માર્ગ. ૪-ક્ષેમ નહીં, ક્ષેમરૂપ નહીં તે - સિંહ, વાઘ, ચોર આદિ દોષયુક્ત તથા ખાડા, પાષાણ, નીચી ઉંચી ભૂમિ આદિ દોષયુક્ત. એવી રીતે ભાવમાર્ગમાં પણ ચારે ભેદો યોજવા. જેમકે ૧-જ્ઞાનાદિયુક્ત દ્રવ્યલિંગયુક્ત સાધુ તે ક્ષેમ અને હોમરૂપ છે. ૨-ક્ષેમ પણ અમરૂપ. તે ભાવસાધુ પણ કારણે દ્રવ્યલિંગ રહિત હોય. ૩-નિદ્ભવ, ૪-ગૃહસ્થ કે પરતીર્થિક. એ રીતે આ પ્રક્રિયા વડે ચાર ભંગો માગદિમાં યોજવા. આદિના ગ્રહણથી સમાધિ આદિમાં બીજે પણ ચાર ભંગ યોજવા. હવે સમ્યકત્વ અને મિથ્યામાર્ગનું સ્વરૂપ બતાવવા કહે છે| [નિ.૧૧ર થી ૧૧૫-] સખ્યણું જ્ઞાન દર્શન યાત્રિએ ગણ ભેદે પણ ભાવમાર્ગ છે. તીર્થકર ગણધર આદિ સમ્યગૃષ્ટિઓએ યથાવસ્થિત વસ્તુ તવ નિરપણાથી કહ્યો છે અને સમ્યમ્ આચરેલો છે. ચક પરિવ્રાજક આદિએ આચરેલો માગ મિથ્યાત્વ મા-અપ્રશસ્ત માર્ગ છે. તુ શબ્દ દુર્ગતિફળ નિબંધનથી વિશેષણાર્થે છે. સ્વયુથના હોવા છતાં પાશ્ચરથાદિ છજીવનિકાયના હિંસકો કુમાર્ગ આશ્રિત છે, તે બતાવે છે– જે કોઈને જૈનધર્મ સ્પર્યો નથી, શીતલવિહારી છે, ઋદ્ધિ-રસ-સાતા ગૌરવથી ભાકર્મી છે, આધાકમદિના ઉપભોગથી છજીવનિકાયની હિંસામાં ક્ત છે, બીજાને પમ તેવો જ અનુચીર્ણ મોક્ષમાર્ગ ઉપદેશે છે. કહે છે કે - શરીર ધર્મનું આધ સાધન છે. તેમા માની કાળ, સંઘયણાદિ નબળા હોવાથી આધાકમદિના ઉપભોગમાં દોષ નથી, તેઓ આવું કહે છે તેથી કુલિંગમા તીર્થિકો પણ તે માર્ગનો આશ્રય કરે છે. 7 શબ્દથી જૈન સાધુ પણ આવા ઉપદેશથી કુમાર્ગી થાય છે, તો અન્યતીર્થિક વિશે શું કહેવું? પ્રશસ્તશાસ્ત્ર પ્રીતિથી સન્માર્ગ બતાવવા કહે છે - બાહ્ય અત્યંતર ૧૨ પ્રકારનો તપ અને ૧૦ પ્રકારનો સંયમ જેમાં પાંચ આશ્રવથી વિરમણાદિ લક્ષણ છે, તેનાથી પ્રધાન તે તપ-સંયમ પ્રધાન તથા ૧૮,૦૦૦ શીલાંગ ગુણના ધારક જે સાચા સાધુ જીવ, અજીવાદિ લક્ષણ બતાવે છે. - કેવો? આ જગતના બધા જીવોને હિત કરનાર તેનું રક્ષણ કરનાર, તેમને સદુપદેશ દાનથી તે સન્માર્ગના સખ્ય માર્ગજ્ઞને અવિપરીતપણે કહ્યો છે. હવે સન્માર્ગના કાર્યક શબ્દોને બતાવતા કહે છે ૧-દેશથી વિવક્ષિત દેશમાં પહોંચાડે માટે તે “પંથ” છે. તે અહીં ભાવમાર્ગમાં સમ્યકત્વ પ્રાપ્તિરૂપ જાણવો. ૨-માર્ગ-પહેલાથી વિશુદ્ધ, વિશિષ્ટતર માર્ગ. તે અહીં સખ્યણું જ્ઞાન પ્રાપ્તિરૂપ જાણવો. 3-ન્યાય-નિશ્ચયથી લઈ જવું-વિશિષ્ટ સ્થાન પ્રાપ્તિ લક્ષણ જેમાં છે તે ન્યાય. તે અહીં સમ્યક્ ચાત્રિ પ્રાપ્તિ લક્ષણરૂપ જાણવો. સપુરુષોનો આ ન્યાય છે કે સમ્યગદર્શન જ્ઞાન પ્રાપ્તિ બાદ તેના ફળરૂપ સમ્ય ચાત્રિનો યોગ થાય, તેથી ન્યાય શબ્દથી અહીં ચાત્રિ યોગ જાણવો. ૪-વિધિ-ક્રિયા કરવી - સમ્યક્ જ્ઞાનદર્શનની સાથે પ્રાપ્તિ. ૫-શ્રુતિ-ધૈર્ય રાખવું. સમ્યગદર્શન હોય - ચાસ્ત્રિ હોય ત્યારે માષતુષ મુનિ આદિ માફક વિશિષ્ટ જ્ઞાનના અભાવે ધૈર્ય રાખવું. ૬-સુગતિ-સારી ગતિ, આ જ્ઞાનચારિત્રથી સુગતિ, જ્ઞાન અને ક્રિયાથી મોક્ષ એ ન્યાય વડે સુગતિ શબ્દથી જ્ઞાન અને ક્રિયા લીધા. દર્શન, જ્ઞાન - ૪ - માં સમાયેલ જાણવું. -હિત-પરમાર્થથી મુક્તિની પ્રાપ્તિ કે તેનું કારણ, તેમાં સમ્યગુદર્શન જ્ઞાન ચારિત્ર જાણવા. અહીં સંપૂર્ણ સમ્યગ્દર્શનાદિથી મોક્ષમાર્ગવ છે છતાં છૂટા ભેગાનું વર્ણન કરાયું તે પ્રધાનપણું બતાવવા છે, તેમાં દોષ નથી. ૮-સુખસુખનો હેતુ હોવાથી, ઉપશમ શ્રેણિમાં અપૂર્વકરણ, અનિવૃત્તિ, બાદર અને સૂક્ષ્મ સંપરાયરૂપ ગણ ગુણસ્થાન છે. ૯-પચ્ચ-મોક્ષમાર્ગમાં હિતકારી. તે ક્ષાપક શ્રેણિમાં પૂર્વોક્ત ત્રણ ગુણસ્થાન છે. ૧૦-શ્રેય-ઉપશમ શ્રેણિની મસ્તકાવસ્થા-ઉપશાંત સર્વ મોહાવસ્થા. ૧૧નિવૃત્તિ-નિવૃત્તિનો હેતુ-ક્ષીણ મોહાવસ્થા, મોહનીયના નાશે અવશ્ય નિવૃત્તિ થાય. ૧૨-નિવણિ-ઘનઘાતિ ચાર કર્મના ક્ષયથી કેવલજ્ઞાનની પ્રાપ્તિ. ૧3-શિવમોક્ષ પદ. તેના કરનાર શૈલેશી અવસ્થા ગમન. - આ પ્રમાણે મોક્ષમાર્ગીપણાથી કિંચિત્ ભેદથી ભેદ વર્ણવ્યા જો કે આ બધાં મોક્ષમાર્ગના એકાર્ષિક પર્યાય શબ્દો છે. નામ નિષ્પન્ન નિક્ષેપો પૂરો થયો. હવે - x • સૂત્રને બતાવે છે. • સૂત્ર-૪૯૭ થી પ૦૦ : મતિમાન માહણે કયો માર્ગ કહ્યો છે જે જુ માનિ પામીને જીવ દુસર સંસાર પાર કરી જાય છે... હે ભિક્ષુ ! શુદ્ધ, સર્વ દુઃખ વિમોક્ષી, અનુત્તર તે માનિ જેમ આપ જાણતા હો તે હે મહામુનિ કહો...જે કોઈ દેવ કે મનુષ્ય પૂછે તો તેમને કયો માર્ગ બતાવવો તે અમને કહો... જે કોઈ દેવ કે મનુષ્ય તમને પૂછે તો તેમને જે સંક્ષિપ્ત માર્ગ કહેવો જોઈએ, તે તમે મારી પાસેથી સાંભળો. • વિવેચન-૪૯૭ થી ૫૦૦ : [૪૯] સૂત્રચનાની વિચિત્રતા અને ત્રિકાળ વિષયપણાથી આ સૂત્ર પ્રશ્નકતને આશ્રીને બનેલું છે. તેથી જંબુસ્વામી સુધમાંસ્વામીને પૂછે છે . આ ત્રણ લોકમાં મોક્ષ પ્રાપ્તિ માટે સમર્થ કેવો માર્ગ ભગવંતે બતાવ્યો છે, જે ભગવંત ત્રણ લોક જીવોનો ઉદ્ધાર કરવામાં સમર્થ એકાંત હિતકારી. મા-હણ એમ ઉપદેશ પ્રવૃત્તિવાળા તીર્થકર છે. તેઓ લોકાલોક અંતર્ગતુ સૂક્ષ્મ વ્યવહિત વિપકૃષ્ટ ભૂત-ભાવિ-વર્તમાન પદાર્થ કહેનાર કેવળજ્ઞાન નામક મતિ જેની છે તેવા મતિમાનું. તેણે જે પ્રશસ્ત ભાવમાનિ યથાવવસ્થિત પદાર્થ સ્વરૂપની નિરૂપણથી સરળ. સામાન્ય વિશેષ નિત્ય અનિત્યાદિ સ્યાદ્વાદ ચુત એવા જ્ઞાન,
SR No.009035
Book TitleAgam 02 Sutrakritanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 02, & agam_sutrakritang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy