SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૧૦/-/૪૮૯ થી ૪૪ ૨૨૩ જ કુલદાયી છે, જ્ઞાન ફળદાયી નથી, કેમકે સ્ત્રી અને ભક્ષ્યના ભોગનો જ્ઞાતા, ફક્ત જ્ઞાનથી સુખ પામતો નથી. તેનાથી વિપરીત અક્રિયાવાદી જ્ઞાનને જ આપે છે તેનું સ્વરૂપ આગળ કહેવાશે. આ વિવિધ અભિપ્રાયવાળા માણસો ક્રિયા-કિયાવાદી પૃથક્ વાદનો આશ્રય કરી મોક્ષના હેતુરૂપ ધર્મને ન જાણતા આરંભમાં સક્ત, ઇન્દ્રિયોને વશ થયેલા, રસ-સાતા-ગૌરવના અભિલાષી આ પ્રમાણે કરે છે - નવા જન્મેલા બાળને તે અવિવેકી અજ્ઞ ટકડા કરી ખાઈને આનંદ માને છે, તે જ રીતે પરને પીડા કરતો અસંયત પરસ્પર હિંસાથી સેંકડો ભવના અનુબંધવાળા વૈરની વૃદ્ધિ કરે છે. પાઠાંતર મુજબ અજ્ઞાની હિંસાદિ કર્મમાં પ્રવૃત અને દયાહીન બની ધૃષ્ટતાથી, વૈર વધારે છે. [૪૯] આયુષ્ય-જીવનના ફાયને આરંભમાં પ્રવૃત્ત જાણતો નથી. જેમ પાણીના દ્રહમાં ફાટ પડતાં પાણી વહી જાય તેને માછલું જાણતું નથી. અબુધ એવો છે - આ મારું છે, હું તેનો સ્વામી છું એમ માની સાહસ-મૂર્ખતા કરે છે. તે આ પ્રમાણે - કોઈ વણિકુ મહા કલેશથી મૂલ્યવાન રત્નો કમાઈને ઉની બહાર રહ્યો, તેણે વિચાર્યું કે સા, ચોર કે ભાઈઓ લઈ ન લે માટે રાત્રે પ્રવેસીશ. વિચારતા રાત્રિ પુરી થઈ, તે તેણે ન જાણ્યું. સવારમાં પ્રવેશ્યો ત્યારે રાજપુરષોએ રનો પડાવી લીધા. તેમ બીજા પણ મનુષ્યો શું કરું? એવી આકુળતાથી પોતાના આયુાયને ન જાણતા પરિગ્રહ અને આરંભમાં વર્તતા મહાપાપી થાય, કામભોગમાં રત બનીને દિન-રાત દ્રવ્ય પ્રાપ્તિની ચિંતામાં મમ્મણશેઠ માફક આધ્યાનમાં કાયાથી પીડાય છે તેથી કહે છે - અજ્ઞાની ધનની કામનાથી પીડાય છે, જીવિત અને ધનને શાશ્વત માને છે તેવી રીતે આર્તધ્યાની વિચારે છે - સાથે ક્યારે જશે? કેટલો માલ છે? કયાં જવું છે? તથા પહાડ ખોદાવે, ખાણ ખોદાવે, જીવહિંસા કરે, રાખે ન સુવે, દિવસે શંકિત રહે. આ રીતે ચિત્તની પીડાથી સંલેશ પામી, તે મૂઢ અજરામર વણિકની માફક, આત્માને અજરામર માની શુભ અધ્યવસાયના અભાવે નિત્ય આરંભમાં પ્રવર્તે છે. [૪૯૧] ધન તથા પશુઓને છોડીને - તેમાં મમત્વ ન કરે, જે પૂર્વપિર સંબંધી માતાપિતાદિ અને શ્વશરાદિ, પ્રિયમિત્રાદિ - X - પરમાર્થથી કંઈ કરતા નથી, તે ધનપશુ-બંધ-મિત્રનો અર્થી ફરી ફરી બોલે છે. હે માતા !, હે પિતા! અને શોકાકુલ થઈ હે છે, તેઓ મળતા મોહ પામે છે. કંડરીક જેવો રૂપવાનું મખ્ખણ જેવો ધનવાનું, તિલક જેવો ધાન્યવાન માફક આ અસમાધિવાનું મોહ પામે છે. તેણે મહા કષ્ટ અને જીવહિંસા કરી મેળવેલ ધન તેના જીવતા કે મર્યા પછી હરી લે છે, તેનો કલેશ કેવળ પાપનો બંધ જ છે, તેમ માની પાપકર્મ તજી, તપ કરવો. [૪૯૨ તપ-ચરણનો ઉપાય બતાવે છે - જેમ મૃગ આદિ ક્ષુદ્ર પશુ જંગલમાં ફરે ત્યારે ચારે બાજુ શંકાથી જુએ કે પીડાકારી સિંહ, વાઘ આદિને દૂચી તજીને વિચરે, તેમ મર્યાદાવાનું સારી રીતે ધર્મને સમજીને પાપ-કર્મને મન-વચન-કાયાથી દુરથી જ તજે અને સંયમમાં રહી, તપ કરે. સિંહના ભયથી દૂર રહેતા મૃગની જેમ ૨૪ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ સાવધ અનુષ્ઠાન તજી દે. • સૂત્ર-૪૯૩ થી ૪૯૬ : સબુધ્યમાન, મતિમાનું મનુષ્ય હિંસા પસૂત દુ:ખને વૈરાનુબંધી અને મહાભયકારી માની, પાપથી આત્માને દૂર કરે...આભગામી મુનિ અસત્ય ન બોલે, તે સ્વયં ન કરે, ન કરાવે, કરતાને સારા ન માને, એ જ નિર્વાણિ અને સંપૂર્ણ સમાધિ છે...અમૂર્શિત અને અનધ્યપwa સાધક પ્રાપ્ત આહારને દૂષિત ન કરે. ધૃતિમાન, વિમુક્ત ભિક્ષુ પૂજનનો અર્થ કે પ્રશંસા કામી બની ન વિચરે...ગૃહથી નિષ્ક્રમણ કરી નિરપેક્ષ થાય, કાયાનો વ્યુત્સર્ગ કરી, નિદાનરહિત બને. જીવન-મરણની આકાંક્ષા ન કરે. સંસારથી મુક્ત થઈ વિચરે. - તેમ હું કહું છું.• વિવેચન-૪૯૩ થી ૪૯૬ : [૪૩] મનન કરવું-વિચારવું તે મતિ. તે જેની સારી હોય તે મતિમાનું. * * • એ શોભન મતિયુક્ત મુમુક્ષુ મનુષ્ય સમ્યફ શ્રુતયાત્રિ નામક ધર્મ કે ભાવસમાધિ જાણીને શાસ્ત્રોક્ત સંયમાનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરતો, નિષિદ્ધ આચરણને છોડે, તે બતાવે છે • હિંસા, જૂઠ આદિ કર્મચી આત્માને દૂર રાખે. નિદાનના ઉચ્છેદથી નિદાનીનો ઉચ્છેદ થાય તેમ બધાં કર્મના ક્ષયને ઇચ્છતો સાધુ પહેલાથી જ આશ્રવનો રોધ કરે. વળી હિંસાથી કે તેના થકી ઉત્પન્ન અશુભ કર્મો નકાદિ યાતના સ્થાનોમાં દુ:ખદાયી થાય છે, તથા સેંકડો, હજારો ભવે ન છૂટે તેવા વૈરાનુબંધ થાય છે, પરસ્પરથી મહાભય થાય છે, એમ માનીને મતિમાનું આમા પાપથી નિવર્તે. પાઠાંતરથી વ્યાપારરહિત થયેલો કોઈનો ઘાત ન કરે, તેમ સાધુ પણ સાવધાનુષ્ઠાન રહિત હોવાથી જીવહિંસા છોડે. | [૪૯૪) મોક્ષ માર્ગે જનારો કે આત્મહિતગામી કે આપ્યું તે પ્રક્ષીણ દોષ, સર્વજ્ઞ, તેમણે કહેલા માર્ગે જનાર સાધુ જૂઠું કે અયથાર્થ ન બોલે, સત્ય પણ જીવહિંસક ન બોલે, આવો મૃષાવાદ ત્યાગ તે સંપૂર્ણ ભાવસમાધિ કે નિવણ કહ્યું છે. સંસારીને સમાધિ ન્હાવું, ખાવું આદિ છે કે શબ્દાદિ વિષયથી છે, પણ તે અલપકાલીન હોવાથી દુ:ખ પ્રતિકાર માટે સંપૂર્ણ છે. તેથી મૃષાવાદાદિ વ્રતોનો અતિયાર સ્વયં ન કરે, ન કરાવે કે કરનારાને મન, વચન, કાયાથી અનુમોદે નહીં - હવે ઉત્તરગુણ કહે છે [૪૯૫] ઉદ્ગમ, ઉત્પાદન, એષણા દોષરહિત શુદ્ધ આહાર પ્રાપ્ત થાય પછી સાધુ રાગ-દ્વેષ કરીને દૂષિત ન કરે. કહ્યું છે - હે જીવ! પૂર્વે ૪૨-દોષરૂપ ગહન સંકટમાં તું ન ફસાયો, ધે રાગ-દ્વેષથી આહાર કરીને ન ફસાઈશ. તેમાં પણ સણની મુખ્યતા કહે છે - કોઈ વખત ઉત્તમ આહાર મળે તો તેમાં મૂછ કે વૃદ્ધિ કરીને ન ખાઈશ તથા તેવો આહાર ન મળે તો ફરી-ફરી અભિલાષા કરતો નહીં, કેવલ સંયમયાત્રાર્થે જ આહાર વાપરજે. પ્રાયઃ શાસ્ત્રજ્ઞ પંડિત પણ વિશિષ્ટ આહાર મળતા આસક્ત થાય છે. તેથી જ અમૂર્ણિત અને અનાસક્ત એવા બે વિશેષણો કહ્યા છે.
SR No.009035
Book TitleAgam 02 Sutrakritanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 02, & agam_sutrakritang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy