SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮/ભૂમિકા ૧૯૩ ૧૯૪ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ થતા વિષય ગ્રહણ કરે તેવી સંભાવના રહે છે.-- હવે આધ્યાત્મિક વીર્ય કહે છે - [નિ.૯૬] આત્મ સંબંધી, તે અધ્યાત્મ, તેમાં જે રહે તે આધ્યાત્મિક. અર્થાત આંતરશક્તિ જનિત-સાત્વિક. તે અનેક પ્રકારે છે - તેમાં ઉધમ એટલે જ્ઞાન, તપ, અનુષ્ઠાનાદિમાં ઉત્સાહ. તેને પણ સંભવ, સંભાવ્ય બે ભેદ યોજવા. ધૃતિ એટલે સંયમમાં ધૈર્ય-ચિત સમાધાન. ધીરવ એટલે પરીષહ-ઉપસર્ગમાં ચલાયમાન ન થવું. શૌડીય-એટલે ત્યાણ સંપન્નતાભરત ચક્રવર્તીને છ ખંડનું રાજ્ય છોડતા પણ મનમાં આંચકો ન લાગ્યો અથવા દુઃખમાં ખેદ ન કરે અથવા વિષમ કર્તવ્ય આવે છતાં બીજાની મદદ ઇચ્છા વિના, આ મારું જ કર્તવ્ય છે, એમ માનીને ખુશ થતો તે કાર્ય કરે. ક્ષમાવીર્ય એટલે કોઈ ગમે તેટલો આક્રશ કરે તો પણ મનથી લેશમાત્ર ક્ષોભ ન પામે. પણ આ રીતે વિચારે - ભાવના ભાવે કોઈ આકોશ કરે ત્યારે બુદ્ધિમાને તવા ગવેષણા મતિ રાખવી કે જો તેનો ક્રોધ સારો છે તો રોષ શું કરવો? જો ખોટો છે, તો રોષનો અર્થ શું ? વળી આકોશ, હનન, મારણ તે ધર્મભ્રષ્ટ મૂર્ણ જીવોને સુલભ છે, તેવા સમયે ધીર પુરુષ એ ત્રણેમાં અનુક્રમે વધુ લાભ છે તેમ માને. ગાંભીર્ય-પરિષહ ઉપસર્ગમાં ન ડરવું અથવા બીજાને ચમત્કાર પમાડે તેવું ઉત્કૃષ્ઠ અનુષ્ઠાન હોય તો પણ અહંકાર ન કરે. કહ્યું છે • ઘડામાં ખોબા જેટલું ઓછું પાણી હોય તો પણ ઉછળે, ઝાંઝરમાં ઘુઘરી અવાજ કરે. પણ ભરેલ ઘડો ના છલકાય, રત્નજડિત આભૂષણ ન ખણકે. ઉપયોગ વીર્ય સાકાર-અનાકાર ભેદથી બે પ્રકારે છે. તેમાં સાકાર ઉપયોગ આઠ પ્રકારે છે, અનાકાર ઉપયોગ ચાર પ્રકારે છે. તેનાથી ઉપયોગવાળો, પોતાના વિષયનો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવરૂપે પરિચ્છેદ કરે-સમજે. યોગ વીર્ય મન-વચનકાયાથી ત્રણ ભેદે છે. તેમાં મનોવીર્ય તે અકુશળ મનનો વિરોધ અને કુશળ મનનું પ્રવર્તન અથવા મનનું એકવીભાવ કરણ. મનોવીર્યથી જ નિર્ગસ્થ સંયતોના પરિણામોમાં વૃદ્ધિ કે સ્થિરતા પ્રાપ્ત થાય છે. વચનવીર્યથી બોલનારો પુનરતિ રહિત અને નિવધ વચન બોલે. કાયવીર્ય તે હાથ-પગ સ્થિર રાખી કાચબા માફક બેસે. તપોવીર્ય તે બાર પ્રકારે તપ ઉત્સાહથી કરે, ખેદ ન કરે. ( આ પ્રમાણે ૧૩ ભેદે સંયમ, એકવ આદિ ભાવનાના બળથી જે પ્રવૃત્તિ તે સંયમ વીર્ય, મને સંયમમાં કઈ રીતે અતિયાર ન લાગે. એ રીતે અધ્યવસાયીની પ્રવૃત્તિ ઇત્યાદિ અધ્યાત્મવીર્ય વગેરે ભાવ વીર્ય છે. વીર્યપ્રવાદ પૂર્વમાં અનંત વીર્યનું પ્રતિપાદન છે - કેવી રીતે? - જે કારણે અનંત અર્ય પૂર્વ છે, તે પ્રમાણે વીર્ય પણ સમજવું. તેનું અનંત અર્થપણું આ પ્રમાણે સમજવું - બધી નદીઓની રેતીની જે ગણના થાય, તેના કરતાં ઘણો વધુ અર્થ એક પૂર્વનો હોય છે. આ પ્રમાણે પૂર્વમાં અનંત અર્થપણું છે. તેના અર્થથી વીર્યની અનંતતા જાણવી. આ બધું વીર્ય ત્રણ પ્રકારે છે તે બતાવવા કહે છે [નિ.૯૭] આ બધું ભાવવી પંડિત, બાળ, મિશ્ર ભેદથી ત્રણ પ્રકારે છે. તેમાં [3/13 સાધુઓને પંડિતવીર્ય છે અને બાલપંડિત વીર્ય ગૃહસ્થોને છે. સાધુઓનું પંડિતવીર્ય સાદિ સપર્યવસિત છે, જ્યારે તે સર્વવિરતિ લે ત્યારે તે સાદિ-આરંભ છે અને સિદ્ધાવસ્થામાં તેનો અભાવ થતાં સાંત છે બાળપંડિત વીર્ય દેશવિરતિ ગ્રહણ કરે ત્યારે સાદિ છે અને સર્વવિરતિ લે અથવા વ્રતભંગ કરે ત્યારે તે સાંત છે. બાળવીય તે અવિરતિ લક્ષણ અભવ્યોને અનાદિ અનંત છે અને ભવ્યોને અનાદિ સાંત છે, સાદિ સાંત તે વિરતિ લઈને ભાંગે તેથી અવિરતિ ‘સાદિ' થાય છે. ફરીથી જઘન્યથી અંતમહતમાં અને ઉત્કૃષ્ટથી અપાઈ યુગલ પરાવર્તન કાળમાં વિરતિ સદભાવ થતા ‘સાંત' છે. સાદિ અનંત બાલવીર્ય અસંભવ છે અથવા પંડિત વીર્ય સર્વવિરતિ રૂપ છે, વિરતિ તે ચારિ-મોહનીયના ક્ષય, ક્ષયોપશમ કે ઉપશમ એ ત્રણ ભેદે છે. તેથી વીર્યના પણ તે જ ત્રણ ભેદો થાય છે. આ રીતે નામ નિષજ્ઞ નિક્ષેપો પુરો થયો. હવે સૂવાનુગમમાં અખલિતાદિ ગુણવાળા સૂત્રને કહે છે. • સૂત્ર-૪૧૧,૪૧૨ - વખ્યાત તીર્ય બે પ્રકારે કહેલું છે, વીરપુરનું વીરત્વ શું છે? તેને વીર શા માટે કહે છે ?...હે સુવતો ! કોઈ કર્મને વીર્ય કહે છે, કોઈ અકમને વીર્ય કહે છે. આ બંને સ્થાન વડે મત્સ્યલોકના માનવી જણાય છે. • વિવેચન-૪૧૧,૪૧૨ : - પ્રત્યક્ષ ઉપદેશ આપતા કહે છે કે - તીર્થકર આદિ વડે વીર્યના બે ભેદ સારી રીતે કહેવાયા છે. - x• વિશેષથી પ્રેરણા કરે તે ‘વીર' અર્થાત અહિતને પ્રેરણા કરી દૂર કરે તે વીર્ય એટલે જીવનશક્તિ. વીર-સુભટનું વીરત્વ કયું છે ? કયા કારણથી તેને વીર કહે છે. - x • તે વીર્ય શું છે ? અથવા તે વીરનું વીરવ શું છે ? ભેદ દ્વારથી વીર્યના સ્વરૂપને જણાવવા કહે છે - કર્મ એટલે ક્રિયાનુષ્ઠાનને કેટલાંક વીર્ય કહે છે અથવા આઠ પ્રકારના કમને કારણમાં કાર્યનો ઉપચાર કરવો તેને જ વીર્ય કહે છે. તેથી જણાવે છે - દયિક ભાવ નિપજ્ઞ કર્મ તે વીર્ય છે. ઔદયિક ભાવકર્મ ઉદયમાં હોય તે બાલવીય છે. હવે અકર્મ-બીજો ભેદ કહે છે. જેને કર્મ ન હોય તે અકર્મ-વીય રાયના ફાયથી જનિત જીવનું સહજ વીર્ય તે અકર્મ. = શબ્દથી ચારિત્ર મોહનીયના ઉપશમ કે ક્ષયોપશમજનિત [પણ અકર્મ છે]. હે સુવતા! આવુ પંડિતવીર્ય તમે જાણો. આ બે સ્થાન વડે સકર્મક કે અકર્મકથી મેળવેલ બાલ કે પંડિતવીર્ય થકી વ્યવસ્થિત તે વીર્ય કહેવાય છે. આ બે વડે અથવા આ બે ભેદની વ્યવસ્થા માણસોમાં દેખાય છે કે કહેવાય છે. તેથી જ જુદી જુદી ક્રિયામાં પ્રવર્તમાન ઉત્સાહ, બળયુક્ત માણસને જોઈને તે લોકો કહે છે કે આ વીર્યવાન માણસ છે તથા વીર્યને રોકનારા કર્મના ક્ષયથી અનંતબળયુક્ત આ માણસ છે એમ કહેવાય છે અને દેખાય છે. આ બાળવયને કારણમાં કાર્યનો ઉપચાર કરવાથી વીર્યપણે કર્મ જ કહ્યું છે. હવે કારણમાં કાર્યના ઉપચારથી જ પ્રમાદને કમરૂપે બતાવે છે.
SR No.009035
Book TitleAgam 02 Sutrakritanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 02, & agam_sutrakritang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy