SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/-/૩૯૯ થી ૪૦૨ ૧૮૩ અશરણ થઈને રૂદન કરે છે, ફક્ત કરુણ આકંદન કરે છે, તથા ખગ વગેરેથી છેદાય છે. આ પ્રમાણે ત્યાં કદર્થના પામવાથી, ત્રાસ પામીને તે નાસભાગ કરે છે. તેઓ સકર્મી-પાપી છે. જીવો સર્વત્ર પૃથ-પૃથક્ રહેલા છે, એમ જાણીને ભિક્ષણ-શીલ-સાધુ વિચારે કે પ્રાણીઓને દુ:ખ દેનારા સ્વયં સંસારે ભમીને દુ:ખ પામે છે. માટે વિદ્વાને તેવા પાપોથી વિરત બનીને, પાપના અનુષ્ઠાનથી આત્માને ગુપ્ત રાખી-આત્મગુપ્ત અર્થાત્ મન, વચન, કાયાથી ગુપ્ત બને. બસ અને સ્થાવર જીવોને જાણીને તેનો ઉપઘાત કરનારી કિયાથી નિવૃત્ત થાય. - હવે પોતાના જૂથના [જૈન સાધુ કુશીલો જે બોલે છે, તે કહે છે - જે. શીથીલવિહારી સાધુઓ ધર્મ વડે પ્રાપ્ત એવી ઔદ્દેશિક, ક્રીત, કૃતાદિ દોષરહિત એવા પ્રકારની દોષરહિત ગૌચરી લઈને સખી મુકે - સંનિધિ કરીને ખાય છે તથા જેઓ અચિત જળ વડે પણ ગોપાંગ સંકોચીને અસિત પ્રદેશમાં જ દેશથી કે સર્વથી સ્નાના કરે છે, તથા જે વસ્ત્રોને ધુવે છે, શોભાને માટે અને લાંબુ હોય તો ફાડીને ફેંક કરે અથવા ટુંકાને સાંધીને લાંબુ કરે. વળી આ પ્રમાણે સ્વાર્થને માટે કરે કે બીજાને માટે કરે, તો આવા સાધુ નિર્મન્થ ભાવના સંયમ અનુષ્ઠાનથી દૂર રહે છે - તેને સંયમ હોતો નથી. આ પ્રમાણે તીર્થકર, ગણધર આદિ કહે છે. કુશીલો કહ્યા, હવે તેના વિપરીત સુશીલોને વર્ણવે છે. – “ધી” વડે શોભે તે ધીર-બુદ્ધિમાન, જળના સમારંભમાં કર્મબંધ થાય એવું સમજીને શું કરે ? પ્રાસુક જળ વડે, સૌવીર આદિ અયિત પાણીથી પ્રાણોને ધારણા કરે, ઘ શબ્દથી બીજો પણ આહાર પ્રાસુક લઈને જ જીવન ગુજારે. આ પ્રમાણે તે દીક્ષા લીધી ત્યાંથી મોક્ષ થાય ત્યાં સુધી અથવા ધર્મના કારણોનું આદિભૂત શરીર, તેની વિમુક્તિ થાય ત્યાં સુધી અર્થાત્ આજીવન અયિત આહાર-પાણી વાપરે. વળી તે સાધુ બીજ-કંદ આદિ ન વાપરે. આ શબ્દથી મૂળ, પત્ર, ફળનો પણ ત્યાગ કરે. મૂળ આદિ અપરિણતનો ત્યાગ કરી વિરત થાય. – કેવી રીતે ? – તે બતાવે છે. નાન, અત્યંગન, ઉદ્વર્તનાદિ કિયા અને શરીરનું મમત્વ છોડીને તથા ચિકિત્સાદિ ક્રિયા ન કરીને વિરત થાય. તેમજ સ્ત્રીઓથી પણ દૂર રહે. વસ્તિનિરોધ - બ્રહ્મચર્યના ગ્રહણથી બીજા પણ આશ્રવો ત્યારે તેમ સમજવું. આ પ્રમાણે બધાં આશ્રવહારોથી વિરત થયેલો કુશીલ દોષો ન સેવે અને તેના યોગના અભાવે સંસારે ભમતો નથી. તેનાથી દુઃખી થઈ હવું પડતું નથી, તેમજ વિવિધ ઉપાયો વડે છેદનભેદન પામતો નથી. ફરી પણ કુશીલોને આશ્રીને કહે છે– • સૂત્ર-૪૦૩ થી ૪૦૬ : જેણે માતા, પિતા, ઘર, યુઝ, પશુ અને ધનને છોડીને (દીક્ષા લીધી, પછી પણ સ્વાદિષ્ટભોજી કુલો પતિ ઘડે છે, તે થામણયથી દૂર છે. જે સ્વાદિષ્ટ કુલો પતિ દોડે છે, ઉદરપૂર્તિ માટે ગૃદ્ધ બની ધર્મ કહે છે, ૧૮૮ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ ભોજનાર્થે આત્મપ્રશંસા કરે છે, તે આચાર્યના સેંકડે ભાગે પણ નથી. દીu લઈ જે પર-ભોજન માટે દીન બને છે. ઉદરાર્થે ગૃદ્ધ બની ભાટ ચારણની જેમ પ્રશંસે છે, તે આહામૃદ્ધ સુવરની જેમ જદી નાશ પામે છે. જે આલોકના જ્ઞાન નિમિતે સેવકની જેમ પિયવચનો બોલે છે તે પાસ્થિ અને કુશીલ છે. ધાન્યના ફોતરા જેવો નિસાર બને છે. • વિવેચન-૪૦૩ થી ૪૦૬ : જે કેટલાંકને સમ્યમ્ ધર્મ પરિણત થયો નથી, તેઓ માતા-પિતાને છોડીને, માતા-પિતા છોડવા દુકર હોવાથી તેનું ગ્રહણ કર્યું છે. તેથી ભાઈ અનો દોહિત્રાદિને પણ ત્યજીને એમ જાણવું. તથા ઘર, સંતાન, હાથી, ઘોડા, રથ, ગાય, ભેંસ આદિને અને ધનને ત્યજીને સમ્યક્ પ્રવજ્યા માટે ઉધમી બનીને અથર્ પાંચ મહાવ્રતના ભારને ખંભે ચડાવીને ફરી હીનસવપણે સ-સાતાદિ ગાવમાં વૃદ્ધ બનીને જે સ્વાદવાળા-ભોજનવાળુ ઘરોમાં જાય છે, તેઓ શ્રમણભાવથી દૂર રહે છે, તેમ તીર્થંકરગણધરો કહે છે. - જેઓ સ્વાદિષ્ટ ભોજનવાળા કુળોમાં જાય છે, તથા જઈને ત્યાં ધર્મ કહે છે અથવા ભિક્ષાર્થે પ્રવેશેલો, જેને જેવું રૂચે તેવું કથાનક-સંબંધ તેને કહે છે. કેવો બનીને? તે કહે છે. ઉદર માટે ગૃદ્ધ બનીને - પેટ ભરવામાં વ્યગ્ર - પેટભરો બનીને. અર્થાત્ જે પેટ માટે આસક્ત બનીને આહારાદિ નિમિતે દાનની શ્રદ્ધાવાળા કુળોમાં જઈને કથાનિકા કહે છે, તે કુશીલ છે. તે આચાર્ય અથવા આર્યના ગુણોમાંના સોમાંહજારમાં ઇત્યાદિ ગુણોથી પણ નીમ્નકક્ષાએ વર્તે છે. કેમકે જે અન્નને માટે થતું ભોજનનિમિતે કે બીજા કોઈ વસ્ત્ર આદિ નિમિતે પોતાના ગુણો બીજા પાસે પ્રગટ કરાવે તે પણ આર્યોના ગુણોના હજારમાં અંશે વર્તે છે, તો પછી પોતાની મેળે જ પોતાના ગુણો ગાવા લાગે, તેનું તો કહેવું જ શું? - વળી જે પોતાનું ધન, ધાન્ય, સુવર્ણ આદિ છોડીને દીક્ષા લે છે અને લઈને બીજાના આહારના વિષયમાં દીનતા ધારણ કરી જીભ-ઇન્દ્રિયથી પરવશ બનીને ભાટ-ચારણ જેવો બનીને પોતાના મુખેથી ગમે તેવા પ્રશંસા વાક્યો દૈન્યભાવથી બોલે છે, જેમકે - તે તમે જ છો, જેના ગુણો દશે દિશાઓથી કોઈના રોકાયા વિના વહ્યા કરે છે. લોકોની વાતોમાં પણ આ ગુણો સાંભળેલા છે, પણ પ્રત્યક્ષ તમને આજે જોયા છે. આ રીતે ઉદરપેટ માટે વૃદ્ધ-આસક્ત થયેલો, જેમ સૂકાદિ મૃગ માટે જે ભક્ષ્ય વિશે, રાખેલ હોય, તેમાં ગૃદ્ધ-આસક્ત મનવાળો થઈને પોતાના જૂથને લઈને કોઈ મહાકાય સુવર, તે આહાર માટે વૃદ્ધ થયેલો અતિ સંકટમાં પડીને શીઘ જ વિનાશને પામે છે અર્થાત અવશ્ય તેનો વિનાશ જ થાય છે, તેની બીજી કોઈ ગતિ જ નથી, તેમ આ કુશીલ સાધુ પણ આહારમાં આસક્ત થઈને સંસારમાં પુનઃપુનઃ વિનાશ પામે છે. - વળી તે કુશીલ અા કે પાણી માટે અથવા અન્ય ઇચ્છિત વસા આદિ માટે
SR No.009035
Book TitleAgam 02 Sutrakritanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 02, & agam_sutrakritang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy