SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૧/3/૨૩ છે. આ રીતે જીવને શરીરમાં રહેલો સિદ્ધ કર્યો. આ જ પ્રમાણે સ્યાદ્વાદરૂપી કુહાડા વડે કુતર્કોની સાંકળ છેદવી જોઈએ. આ પ્રમાણે આત્માને જાણ્યા બાદ શુભાશુભ કર્મના ભોક્તા આત્માનો આલાપ ન કQો. છતાં જો કોઈ અજ્ઞાની - કુતર્કરૂપ તિમિરથી નષ્ઠ જ્ઞાન ચક્ષવાળો જીવ અકાય જીવોનો પલાપ કરે છે, તે સર્વ પ્રમાણથી સિદ્ધ એવા આત્માનો પણ અલાપ કરે છે. એ રીતે જેઓ “હું નથી” એમ આત્માને ન માને તે અકાય જીવોને પણ માનતો નથી. કેમકે જે હાથ, પગ આદિ યુક્ત શરીરમાં રહેલા આત્માનો અપલાપ કરે છે, તે અવ્યકત ચેતનાવાળા અકાયને કઈ રીતે માને ? આ પ્રમાણે અનેક દોષનો સંભવ જાણી ‘અકાય જીવ નથી' તેમ અસત્ય ન બોલવું. આ વાત સમજીને સાધુઓએ અપકાયનો આમ ન કરવો પણ શાયાદિ મતવાળા તેનાથી ઉલટા છે તે સૂત્રમાં દશવિ છે– • સૂત્ર-૨૪ : (હે શિષ્ય ) લજજા પામતા એવા આ શાયાદિ સાધુઓને તું છે ! કે જેઓ “અમે અણગાર છીએ” એમ કહીને અપકાયના જીવોનો અનેક પ્રકારના શો દ્વારા સમારંભ કરતા બીજ જીવોની પણ હિંસા કરે છે. આ વિષયમાં ભગવતે પરિજ્ઞા કહી છે. આ ક્ષણિક જીવિતના વંદન, માનન, પૂજનને માટે; જન્મ તથા મરણથી છૂટવા માટે અને દુઃખના વિનાશ માટે તેઓ સ્વયે જ જળના શાનો સમારંભ કરે છે, બીજા દ્વારા જળના શોનો સમારંભ કરાવે છે, જળનો સમારંભ કરતા અન્યોનું અનુમોદન કરે છે. આ સમારંભ તેમના અહિત માટે અને બોધિદુર્લભતા માટે થાય છે. આ વાતને જાણીને સંયમનો સ્વીકાર કરીને ભગવત કે તેમના સાધુ પાસે ધર્મ સાંભળીને વાત જાણે છે કે આ (અકાય સમારંભ) નિશ્ચયથી ગ્રંથિ છે, મોહ છે, સાક્ષાત મૃત્યુ છે અને નરક છે. -તો પણ) તેમાં આસક્ત થઈને મનુષ્ય વિવિધ શો દ્વારા અપૂકાયની હિંસામાં સંલગ્ન થઈને અકાય જીવોની તથા તેના આશ્રિત અન્ય અનેક જીવોની હિંસા કરે છે. તે હું કહું છું કે પાણીના આશ્રયે અન્ય અનેક જો રહેલા છે. (આવા જ પ્રકારનું સૂત્ર પૃથ્વીકાય સમારંભનું પણ છે. જુઓ હૃપ-૧૬ અને ૧૭) પોતાની પ્રવજ્યાનો દેખાવ કરતા એવા અથવા સાવધ અનુષ્ઠાનથી લજિત થનારા. એવા શાક્ય, ઉલૂક, કણભક, કપિલ આદિના શિષ્યો તેમને તું જો એવું (જૈનાચાર્યો) શિષ્યને કહે છે. અહીં અવિવક્ષિત કર્મ છે તે આ પ્રમાણે - ‘જો, મૃગ દોડે છે' અહીં દ્વિતીયાના અર્થમાં પ્રથમાનો પ્રત્યય છે. તેનો આ અર્થ છે - શાયાદિ સાધુઓ દીક્ષા લીધી છે છતાં સાવધ અનુષ્ઠાન કરે છે તેઓ પોતાને સાધુ કહે છે, એ વાત વ્યર્થ છે. કેમકે તેઓ ઉસિંચન, અગ્નિ, વિધાપન આદિ શોથી વંકાય અને પપ્પાય શો વડે ઉદકકર્મનો સમારંભ કરે છે. આવા ઉદકકર્મના સમારંભ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ વડે અથવા ઉદકશસ્ત્ર વડે વનસ્પતિ તથા બેઇન્દ્રિયાદિ વિવિધ જીવોને હણે છે. અહીં નિશ્ચયથી ભગવંતે પરિજ્ઞા કહી છે જેમ આ જીવિતવ્યના જ પરિવંદન, માનન, પૂજન, જન્મ-મરણથી મૂકાવાને માટે તથા દુ:ખનો નાશ કરવા પોતે પાણીના જીવોનો સમારંભ કરે છે, બીજાઓ પાસે સમારંભ કરાવે છે અને સમારંભ કરનારાને અનુમોદે છે. આવો ત્રિવિધ ઉદક સમારંભ તે જીવને અહિતને માટે તથા અબોધિના લાભને માટે થાય છે. આ બધું સમજનારો પુરુષ ગ્રહણ કરવા યોગ્ય સમ્યગ્દર્શનાદિ સારી રીતે ભગવંત કે તેના સાધુ પાસે સાંભળીને જાણે છે કે-આ અપ્લાયને દુ:ખ દેવું તે પાપસમૂહ એકઠો થવા રૂ૫ ગ્રંથ, મોહ, મરણ અને નર્કને માટે છે. છતાં - આ અર્થમાં આસક્ત થયેલો લોક અપકાયના જીવને દુ:ખ દેનારા વિરૂપ શો વડે પાણીના જીવની સાથે તેના આશ્રયે રહેલા બીજા પણ અનેક જીવોને વિવિધ રીતે હણે છે - ઇત્યાદિ જાણવું. ફરી (સુધમસ્વિામી) કહે છે - આ અકાય સંબંધી તવનું વૃતાંત મેં પૂર્વે સાંભળેલ છે. તે પાણીમાં પોરા, મત્સ્ય વગેરે જે જીવો છે તેને પણ પાણીનો સમારંભ કરનારો હણે છે અથવા કાયશસ્ત્ર સમારંભ તો બીજા અનેક જીવોને અનેક રીતે હણે છે. એ કેવી રીતે જાણવું ? તે પૂર્વે સૂ-૧૩ની વૃત્તિમાં કહ્યું છે. આવા જીવો અસંખ્યય છે. અહીં આ જીવોનું ફરી ગ્રહણ ‘પાણીમાં અનેક જીવ રહેલા છે, તે જણાવવા કર્યું છે આ પ્રમાણે અપકાયજીવનો સમારંભ કરતા તે પુરો પાણીને તથા પાણીને આશ્રીને રહેલા ઘણાં જીવોને મારનારા થાય છે, તેમ જાણવું. શાક્ય આદિઓ ઉદક આશ્રિત જીવોને માને છે, ઉદકને જીવ માનતા નથી તે કહે છે • સૂત્ર-૫ - અહીં જિનાપવાનમાં નિશ્ચયથી હે શિષ્ય ! સાધુઓને અપૂકાય જીવોની ‘ઇવરૂપ' ઓળખ કરાવાઈ છે. અકાયના જે શો છે, તેના વિશે ચિંતન કરીને જે. • વિવેચન : અહીં આ જ્ઞાતપુગના પ્રવચન અ જિનપ્રવચનરૂપ દ્વાદશાંગી ગણિપિટકમાં સાધુઓને બતાવેલ છે કે ઉદક (પાણી)રૂપ જીવ છે. ‘ય’ શબ્દથી તેને આશ્રીને પોર, છેદનક, લોદ્રણક, ભમરા, માછલા વગેરે અનેક જીવો છે. બીજાઓએ પાણીના જીવો સિદ્ધ કરેલા નથી. શંકા- જો પાણી પોતે જીવ છે, તો તેનો પરિભોગ કરતા સાધુઓ પણ હિંસક છે ? સમાધાન - ના એમ નથી. અમે અપકાયના સચિત, ચિત, મિશ્ર પ્રણ ભેદ કહ્યા છે. અચિત કાયનો ઉપયોગ થાય તે વિધિ છે અન્ય પાણી સાધુ ન વાપરે. શંકા - આ પાણી સ્વભાવથી અચિત થાય કે શરમના સંબંધથી ?
SR No.009034
Book TitleAgam 01 Acharanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 01, & agam_acharang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy