SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૧/૬/૨/૪૮૮ ૨૧૫ સાફ કરે ચાવ4 સુકાવે. - સાધુ-સાદની ગૃહસ્થના ઘેર જાય તથા અંડીલ કે સ્વાધ્યાય ભૂમિ જાય અથવા ગામનુગ્રામ વિસરે ત્યારે પણ સાથે રાખે.. તીવ કે થોડો વસ્સાદ થતો હોય ઇત્યાદિ વૌષણામાં જણાવ્યા મુજબ પ» સંબંધે પણ જાણવું. વિરોષ કે અહીં માત્ર કહેવું. આ તે સાધુ-સાળીનો આચાર છે. તેનું સર્વ અર્થથી પાલન કરે - એમ હું કહું છું. • વિવેચન : મૂર્ષિ અને વૃત્તિમાં અહીં મહત્ત્વનો ભેદ છે. મૂર્ણિકારે પાત્ર-ગ્રહણ સંબંધે વ્યાખ્યા કરી છે, વૃત્તિકારે પાનક ગ્રહણ સંબંધે રાખ્યા કરી છે. અમે “પોષણા' હોવાથી મૂર્ણિ મુજબ #ઝાની નોંધ કરી છે. • અહીં વૃત્તિનો અનુવાદ અમે કર્યો નથી. કેમકે ચૂર્ણિકારના મત મુજબ સૂત્રાર્થમાં ‘પાત્ર મુખ્ય છે. વૃતિનો અર્થ ‘પાનક’ને આશ્રીને છે. ચૂલિકા-૧, અધ્યયન-૬ “પારૈષણા”, ઉદ્દેશા-૨નો | મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ૦ ચૂલિકા-૧, અધ્યયન-૬, ટીકાસહિત અનુવાદ પૂર્ણ ૦ ૨૧૬ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ ૦ ચૂલિકા-૧, અધ્યયન-૭ “અવગ્રહ પ્રતિમા” ૦ છઠું અધ્યયન કહ્યું, હવે સાતમું કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે - પિંડ, શય્યા, વા, પાત્ર આદિ દોષણા વગ્રહને આશ્રીને થાય છે - X • તેથી આ સંબંધે આવેલા આ અધ્યયનના ચાર અનુયોગ દ્વાર છે. તેમાં ઉપક્રમમાં આ અધિકાર છે કે સાધુએ આ પ્રમાણે વિશુદ્ધ અવગ્રહ લેવો. નામ નિષજ્ઞ નિક્ષેપામાં ‘અવગ્રહ પ્રતિમા' એવું નામ છે. તેમાં અવગ્રહપ્તા નામ, સ્થાપના સુગમ હોવાથી છોડીને દ્રવ્યાદિ નિક્ષેપ નિર્યુક્તિમાં કહે છે– [નિ.૩૧૯] દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ એમ ચાર પ્રકારનો અવગ્રહ છે અથવા સામાન્યથી પાંચ પ્રકારનો અવગ્રહ છે. તે આ પ્રમાણે ૧. દેવેન્દ્ર ચાવગ્રહ - લોક મધ્યવર્તિ રૂચકથી દક્ષિણાઈ ભૂમિનો. ૨. સજાનો અવગ્રહ - ચક્રવર્તી આદિનો ભરતાદિ ક્ષેત્ર વિષયક. 3. ગૃહસ્પતિ અવગ્રહ - ગામનો મહત્તર-પટેલનો ગામ-પાક સંબંધી. ૪. સાગારિક અવગ્રહ - શય્યાતરનો ઘંઘશાલાદિ વિષયક. ૫. સાધમિક અવગ્રહ - માસયાદિ સ્થિત સાધુનો વસતિ વિષયક. આ પ્રમાણે પાંચ પ્રકારનો અવગ્રહ વસતિ આદિ લેતા યથા અવસર અનુજ્ઞા લેવા યોગ્ય છે. હવે પહેલા કહેલ દ્રવ્યાદિ અવગ્રહ બતાવે છે– [નિ. ૩૨૦] દ્રવ્ય અવગ્રહ ત્રણ ભેદે છે. સચિત્ત-શિયાદિ, અયિત-જોહરણ, મિશ્ર-જોહરણ સહિત શિષ્ય. ક્ષેત્ર અવગ્રહ પણ સચિતાદિ ત્રણ પ્રકારે છે અથવા ગામ, નગર, અરય ભેદે છે. કાલ અવગ્રહ કતુબદ્ધ અને વર્ષાકાળ એ બે ભેદે છે. હવે ભાવ અવગ્રહ બતાવે છે [નિ.૩૨૧ ભાવ અવગ્રહ બે પ્રકારે છે. મતિ અવગ્રહ, ગ્રહણ અવગ્રહ, મતિ અવગ્રહ બે પ્રકારે છે : અર્થાવગ્રહ, વ્યંજનાવગ્રહ. અવિણહ ઇન્દ્રિય, નોઇન્દ્રિય ભેદે છ પ્રકારે છે. વ્યંજનાવગ્રહ ચક્ષ ઇન્દ્રિય અને મનને છોડીને ચાર ભેદે છે. તે બધાએ ભેદથી મતિ-ભાવ અવગ્રહ દશ પ્રકારે છે. [નિ.૩૨૨) હવે ગ્રહણ અવગ્રહ કહે છે - અપરિગ્રહી સાધુ જ્યારે પિંડ, વસતિ, વા, પાત્ર લેવા વિચારે ત્યારે તે ગ્રહણ ભાવાવગ્રહ છે તેમાં કઈ રીતે મને શુદ્ધ વસતિ આદિ, પ્રાતિહાસિક કે અપ્રાતિહારિક મળે તે માટે યત્ન કરવો. - પહેલા દેવેન્દ્રાદિ પાંચ પ્રકારનો અવગ્રહ કહ્યો. તે આ ગ્રહણાવગ્રહમાં જાણવો. આ પ્રમાણે નામ નિષ્પન્ન નિક્ષેપો થયો. É ચૂલિકા-૧, અધ્યયન-૭ ઉદ્દેશો-૧ સૂત્ર-૪૮૯ - દીક્ષા લેતી વખતે સંચમાર્થી કહે છે, હું શ્રમણ થઈશ, અનગાર, અકિંચન, અપુત્ર, અ-પણ અને પરદdભોજી થઈ પાપકર્મ કરીશ નહીં. એ રીતે ઉધત થઈ કહે છે, હે ભદત ! સર્વ પ્રકારના અદત્તાદાનનો ત્યાગ કરું છું. તે શ્રમણ ગામ - X - X - X - X - X - X -
SR No.009034
Book TitleAgam 01 Acharanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 01, & agam_acharang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy