SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૧/૩/૨/૪૫૬ તે સાધુ પાણીમાં તણાતા ઉપર-નીચે જવાની ક્રિયા ન કરે. એમ પણ ન વિચારે કે આ પાણી મારા કાન-આંખ-નાક-મુખમાં પ્રવેશ ન કરે. પણ યતનાપૂર્વક પાણીમાં તણાય. સાધુ જો પાણીમાં તણાતા થાકી જાય તો જલ્દીથી વસ્ત્ર પત્રાદિ ઉપધિ છોડી દે કે નિસ્સારને ફેંકી દે-આસક્તિ ન રાખે. જો જળાશયના કિનારે પહોંચી જાય તો જ્યાં સુધી શરીર પાણીથી ભીંજાયેલ રહે ત્યાં સુધી યતનાપૂર્વક કિનારે સ્થિર રહે. તે સાધુ પાણીથી ભીંજાયેલ શરીરને લુંછે નહીં, મૂંજે નહીં, દબાવે નહીં, સૂકાવે નહીં, મસળે નહીં, ઘસે નહીં, તપાવે નહીં પરંતુ જ્યારે સાધુને પ્રતીતિ થાય કે હવે શરીર સુકાઈ ગયું છે ત્યારે શરીર લુંછે-પૂંજે-યાવત્ તડકામાં તપાવે અને ત્યારબાદ સતનાપૂર્વક ગ્રામાનુગ્રામ વિચરે, • વિવેચન : ૧૮૯ તે ભિક્ષુ પાણીમાં પડ્યા પછી અકાય જીવના રક્ષણ માટે હાથ આદિ વડે હાથ આદિને ન સ્પર્શે પણ સંયત થઈ પાણીમાં તરે. પાણીમાં તરતા ડૂબકી ન લગાવે. બાકી સુગમ છે. જો તે પાણીમાં તરતા થાકી જાય તો પોતાની ઉપધિ કે તેનો ભાગ ત્યાગ કરે. ઉપધિમાં આસક્ત ન થાય. જો સમર્થ હોય તો ઉપધિ સહિત જળને પાર કરે. પાણી ટપકતાં શરીરે કિનારે ઉભો રહે અને ઇર્યાવહી પડિક્કમે. પણ શું ન કરે તે સ્પષ્ટ છે. વિશેષમાં આ સામાચારી છે કે ભીના વસ્ત્રો-શરીર નીતરી ન જાય ત્યાં સુધી કિનારે ઉભા રહે. પણ ચોર આદિના ભયથી જવું પડે તો કાયાને સ્પર્શ કર્યા વિના લાંબા હાથ રાખી ચાલ્યા જવું. • સૂત્ર-૪૫૭ : સાધુ-સાધ્વી ગ્રામાનુગામ જતાં બીજા સાથે વાતો કરતા ન જાય. પણ યતના પૂર્વક ગ્રામાનુગ્રામ વિચરે. • વિવેચન : સરળ છે. બીજા સાથે વિશેષ વાતચીત કરતા ન ચાલે. - ૪ - • સૂત્ર-૪૫૮ : સાધુ-સાધ્વી ગ્રામાનુગ્રામ વિચરતા માર્ગમાં જાંઘ સુધીના પાણીમાં ઉતરવાનું હોય તો પહેલા માથાથી પગ સુધી શરીરને પ્રમા. પ્રમાઈને એક પગ જળમાં અને એક પગ સ્થળમાં રાખી યતનાપૂર્વક આર્યજનોચિત વિધિથી જળમાં ચાલે. આ રીતે ચાલતા તે સાધુ હાથથી હાથને યાવત્ ન સ્પર્શતા[અકાયની વિરાધના ન કરી યતનાપૂર્વક જંઘા સુધીના પાણીમાં ચાલે. સાધુ-સાધ્વી એ રીતે ચાલતા શરીરની સાતાને માટે કે દાહ ઉપશાંત કરવા માટે ઉંડા અને વિશાળ જળમાં શરીરને ન ઝબોળે પણ સતનાપૂર્વક જંઘા સુધીના પાણીમાં ચાલે. જ્યારે એમ જાણે કે કિનારો આવીગયો છે ત્યારે યતનાપૂર્વક પાણીમાંથી નીકળી શરીર ભીનું હોય ત્યાં સુધી કિનારે રહે. તે સાધુ ભીંજાયેલા શરીરને સ્પર્શે નહીં, રગડે નહીં, પુંજે નહીં, મસળે નહીં ઇત્યાદિ પણ જ્યારે શરીર સૂકાયું છે તેમ જાણે પછી સ્પર્શે યાવત્ તાપમાં ઉભા ૧૯૦ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ રહીને શરીરને તપાવે. પછી તનાપૂર્વક ગ્રામાનુગ્રામ વિચરે. - સૂત્ર-૪૫૯ : સાધુ-સાધ્વી ગ્રામાનુગ્રામ વિચરતા હોય અને પગ કીચડથી ખરડાઈ જાય તો તેને સાફ કરવા ઉન્માર્ગમાં જઈ સચિત્ત વનસ્પતિ છેદન કે લીલા પાન ભેગા કરી કે કચડીને, ઉખેડીને, માળીને પગ સાફ ન કરે. જે આ રીતે જલ્દીથી વનસ્પતિ વડે પગની માટી સાફ કરે છે, તે માયા સ્થાનને સ્પર્શે છે, માટે સાધુએ તેમ ન કરવું. તે પહેલાથી જ વનસ્પતિરહિત માર્ગ જુએ [શોધે], તે માર્ગે જ યતનાપૂર્વક વિચારે. સાધુ-સાધ્વી ગ્રામાનુગ્રામ જતાં જાણે કે માર્ગમાં ટેકરા, ખાઈ, કિલ્લો, તોરણ, અર્ગલા, ખાડા, ગુફા, દરાદિ હોય અને બીજો માર્ગ સારો હોય તો સીધા માર્ગે ન જાય, પણ તે માર્ગે યતનાપૂર્વક જાય, કેવલી ભગવંતે વિષમ માર્ગે જતાં કર્મબંધનનું કારણ બતાવેલ છે. વિષમ માર્ગે જતા લપસી કે પડી જવાથી તે વૃક્ષો, ગુચ્છો, ગુલ્મો, લતા, વેલ કે ઘાસને પકડીને કે તેનું અવલંબન લઈને ઉતરશે. જે યોગ્ય નથી. વિશેષ કારણે તે જ માર્ગે જવું પડે તો સતનાપૂર્વક વૃક્ષ, વેલ આદિનો સહારો લેતો અથવા કોઈ પથિક જતો હોય તો તેના હાથનો સહારો લઈ યતનાપૂર્વક ચાલે એ રીતે સાધુ-સાધ્વી ગ્રામાનુગ્રામ વિચરે, સાધુ-સાધ્વી ગ્રામાનુગામ જતા હોય ત્યારે માર્ગમાં જવ, ઘઉં આદિ ધાન્યોના ઢેર હોય, ગાડા કે સ્થ હોય, રવ કે પર શાસકની સેનાના વિવિધ પડાવથી માર્ગ રોકાયેલો હોય તો બીજા માર્ગે સતનાપૂર્વક જાય પણ સીધા માર્ગે ન જાય. કેમકે સેનામાંથી કોઈ કહે કે, હે આયુષ્યમાન ! આ સાધુ સેનાના ગુપ્ત ભેદ લઈ રહ્યા છે માટે હાથ પકડી તેને હટાવો અને કોઈ બીજા હાથ પકડી ખસેડી મૂકે, તો મુનિ પ્રસન્ન કે અપ્રસન્ન ન થાય યાવત્ પોતાના ચિત્તને સમાધિયુક્ત રાખી ગ્રામાનુગ્રામ વિચરે વિવેચન : તે ભિક્ષુ નદી પાર ઉતરે તે વખતે જો ઉન્માર્ગે જઈને ગારથી ખરડેલા પગે લીલા ઘાસને છેદીને કે વાંકુ વાળીને તથા ખેંચી કાઢીને પોતાના પગ સાફ કરવાના ઇરાદાથી વનસ્પતિને દુઃખ દે તો એ કપટનું નિંદિત કાર્ય છે, માટે તેમ ન કરવું શેષ સુગમ છે. સાધુને વિહાર કરતા માર્ગમાં કિલ્લો આદિ જોવા મળે તો બીજા માર્ગે જાય પણ તે સીધા માર્ગે ન જાય કેમકે ત્યાં જતા ખાડા આદિમાં પડતા સચિત્ત વૃક્ષાદિને પડે તે અયુક્ત છે. જો કારણે તે જ માર્ગે જવું પડે તો જતા ક્યાંક પડે તેમ હોય તો વેલી આદિનો પણ સહારો લે અને આવતા પથિકનો હાથ માગીને ચતનાપૂર્વક જાય. તે ભિક્ષુને ગ્રામાંતર જતા ઘઉં આદિ ધાન્યના ગાડાં કે સૈન્યના પડાવ આદિ હોય તો ત્યાં ઘણાં અપાયનો સંભવ છે તેથી બીજો માર્ગ સંભવતો હોય તો તે માર્ગે ન જાય. બાકી સુગમ છે.
SR No.009034
Book TitleAgam 01 Acharanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 01, & agam_acharang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy