SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૧/૧/૧/૩૩૫ ગૃહસ્થના ઘેર જાય. શા માટે ? મને અહીં ભિક્ષા મળશે એવી પ્રતિજ્ઞાથી. તે ત્યાં પ્રવેશીને અશનાદિ જાણે. કઈ રીતે ? તે કહે છે. ‘રાજ’ આદિ પ્રાણિ જોઈને તે જીવો હોય તો ગોચરી ન લે. તે જ પ્રમાણે - પનક હોય, બીજા આદિ સંસક્ત હોય, દુર્વાઅંકુરાદિ હોય, તેની સાથે મિશ્ર હોય, કાચા પાણીથી ભીંજાયેલ હોય કે સચિતરજથી ખરડાયેલ હોય. ૧૧૩ આવા પ્રકારના અશુદ્ધ અશનાદિ ચાર પ્રકારનો આહાર દેનારના હાથમાં કે ગૃહસ્થના વાસણમાં હોય, તે સચિત્ત કે આધાકર્માદિ દોષથી દુષિત હોય, એવું જાણે તો તે ભાવભિક્ષુ મળવા છતાં પણ ન લે. આ ઉત્સર્ગ વિધિ છે. અપવાદે દ્રવ્યાદિ જાણીને ગ્રહણ કરે. તેમાં દ્રવ્યથી-તે દ્રવ્ય દુર્લભ હોય, ક્ષેત્ર-સાધારણ દ્રવ્ય લાભરહિત હોય, કાળ-દુકાળ હોય ભાવ-ગ્લાન આદિ હોય. ઇત્યાદિ કારણે ગીતાર્થ સાધુ ગોચરી લે. વળી કોઈ વખત અજાણપણે જીવાતવાળું કે ઉન્મિત્ર ભોજનાદિ લીધું હોય તો તેની વિધિ કહે છે - તે ભાવભિક્ષુ કદાચ અનાભોગથી કે સહસા સંસક્તાદિ આહાર ગ્રહણ કરે, આ અનાભોગ દેનાર-લેનાર એ બે પદ ભેદથી ચાર પ્રકારે છે. આવો અશુદ્ધ આહાર આવેલ જાણીને એકાંતમાં જાય, જ્યાં ગૃહસ્થ લોક દેખે કે આવે નહીં. આવું એકાંત સ્થળ અનેક પ્રકારનું હોય છે, તે બતાવે છે– ઉધાન, ઉપાશ્રય. અહીં અથ શબ્દ અનાપાત વિશિષ્ટ પ્રદેશના સંગ્રહ માટે છે. અથવા ‘વા' શબ્દથી શૂન્યગૃહાદિ લેવા. તે સ્થળ કેવા હોય ? અહીં ‘અપ્પ’ શબ્દ અભાવ વાચી છે. તેથી જ્યાં ઇંડા ન હોય, બીજ-હરિત-ઠા-કાચું પાણી-ઉત્તીંગ અર્થાત્ ઘાસના અગ્રભાગે પાણીનાં બિંદુ-૫નક (લીલ)-ભીંજાવેલી માટી-મર્કટ એટલે સૂક્ષ્મ જીવ કે કરોળીયાના જાળા. ઇત્યાદિ દરેક જીવથી રહિત એવા ઉધાનાદિ સ્થળે જઈને પૂર્વે લીધેલ આહારમાં જે જીવ મિશ્રિત હોય તે જોઈ-જોઈને અશુદ્ધ આહારને ત્યાગે અથવા ભવિષ્યમાં જીવ થાય તેવા સાથવો વગેરે હોય તેમાં જીવોને દૂર કરી, ખાવા જેવું બાકી રહ્યું હોય તે બરોબર જાણીને રાગદ્વેષ છોડીને ખાય કે પીએ. કહ્યું છે– હે જીવ ! તું બેંતાલીશ ગોચરીના દોષના સંકટમાં પૂર્વે ઠગાયો નથી, તેમ હવે પણ ગોચરી કરતા રાગદ્વેષથી ઠગાતો નહીં. રાગથી અંગાર દોષ લાગે છે, દ્વેષથી ધૂમ દોષ લાગે છે, માટે રાગદ્વેષરહિત બની નિર્જરાની ઇચ્છા રાખી ગોચરી કરજે. જે આહાર આદિ વધારે હોવાથી ખાવો કે પીવો શક્ય ન હોય કે અશુદ્ધ આહાર પૃથક્ કરવો અશક્ય હોય તો પરઠવવો જોઈએ. તેથી તે ભિક્ષુ તેવા આહારને લઈને એકાંતમાં જઈને પરવે. ક્યાં પરઠવે તે કહે છે-બળેલી ભૂમિ, હાડકાંનો ઢગલો, લોઢાના કાટનો ઢેર, દૂધનો ઢગલો, સૂકા છાણનો ઢેર આદિમાં કે તેવા કોઈ ઢગલામાં પૂર્વે બતાવેલ નિર્દોષ જગ્યામાં જઈને વારંવાર ચક્ષુ વડે પ્રમાર્જીને જોઈને તથા જોહરણથી પ્રતિલેખના કરીને પરઠવે. આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ અહીં પડિલેહણ-પ્રમાર્જના આશ્રિત સાત ભેદો થાય. જેમકે-૧-પ્રત્યુપેક્ષિતઅપ્રમાર્જિત, ૨-પ્રત્યુપેક્ષિત-પ્રમાર્જિત, ૩-પ્રત્યુપેક્ષિત-અપ્રમાર્જિત, તેમાં પણ જોયા ૧૧૮ વિના પ્રમાર્જના કરતો એક સ્થાનથી બીજા સ્થાને જતાં ત્રસ જીવોને વિરાધે છે અને જોઈને પૂંજ્યા વિના આવતા પૃથ્વીકાયાદિને વિરાધે છે. બીજા ચાર ભાંગા આ પ્રમાણે૪-દુષ્પ્રત્યુપેક્ષિત-દુદ્ઘમાર્જિત, ૫-દુષ્પ્રત્યુપેક્ષિત-સુપ્રમાર્જિત, ૬-સુપ્રત્યુપેક્ષિત-દુઃમાર્જિત, ૭-સુપ્રત્યુપેક્ષિત સુપ્રમાર્જિત. તેથી આ સાતમાં ભાંગામાં બતાવેલ રીતે સ્થંડિલ ભૂમિ જોઈને સાધુ શુદ્ધ અશુદ્ધ પુંજના ભાગો પકિવીને પરઠવે. હવે ઔષધ વિષયનો વિધિ કહે છે– - સૂત્ર૩૩૬ ઃ તે સાધુ કે સાધ્વી ભિક્ષા માટે ગૃહસ્થના ઘેર પ્રવેશીને ઔષધિના વિષયમાં એમ જાણે કે આ પ્રતિપૂર્ણ છે, તેની યોનિ નષ્ટ થઈ નથી, તેના બે દળ કરેલ નથી, તેનું તિછું છેદન થયું નથી, તે જીવરહિત છે એવી અણ છેદાયેલી તરૂણ વનસ્પતિ કે મગ વગેરેની શીંગો શરુપહાર ન પામી હોય કે તોડીને કકડા કરેલ ન હોય, તેવી ફલીને અપાયુક અને અનેષણીય જાણીને પ્રાપ્ત થાય તો પણ ગ્રહણ ન કરે. તે સાધુ કે સાધ્વી - x - જો એમ જાણે કે તે ઔષધિ ખંડિત છે, તેના બે કે વધુ ટુકડા થયા છે, તેનું તિછું છેદન થયું છે, તે અચિત્ત છે. તે ઔષધિ તથા શીંગોને અચિત્ત તેમજ ભાંગેલી જોઈને અને એષણીય જાણી પ્રાપ્ત થાય ત્યારે ગ્રહણ કરે. • વિવેચન : તે ભાવભિન્નુ ગૃહસ્થના ઘરમાં પ્રવેશીને ત્યાં શાલિ બીજાદિને આ પ્રમાણે જાણે કે તે સંપૂર્ણ છે - હણાયેલી નથી. અહીં દ્રવ્ય-ભાવની ચઉભંગી છે - દ્રવ્યકૃત્સ્ના તે શસ્ત્રથી ન હણાયેલ, ભાવકૃત્સ્ના તે સચિત્ત. તેમાં કૃત્સ્ના પદ વડે ચાર ભાંગામાંના પહેલા ત્રણ લેવા. જીવનું સ્વપણું તે ઉત્પત્તિ સ્થાન પ્રત્યાશ્રય જેમાં છે તે સ્વાશ્રય છે અર્થાત્ અવિનષ્ટ યોનિવાળું છે. આગમમાં પણ કેટલીક ઔષધિ [અનાજનો અવિનષ્ટ યોનિકાળ બતાવ્યો છે. તે કહે છે - તેમિળ - આ સાલીની યોનિ કેટલો કાળ સચિત્ત છે ? વગેરે આલાપકો છે. જ્યાં સુધી બે ફાડચાં ઉપરથી નીચે સુધી સરખાં ન કર્યા હોય, કંદલી કરેલી ન હોય એ દ્રવ્યથી કૃત્સ્વ છે, ભાવથી સચિત્ત હોય કે ન હોય. તે જ પ્રમાણે જીવરહિત ન હોય તે અવ્યવચ્છિન્ન તે ભાવથી કૃત્સ્ન છે તથા અપરિપક્વ મગ વગેરેની શીંગ, તેને જ વિશેષથી કહે છે. જીવથી અભિકાન્ત ન હોય અર્થાત્ સચેતન હોય, અગ્નિય અર્થાત્ નહીં ભાંગેલ અમર્દિત કે અવિરાધિત હોય. આ પ્રમાણે આવો આહાર ખાવા યોગ્ય હોય, પણ તે અપ્રાસુક કે અનેષણીય જાણીને પ્રાપ્ત થાય તો પણ ગ્રહણ ન કરે. હવે તેથી ઉલટું સૂત્ર કહે છે-તે ભાવભિક્ષુ
SR No.009034
Book TitleAgam 01 Acharanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 01, & agam_acharang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy