SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/ર ૧/૯/૧/૨૮૧ ત્યાગ કરનાર ભગવંત પરમાર્થદર્શ છે. મૂળગુણ બતાવી હવે ઉત્તરગુણ કહે છે • સૂઝ-૨૮૨ - આધાકમ આહારને કમબંધનું કારણ જાણી ભગવંત તેનું સેવન કરતા ન હતા. તે સંબંધી કોઈપણ પાપકર્મનું આચરણ ન કરતા ભગવત પાસુક આહાર જ ગ્રહણ કરતા હતા. • વિવેચન : કોઈ ગૃહસ્થ સાધુને પૂછીને કે પૂછયા વિના આધાકમદિ કંઈ કર્યું હોય તો ભગવંત લેતા નહીં. કેમકે તે લેવાથી સર્વ પ્રકારે આઠ જાતના કર્મો બંધાય છે તેમણે જોયું છે. તે પ્રકારના બીજા દોષ પણ સેવતા નથી તે બતાવે છે - જે કંઈ પાપોનું ઉપાદાન કારણ છે તે ભગવંત ન કરતા પણ પાસુક-નિર્દોષનો જ ઉપભોગ કરતા હતા. વળી • સૂત્ર-૨૮૩ - ભગવંત બીજાના વસ્ત્રો વાપરતા ન હતા અને બીજાના પત્રમાં ભોજન કરતાં ન હતા (કેમકે યેલક અને કરપpણી હતા. તેઓ અપમાનનો વિચાર કર્યા વિના દૈત્યરહિત થઈ ભોજનસ્થાનમાં ભિાર્થે જતા. • વિવેચન : ભગવંત પ્રધાન કે બીજાનું વસ્ત્ર વાપરતા નહીં, તથા બીજાના પાત્રમાં પણ ખાતા નહીં. તથા અપમાનને અવગણીને આહારને માટે -x આહારપાક સ્થાનોમાં કોઈનું શરણ લીધા વિના-દીનતારહિત થઈ આ મારો કા છે એમ જાણી પરીષહો જીતવા માટે જતા. • સૂઝ-૨૮૪ - ભગવંત માન-પાનના પરિમાણને જાણતા હતા. સ લોલુપ ન હતો. તે માટે પ્રતિજ્ઞા પણ ન કરતાં. આંખમાં રજ પડે તો પ્રમાજીના ન કરતા. ચળ આવે તો શરીર ખંજવાળતા નહીં. • વિવેચન : ભગવંત આહારની માત્રા જાણતા હોવાથી માત્રાજ્ઞ છે. કયો આહાર ? ભાત વગેરે ખવાય તે ‘અશન', દ્વાપાનક આદિ પીવાય તે ‘પાન'. તેમાં લોલુપ ન હતા. વિગઈમાં આસક્ત ન હતા. ગૃહસ્થપણામાં પણ તેમને રસલોલુપતા ન હતી. • X - તથા રસના વિષયમાં પ્રતિજ્ઞા ન કરતા. જેમકે આજે સિંકેંસરા લાડુ જ લેવા. પણ અડદના બાકળા લેવા તેવી પ્રતિજ્ઞા કરનારા. તથા આંખમાં પડેલ જકણ આદિ દૂર કરવા આંખ પણ સાફ ન કરતા. ચળ આવે તો શરીરને કાઠાદિ વડે ખણતા નહીં. • સૂત્ર-૨૮૫,૨૮૬ : (૨૮૫-] ભગવત ચાલતી વખતે તિછું કે પીઠ પાછળ જતા ન હતા. કોઈ બોલાવે તો બોલતા નહીં, જયણાપૂર્વક માગને જોતા ચાલતા. રિ૮૬- દેવદૂષ્ય-વસ્ત્ર છોડ્યા પછી શિશિર ઋતુમાં ભગવંત બંને બાહુ 2િI7] ફેલાવીને ચાલતા પણ સંકોચીને ખભા પર રાખતા ન હતા. • વિવેચન-૨૮૫,૨૮૬ - [૨૮૫-] અહીં ‘અલ્પ' શબ્દ અભાવ અર્થમાં છે. ભગવંત વિહારમાં તીરછી દિશામાં કે પીઠ પાછળ જોતા નથી. માર્ગે ચાલતા કોઈ પૂછે તો પણ બોલતા નથી. મૌન જ ચાલે છે. રસ્તે ચાલતાં પગ નીચે જીવોને પીડા ન થાય, તેની જ જ્યણા રાખતા હતા. [૨૮૬-] વળી દેવદૂષ્ય વસ્ત્ર છોડ્યા બાદ શિયાળામાં માર્ગે ચાલતા ભગવંત બંને બાહુ ફેલાવીને ચાલતા. પણ ઠંડીથી પીડાઈને હાથને સંકોચતા ન હતા કે પોતાના ખભે હાથ મૂકીને ઉભા ન રહેતા. હવે ઉપસંહાર કરતા કહે છે– • સૂગ-૨૮૩ - મતિમાન માહણ ભગવત મહાવીરે આકાંક્ષા રહિત, નિષ્કામભાવે આ વિધિ અનુસરી, મુમુક્ષુઓ પણ તેને અનુસરે તેમ હું કહું છું. • વિવેચન : આ વિહારનો વિધિ બતાવ્યો. તે વર્ધમાનસ્વામી તત્વજ્ઞાતા છે. કોઈ નિયાણું કર્યું નથી. ઐશ્વર્યાદિ ગણયુકત છે. આ માર્ગ તેમણે આચર્યો છે. અન્ય મોક્ષાભિલાષી સાધુઓ સંપૂર્ણ કર્મક્ષય માટે આયરે છે. • x • અધ્યયન-૯ ‘ઉપધાનશ્રત' ઉદ્દેશો-૧ “ચય"નો મુનિ દીપરતનસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ 9 અધ્યયન-૯ ઉદ્દેશો-૨ “શય્યા” ન ૦ પહેલો ઉદ્દેશો કહ્યો. હવે બીજો કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે - પૂર્વ ઉદ્દેશમાં ભગવંતની ‘ચય' કહી. તે માટે અવશ્ય કોઈ શય્યા-વસતિમાં રહેવું પડે. તે બતાવવા આ ઉદ્દેશો છે. તેનું સૂત્ર કહે છે– • સૂત્ર-૨૮૮ - (હે અંતે !] ‘ચય'ની સાથે આપે એક વખત આસન અને શયન બતાવેલા. આપ મને તે શયન-આસન કહો જેનું સેવન ભગવંત મહાવીરે કરેલું. • વિવેચન : ચર્ચામાં જે જે શય્યા, આસન વગેરે જરૂરના હોય તે શય્યા, ફલક આદિ વિશે જંબૂસ્વામીએ પૂછતા સુધર્માસ્વામીએ ભગવંતે સેવેલા શય્યા-આસન વર્ણવ્યા. • સૂગ-૨૮૯ થી ૨૯૧ - [૨૮૯-] ભગવત ક્યારેક ખાલી ઘરોમાં, ધર્મશાળામાં કે પાણીની પરબોમાં, તો ક્યારેક દુકાનોમાં, લુહારની કોઢમાં કે ઘાસના બનાવેલા મંચોની નીચે રહેતા હતા.
SR No.009034
Book TitleAgam 01 Acharanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 01, & agam_acharang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy