SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૯/-Iભૂમિકા બાદર વયનયોગ, પછી બાદર કાયયોગને રોકે. પછી સૂમ મનોયોગ અને સૂક્ષ્મ વચનયોગને રોકે. પછી સૂમકાય યોગને રોકતો અપ્રતિપાતિ નામક શુક્લધ્યાનના બીજ ભેદને આરોહે અને એ રીતે છેલ્લે અનિવૃત્તિ નામના શુક્લદયાનના ચોથા પાયાને આરોહે. એ રીતે અયોગી કેવલી ભાવને પામે. ક્રમશઃ શેપ કર્મપકૃતિઓને ખપાવે. (કઈ કર્યપ્રકૃતિ ક્યા કામે ખપાવે તે જાણવા વૃત્તિ જોવી અને વૃત્તિ અને કર્મપ્રકૃતિના જાણકાર પાસે સમજવો હિતાવહ છે). એ રીતે સંપૂર્ણ કર્મ ક્ષય કર્યા પછી શીવ્રતાથી અસ્પર્શ ગતિએ એકાંતિક, આત્યંતિક, અનાબાધ લક્ષણવાળા સુખને અનુભવતો સિદ્ધિ સ્થાનમાં પહોંચે. હવે ઉપસંહાર કરતા - x • બીજા જીવોને બતાવે છે કે [નિ.૨૮૪] આ પ્રમાણે ઉક્ત વિધિએ જ્ઞાનાદિ ભાવઉપધાન કે તપને વીર વર્ધમાનસ્વામીએ સ્વયં આદર્યો છે, તે બીજા પણ મુમુક્ષુ આદરે. એ પ્રમાણે ગાથાથી જાણવો. અધ્યયન-૯ ઉદ્દેશો-૧ “ચય' ૬ o હવે સૂકાનુગમમાં સૂત્ર કહેવું જોઈએ. તે આ પ્રમાણે • સૂત્ર-૨૬૫ - જે રીતે શ્રમણ ભગવન કમાય માટે તૈયાર થયા. વસ્તુ સ્વરૂપ પાણી હેમંતઋતુમાં દીક્ષા લઈ તકાળ વિહાર કર્યો; એ સર્વ વૃત્તાંત મેં જેવું સાંભળેલ છે, તે તમને કહીશ. • વિવેચન : જંબૂસ્વામીએ પૂછતા આર્ય સુધમસ્વિામી કહે છે, શ્રુત કે સૂગ મુજબ છે કહીશ. તે આ પ્રમાણે - તે શ્રમણ ભગવંત વીર વર્ધમાન સ્વામી ઉધત વિહાર સ્વીકારી, સર્વ અલંકાર ત્યાગ કરી, પંચમુષ્ટી લોચ કરી, ઇન્દ્ર મૂકેલ એક દેવદૂષ્ય ધારણ કરી, સામાયિકની પ્રતિજ્ઞા કરી, મન:પર્યવજ્ઞાની થઈ આઠ પ્રકારના કર્મ ખપાવવા અને તીર્થ પ્રવર્તાવવા માટે તૈયાર થઈને; તવ જાણીને હેમંતઋતુમાં માણસર વદ-૧૦ના પશ્ચિમ દિશામાં સૂર્ય જતા [પાછલા પ્રહરે દીક્ષા લઈને વિહાર કર્યો. કુંડગ્રામથી અતિમુહd શેષ દિવસ રહેતા કમરણામે ભગવંત આવ્યા. પછી અનેક પ્રકારના અભિપ્રહ ધારણ કરીને ઘોર પરીષહ-ઉપસર્ગ સહન કરીને મહાસત્તપણે સ્વેચ્છોને પણ શાંતિ પમાડતા બાર વર્ષથી કંઈક વધુ છEાસ્થપણે મૌનવતી થઈ તપ આદર્યો. - અહીં સામાયિક વ્રત ઉચ્ચરતા જ ઇન્દ્ર ભગવંત ઉપર દેવદાગ મૂક્યું. તેથી ભગવંતે પણ નિઃસંગ અભિપ્રાય વડે જ ધમપકરણ વિના બીજા મુમુક્ષાથી ધર્મ થવો અશક્ય છે એ કારણે મધ્યસ્થવૃત્તિથી વસ્ત્ર ધારણ કર્યું. પણ તેના ઉપભોગની ઇચ્છાથી નહીં. આ જ વાત બતાવવા કહે છે • સૂત્ર-૨૬૬ થી ૨૬૮ : રિ૬૬-] ભગવંતે એવું ન વિચાર્યું કે, હું હેમંતઋતુમાં આ વાથી શરીરને ઢાંકીશ. કેમકે ભગવંત જીવનપર્યત પરીષહોને સહન કરનારા હતા. ૯૨ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ ભગવંતનું વસ્ત્ર ધારણ કરવું] તે તેમની અનુઘર્મિતા જ હતી. [૨૬] દીક્ષા અવસરે ભગવંતને શરીરે લગાડાયેલ સુગંધી દ્રવ્યોને કારણે ભમર આદિ આવીને તેમના શરીર પર ચઢી જતાં, ફરતા અને ડબ મારતા હતા. આ ક્રમ ચાર માસ કરતાં વધુ સમય ચાલ્યો. [૬૮] એક વર્ષ અને સાધિક એક માસ ભગવતે વસ્ત્રનો ત્યાગ ન કર્યો. પછી વસ્ત્ર છોડીને તે અણગાર સર્વથા અચેલક થઈ ગયા. • વિવેચન-૨૬૬ થી ૨૬૮ : [૨૬] ભગવંતે વિચારેલ કે, ઇન્ડે આપેલ આ વર વડે મારા શરીરને ઢાંકીશ નહીં, શિયાળામાં તે વસ્ત્ર વડે શરીરનું રક્ષણ નહીં કરું કે લજ્જા માટે વસ્ત્ર ધારણ નહીં કરું. તે ભગવંત કેવા છે ? તે કહે છે— તે ભગવંત પ્રતિજ્ઞાને પૂરી કરે છે અથવા પરીપહો કે સંસારનો પાર પામે છે. કેટલો કાળ ? જીવનપર્યન્ત. વસા શા માટે રાખે છે ? તે વસ્ત્ર ધારણ કરવાથી એમ બતાવ્યું કે - તે અનુધર્મીપણું છે. બીજા તીર્થકરોએ તે આચરણા કરી છે. આગમમાં પણ કહ્યું છે કે પૂર્વે જે અનંતા તીર્થકરો થયા, જેઓ હાલ છે અને ભાવિમાં થશે તે દીક્ષા લઈને ઉપધિવાળો ધર્મ શિષ્યને બતાવવો એ ધર્મનો માર્ગ છે એમ જાણી એક દેવદુષ્ય સ્વીકારી દીક્ષા લેતા, દીક્ષા લે છે, દીક્ષા લેશે. વળી કહ્યું છે કે, વરસહિત ધર્મના વિશેષપણાથી બીજા તીર્થકરોએ શિષ્યના વિશ્વાસ માટે વસ્ત્ર ધારણ કર્યું છે, લજ્જાને માટે નહીં. ભગવંતે દીક્ષા લીધી ત્યારે દેવતાએ સુગંધીનું વિલેપન કરેલું. તેની સુગંધથી ખેંચાઈને આવેલા ભમરાદિ જે પીડા આપી તે કહે છે | [૨૬] ચાર માસથી પણ અધિક સમય ભમરા આદિ ઘણાં પ્રાણીઓ આવીને શરીર પર ચડી ડંખ મારતા હતા અને માંસ લોહીના અર્થી બનીને કરડીને આમતેમ દુ:ખ દેતા હતા. તે દેવદૂષ્ય ક્યાં સુધી રહ્યું ? [૨૬૮-] ઇન્ડે આપેલ વસ્ત્ર તેર માસથી વધુ સમય ભગવંત તે વા યુક્ત રહ્યા. તેનો ત્યાગ ન કર્યો. પછી વસ્ત્રનો ત્યાગ કરી, વોસિરાવીને તે શણગાર ભગવંત અવેલક રહ્યા. તે સુવર્ણવાલુકા નદીના પૂરમાં આવેલ કાંટામાં ભરાયુ અને બ્રાહ્મણે ગ્રહણ કર્યું. વળી • સૂત્ર-ર૬૯ થી ૨૭૧ : [૨૬૯૯] ભગવત પૌરુણી અતિ આત્મ પ્રમાણથી તિ5 મિતિએ માનિ ઉપયોગપૂર્વક જોતા ચાલતા હતા. આ રીતે તેમને ગમન કરતા જોઈને ભયભીત બનેલા બાળકો મરો મારો કહી કોલાહલ કરતા. 9િ0-] ગૃહસ્થના સંસર્ગવાળા સ્થાનમાં રહેતા ત્યારે કામવિહૂળ સ્ત્રીઓ ભોગની પ્રાર્થના કરતી. પણ ભગવંત તેને કલ્યાણ મામિાં વિન કરનાર જાણી, મૈથુન સેવન ન કરતા. આત્મામાં લીન બની ધ્યાન કરતા.
SR No.009034
Book TitleAgam 01 Acharanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 01, & agam_acharang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy