SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૬/૫/૨૦૯ વિજળીના ચમકારા માફક દેખાવ કરી જોનાની આંખોમાં ચમત્કાર કરાવનાર અને પોતાનું કાર્ય કસ્વા છતાં પણ કોઈ વખત તે સુભટ ચિતનો વિકાર કરે છે. તે જ પ્રમાણે મરણકાળ આવે ત્યારે સ્થિર મનવાળો હોય તો પણ કોઈ વખત સંજોગાધીન તેનો ભાવ બગડે પણ ખરો. તેથી જે મરણકાળે પણ મોહ ન પામે તે જ મુતિ સંસાર પારગામી અથવા કર્મનો કે લીધેલ ભાનો પર્યતયાયી છે. વળી વિવિધ પરીષહ ઉપસર્ગો વડે હણાયેલો છતાં તે કંટાળતા ઉંચેથી પડીને કે ગાઈપૃષ્ઠ કે અન્ય રીતે આપઘાત ન કરે. અથવા હણાવા છતાં બાહ્ય અત્યંતર તપ તથા પરીષહ ઉપસર્ગ વડે ધૈર્ય સખી પાટીયા માકક સ્થિર રહે; પણ દીનતા ના લાવે. તે જ રીતે મૃગુકાળથી પસ્વશતા પામેલો બાર વર્ષની સંખના વડે આત્માને દુર્બળ કરી પહાડની ગુફા વગેરેમાં નિસ્વધ સ્થાને પાદપોપગમત, ઇંગિત મરણ કે ભકતપરિજ્ઞામાંનું કોઈ એક અનશન કરીને મરણકાળઆયુષ્ય હાય સુધી શરીરથી જીવ જુદો પડે ત્યાં સુધી સ્થિરતા સખે. આ જ મૃત્યુકાળ કે શરીતો ભેદ છે તે સિવાય જીવનો કોઈ વિનાશ નથી - તેમ હું કહું છું. અધ્યયન-૬ ‘પત” ઉદ્દેશો-પ “ઉપસર્ગ સમાનવિઘનનો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ ૦ અધ્યયન-૬-નો ટીકા સહિતનો અનુવાદ સમાપ્ત ૦ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/ર ક અધ્યયન-૮ “વિમોક્ષ" ક • ભૂમિકા : છઠું અધ્યયન કહ્યું. હવે સાતમું-આઠમું અધ્યયન આભે છે. હાલ મહાપરિજ્ઞા” નામક સાતમા અધ્યયનનો અવસર છે. તે વિચ્છેદ જવાથી તેને ઓળંગીને આઠમા અધ્યયનનો સંબંધ કહેqો. તે આ પ્રમાણે • અધ્યયન-૬-માં પોતાના કર્મ, શરીર, ઉપકરણ, ગૌરવગિક, ઉપસર્ગ, સમાન વિધૂનન વડે નિઃસંગતા બતાવી, પણ જો અંતકાળે સમ્યગુ નિર્માણ થાય તો જ તે સફળતા પામે તેથી સખ્યણું તિયણ બતાવવા આ આરંભે છે— અથવા નિઃસંગ વિહારીએ અનેક પ્રકારના પરીષહ-ઉપસર્ગ સહપ્ત કરવા. એમ પૂર્વે બતાવ્યું. તેમાં મારણાંતિક ઉપસર્ગ આવે ત્યારે અદીનમનવાળા બની સમ્યગુ નિર્માણ જ કર્યું. તે બતાવવા આઠમું અધ્યયન છે, આ સંબંધે આવેલ આ અધ્યયનના ઉપક્રમ આદિ ચાર અનુયોગદ્વાર છે. તેમાં ઉપક્રમ દ્વામાં આવેલ અધિકાર બે ભેદે છે. તેમાં અધ્યયનનો અર્થ પૂર્વે કહો. ઉદ્દેશાનો અધિકાર નિર્યુક્તિકાર કહે છે. | [નિ.ર૫૩ થી ૫૫ પહેલા ઉદ્દેશામાં આ અર્વાધિકાર છે - અસમનુજ્ઞ[પાસસ્થા], અસમનોજ્ઞ (સ્વયjદાચારી) કે ૩૬૩ અન્યવાદીઓનો ‘વિમોક્ષ'-પરિત્યાગ કવો તથા તેમના આહાર, ઉપધિ, શય્યા, અભિપ્રાયને ત્યાગવો. પાર્થસ્થા વગેરે, ચાસ્ટિ, તપ, વિનયમાં હીન તે અસમનોજ્ઞ અને જ્ઞાનાદિ પાંચ આચારોમાં હીન તે યથાણંદ તેવાની સંમતિ ન કરવી. બીજા ઉદ્દેશામાં-આઘાકમદિનો ત્યાગ કરવો અથવા કોઈ આધાકર્મી વડે નિમંત્રણ કરે તો તેને નિષેધ કરવો. નિષેધ કરતા તેને ક્રોધ ચડે તો તેને સિદ્ધાંત સમજાવવો કે આવું દાન તને કે મને ગુણકારી નથી. ત્રીજા ઉદ્દેશામાં - ગોચરી ગયેલા સાધુને ઠંડી આદિથી અંગ ધ્રુજે ત્યારે ગૃહસ્થને શંકા થાય કે, ઇન્દ્રિયોની ઉમતતાથી કે શૃંગાર ભાવાવેશથી આ સાધુ યુજે છે, આવું બોલે કે શંકા કરે, તો શંકા દૂર કરવા યથાવસ્થિત અર્ચનું કથન કર્યું તેિમને ઉપશાંત કરવા. બાકીના પાંચ ઉદ્દેશામાં - ઉપકરણ તથા શરીરનો વિમોક્ષ, તે વિષય સંક્ષેપ અને વિસ્તારથી કહે છે, ચોથા ઉદ્દેશામાં વૈહાનસ (ફાંસો ખાવો], ગાધ પૃષ્ઠ-ગીધ આદિથી પોતાનો નાશ કરાવવો. આ બે મરણનું વર્ણન છે. પાંચમાં ઉદ્દેશામાં ગ્લાનતા અને ભકતપરિજ્ઞા સમજાવી. છઠ્ઠામાં એકત્વભાવતા તથા ઇંગિત મરણને બતાવ્યું. સાતમામાં - ભિક્ષુપતિમા અને પાદપોપગમનનું વર્ણન છે. આઠમામાં - અનુપૂર્વ વિહાર કરનારા, દીર્ધ સંયમ પાળનારા, શાસ્ત્ર અર્ચના ગ્રહણ પછીના કાળે સીદાતા, સંયમ અધ્યયન-અધ્યાપન કિયા કMાર સાધુઓ તૈયાર થયા પછી બાર વર્ષની સંલેખતા દ્વારા દેહ દુર્બળ બનાવી ભક્તપરિજ્ઞા, * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * અધ્યયન-૭ “મહાપરિજ્ઞા” હાલ ઉપલબ્ધ નથી * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
SR No.009034
Book TitleAgam 01 Acharanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 01, & agam_acharang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy