SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૬/૫/૨૦૭ - જન શબ્દથી તિર્યંચ, મનુષ્ય, દેવ લીધાં. તે જનો અનુકૂળ, પ્રતિકૂળ કે બંનેમાંનો કોઈ ઉપસર્ગ કરે છે. તેમાં દેવકૃત્ ઉપરાર્ગ ચાર પ્રકારે છે હાસ્યથી, દ્વેષથી, વિમર્શથી અને પૃથક્ વિમાત્રથી. તેમાં કેલીપ્રિય કોઈ વ્યંતર હાસ્યથી વિવિધ ઉપસર્ગો કરે. - ૪ - ૪ - ૪ - દ્વેષથી - જેમકે ભગવંત મહાવીરને - x - વ્યંતરીએ શીત ઉપસર્ગ કર્યો. વિમર્શથી - આ સાધુ ધર્મમાં દૃઢ છે કે નહીં ? તે જોવા - ૪ - ઉપસર્ગો કરે. જેમ કોઈ વ્યંતરીએ સ્ત્રીવેશ ધારણ કરી સાધુને અનુકૂળ ઉપસર્ગથી ચલાયમાન કરવા ધાર્યું. સાધુ નિશ્વલ રહેતા ભક્તિથી વાંધા, પૃથક્ વિમાત્રા એટલે ઉક્ત ત્રણે કે ત્રણમાંથી કોઈ એક પ્રકારે ઉપસર્ગ કરે. જેમ સંગમે ભગવંત મહાવીરને કર્યાં. . ૪ - . ૪૩ મનુષ્ય પણ સાધુને હાસ્ય, દ્વેષ, વિમર્શ અને કુશીલ પ્રતિોવના એ ચાર ભેદે ઉપસર્ગ કરે. તેમાં હાસ્યથી દેવસેના ગણિકાએ બાળસાધુને ઉપસર્ગ કર્યો. - ૪ - દ્વેષથી સોમભૂતિ સસરાએ ગજસુકુમાલને ઉપસર્ગ કર્યો. વિમર્શથી - ચાણક્યમંત્રીની પ્રેરણાથી ચંદ્રગુપ્તે ધર્મ પરીક્ષાર્થે સાધુને ઉપસર્ગ કરાવેલો - ૪ - કુશીલના પ્રતિસેવન માટે ઉપસર્ગ કરે કોઈ સાધુ કોઈ શેઠ ઘેર ન હતા ત્યાં રાત રોકાયા ત્યારે સ્ત્રીઓએ ઉપસર્ગ કર્યા. તિર્યંચ પણ ભય, દ્વેષ, આહાર તથા બચ્ચાના રક્ષણ માટે ઉપસર્ગ કરે તે ચાર પ્રકારે છે, ભય-સાપ વગેરે ચમકીને કરડે, હેપથી ચંડકૌશિકે ભગવંત મહાવીરને ઉપસર્ગ કર્યો. આહાર માટે સિંહ, વાઘ ઉપસર્ગ કરે, બચ્ચાના સંરક્ષણ માટે કાકી વગેરે પીડે. આ પ્રમાણે ઉપસર્ગથી જનો દુઃખ દેનારા થાય છે. અથવા તે તે ગામ વગેરે સ્થાનમાં જતાં કે રહેતા આત્માને પીડનારા દુઃખો થાય છે તે ચાર પ્રકારે છે – (૧) આંખમાં કણુ વગેરે પડતા ઘટ્ટનતા, (૨) ભ્રમરી કે મૂર્છાદિ વડે પતનતા, (૩) વાયુ આદિથી સ્તંભનતા, (૪) તાળવામાં આંગળી આદિ નાંખવાથી થતી શ્લેષણતા અથવા વાત, પિત્ત, કફ આદિના ક્ષોભથી કટુ સ્પર્શો થાય અથવા નિષ્કિંચનપણાથી તૃણસ્પર્શ, ડાંસ, મચ્છર, શીત-ઉષ્ણાદિ પીડા કોઈ વખત થાય. તેવા કોઈપણ દુઃખ સ્પર્શો આવે ત્યારે ધીર બનીને સહન કરે. ચિંતવે કે, નારકી વગેરેમાં કર્મોના ઉદયથી પછી પણ ભોગવવાના રહેશે. માટે હમણાં જ ભોગવવા ઠીક છે માનીને સહન કરે અથવા ઉક્ત સાધુ પરીષહો સહીને પોતાનો રક્ષક બને અને ઉપદેશ વડે બીજાનું પણ રક્ષણ કરે. તે બતાવે છે. ઓન: એકલો રાગાદિથી રહિત સારી રીતે દર્શન પામેલો તે સમિત દર્શન કે સમ્યક્ દૃષ્ટિ છે. અથવા શમિત એટલે ઉપશમ પામેલ, વન એટલે દૃષ્ટિ કે જ્ઞાન અર્થાત્ ઉપશાંત અધ્યવસાયવાળો. અથવા સમતાને પામેલ દર્શનવાળો કે સમદષ્ટિ. આવા ગુણવાન સાધુ પરીષહોને સહે. અથવા ધર્મને કહે. - ૪ - તે આ રીતે - જીવ માત્ર ઉપર દ્રવ્યથી દયા જાણીને, ક્ષેત્રથી પૂર્વ આદિ બધી દિશાને જોઈને સર્વત્ર દયા કરતો તે સાધુ ધર્મ કહે. કાળથી આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ જીવનપર્યન્ત, ભાવથી રાગદ્વેષ રહિતપણે ધર્મ કહે - કેવી રીતે કહે ? – બધા જીવો દુઃખના દ્વેષી અને સુખના ચાહનારા છે, તેમને આત્મવત્ માનવા. કહ્યું છે, જે પોતાને ગમતું નથી તેવા બીજા માટે ન કરવું. એ જ સારરૂપ ધર્મ છે. તે કામનાથી જુદો પ્રવર્તે છે ઇત્યાદિ. તે પ્રમાણે ધર્મ કહેતા પોતે પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના ભેદો વડે અથવા આક્ષેપણી આદિ કથા વડે પોતે હિંસા, જૂઠ, ચોરી, મૈથુન, પરિગ્રહ, રાત્રિભોજનથી દૂર રહી ધર્મ પાળે અથવા આ પુરુષ કોણ છે ?, કયા દેવને માને છે ?, તેનો અભિપ્રાય આદિ વિચારીને વ્રત અનુષ્ઠાનનું ફળ કહે આવો ધર્મ કોણ કહે ? આગમ જ્ઞાતા કહે. નાગાર્જુનીયા પણ કહે છે, જે સાધુ નિશ્ચયે બહુશ્રુત, આગમ જ્ઞાતા, હેતુ બતાવવામાં કુશળ, ધર્મકથા લબ્ધિસંપન્ન, ક્ષેત્ર, કાળ, પુરુષને વિચારી આ પુરુષ કોણ છે ? કયા દર્શનને માને છે ? એ પ્રમાણે ગુણ-જાતિએ યુક્ત હોય તે જ ધર્મ કહેવાને સમર્થ છે. – તે કેવા નિમિત્તોમાં ધર્મ કહે ? ૪૪ તે આગમજ્ઞાતા સ્વસમય-પરસમયજ્ઞ ભાવથી ઉઠેલા સતિને ધર્મ કહે. 'વા' એટલે પાર્શ્વનાથ શિષ્યોમાં ચાર ચામ ધર્મ પાળતા હોય. તેને અને ભગવંત મહાવીરના ગણધરો પંચમહાવ્રત ધર્મને બતાવે છે. અથવા સદા ઉત્થિત એવા પોતાના શિષ્યોને નવું તત્વ જણાવવા ધર્મ કહે. અથવા ધર્મ શ્રવણની ઇચ્છાવાળા, ગુરુ સેવા કરનાર શ્રાવકોને સંસાર પાર ઉતારવા ધર્મ કહે છે – કેવો ધર્મ કહે છે ? – શમન એટલે શાંતિ - અહિંસા રૂપ ધર્મને કહે તથા વિરતિને કહે. એ રીતે પાંચે મહાવ્રતોને સમજાવે. તથા ક્રોધજયથી ઉપશમ દ્વારા ઉત્તરગુણને કહે તથા નિર્વાણ-મોક્ષનું સ્વરૂપ કહે છે. મૂલગુણ-ઉત્તરગુણ વડે આ ભવ-પરભવનું સુખ અને છેવટે મોક્ષ મળે છે. ‘શોચ’ એટલે ઉપાધિરહિત પવિત્ર વ્રત ધારવું. ‘આવ' માયારૂપ વક્રતાનો ત્યાગ. ‘માર્દવ' માન, અહંકારનો ત્યાગ. લાઘવ એટલે બાહ્ય-અન્વંતર ગ્રંથનો ત્યાગ. તે કેવી રીતે કહે, તે બતાવે છે– યથાવસ્થિત વસ્તુ જેમ આગમમાં કહી હોય તેમ ઉલ્લંઘ્યા વિના કહે. કોને કહે ? – દશ પ્રકારના પ્રાણને ધારનારા તે ‘પ્રાણી’ - સામાન્યથી સંજ્ઞી પંચેન્દ્રિય. મુક્તિગમન યોગ્ય જે ભવ્યપણે રહેલા છે ‘ભૂત’, સંયમ જીવિત વડે જીવે તે ‘જીવ’ અને સંસારમાં દુઃખ પામતા રહેતા એવા તિર્યંચ, નર, દેવ તે ‘સત્વ’. - X - તે બધાંને -d ધર્મ કહે છે અથવા પ્રાણી, ભૂત, જીવ, સત્વ એ એકાર્થક શબ્દ છે. તેમને ક્ષાંતિ આદિ દશવિધ ધર્મ - ૪ - કહે છે. - x - તે ધર્મકથા લબ્ધિવાન્ હોય તે કહે છે. હવે ધર્મ જે રીતે કહે છે, તે બતાવે છે– • સૂત્ર-૨૦૮ : વિચાર કરી ધર્મ કહેનાર મુનિ પોતાના આત્માની આશાતના ન કરે, બીજાની આશાતના ન કરે કે અન્ય પ્રાણ, ભૂત, જીવ, સત્વની આશાતના ન કરે. આ રીતે સ્વયં આશાતના ન કરતા કે બીજા પાસે ન કરાવતા તે મુનિ વધ્યમાન પાણી, ભૂત, જીવ, સર્વને માટે અસંદીનદ્વીપની માફક શરણભૂત થાય
SR No.009034
Book TitleAgam 01 Acharanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 01, & agam_acharang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy