SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૬/૨/૧૯૯ માત્રને પીડાકારી પરીષહ ઉપસર્ગો સહાયકારી માનવાથી તેને મનની પીડા થતી નથી કહ્યું કે બીજો માણસ આત્માને પીડા નથી જ આપતો પણ શરીને દુઃખ આપે છે. હૃદયથી તે દુઃખ પોતાનું માન્યુ છે, તે પાસ્કાનું નથી જ આપેલું. શરીરની પીડા તો થાય છે જ તે બતાવે છે - શરીર સુકાય ત્યારે માંસ અને લોહી સુકાય, તેવા સાધુને લુખા તથા અલ્પ આહારથી પ્રાયઃ ખલપણે આહાર પરિણમે છે, રસપણે નહીં. કારણ અભાવે થોડું જ લોહી શરીરપણે હોવાથી માંસ પણ થોડું જ હોય છે, તેથી મેદ પણ થોડો હોય અથવા પ્રાયઃ લુખ્ખુ તે વાયુ કરે છે. વાયુ પ્રધાનને લોહી માંસ ઓછા હોય અયેલતાથી તૃણાદિ સ્પર્શ થતાં શરીરમાં દુઃખ થવાથી પણ માંસ અને લોહી ઓછા હોય છે. સંસાર શ્રેણિ જે રાગદ્વેષરૂપ કષાયની સંતતિ છે તેને ક્ષાંતિ આદિ ગુણોથી તથા સમત્વ ભાવનાથી જાણીને વિશ્રેણિ [નષ્ટ] કરે. જેમકે જિનકલ્પી કોઈ એક કે 33 કોઈ બે કે કોઈ ત્રણ કલ્પ ધારણ કરે. અથવા સ્થવિર કલ્પી કોઈ માસક્ષમણ કે અર્ધમાસક્ષમણ કરે, કોઈ વિકૃષ્ટ કે અવિત્કૃષ્ટ તપ કરે, કોઈ કૂરગડૂ માફક નિત્યભોજી હોય. આ બધા જિનવચનાનુસાર પરસ્પર નિંદા ન કરતા સમત્વદર્શી છે. કહ્યું છે કે– “જે બે, ત્રણ, એક અથવા વસ્ત્રરહિત નિભાવ કરે તે બધા જિનાજ્ઞાવર્તી હોવાથી પરસ્પર નિંદા ન કરે.’’ તથા જિનકલ્પી કે પ્રતિમાધારી કદાય છ માસ સુધી ભિક્ષા ન મળે તો પણ - ૪ - નિત્યભોજીને તેં ખાવા માટે જ દીક્ષા લીધી છે એવું ન કહે. આ રીતે સમત્વદૃષ્ટિ પ્રજ્ઞા વડે ઉક્ત મુનિ સંસારસાગર તર્યો છે, તે જ સાર્વ સંગથી મુક્ત અને સર્વ સાવધ અનુષ્ઠાનથી વિત કહ્યો છે. તેમ હું કહું છું. પ્રશ્ન - તે પ્રમાણે સંસાર શ્રેણીને ત્યાગી સંસારસાગર તરેલાને મુક્ત અને વિત્ત કહ્યા. તેવા સાધુને અરતિ પરાભવ કરે કે નહીં ? [ઉત્તર] કર્મના અચિંત્ય સામર્થ્યથી પરાભવ કરે ? - તે કહે છે– • સૂત્ર-૨૦૦ : અસંયમથી વિત, પશસ્ત ભાવોથી નીકળી પ્રશસ્ત ભાવમાં રમણ કરનાર, દીર્ઘકાલના સંયમી મુનિને અરતિ પરાભવ કરે ? તે સમુસ્થિત મુનિ શુભ પરિણામોની શ્રેણી ચઢતા જાય છે. જેમ અસંદીન દ્વીપ યાત્રિકોનું આશ્વાસન સ્થાન છે, તેમ તીર્થંકર ઉપદિષ્ટ ધર્મ મુનિને આશ્રય સ્થાન છે. મુનિ ભોગેચ્છા તથા હિંસા ન કરવાના કારણે લોકપ્રિય, મેધાવી અને પંડિત કહેવાય છે. જે પ્રમાણે પક્ષી પોતાના બચ્ચાનું પાલન-પોષણ કરી તેને સમર્થ બનાવે છે, તેમ ધર્મમાં અનુત્થિત શિષ્યને આચાર્ય દિન-રાત સાવધાનીપૂર્વક શિક્ષા આપી ધર્મમાં કુશળ બનાવે છે - એમ હું કહું છું. • વિવેચન : અસંયમથી બચેલ, ભિક્ષાથી નિર્વાહ કરનાર તથા પ્રશસ્ત સ્થાનરૂપ અસંયમથી નીકળી, ગુણના ઉત્કર્ષથી ઉપર ઉપરના પ્રશસ્ત ગુણસ્થાનરૂપ સંયમમાં વર્તતા સાધુને 2/3 આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ શું સ્ખલાયમાન કરે ? અર્થાત્ તેવા સાધુને શું અતિ મોક્ષમાં જતા અટકાવી શકે ? હા. દુર્બળ અને વિનયવાળી ઇન્દ્રિયો છે, તેને અચિંત્ય મોહશક્તિ અને વિચિત્ર કર્મ પરિણતિ શું ન કરે ? કહ્યું છે કે, નિશ્ચે કર્મ ઘણાં ચીકણાં અને વધુ પ્રમાણમાં વજ્રસાર જેવા ભારે હોય તો જ્ઞાનથી ભૂષિત પુરુષને પણ કુમાર્ગે લઈ જાય. ૩૪ અથવા તેવા ઉત્તમ સાધુને અરતિ કંઈ ન કરી શકે કેમકે તેઓ ક્ષણે ક્ષણે વિશુદ્ધતર ચાસ્ત્રિ પરિણામથી મોહના ઉદયને રોકેલા હોવાથી લઘુકર્મી થાય છે. તેથી તેને અરતિ પરાભવ ન કરી શકે - તે કહે છે - ક્ષણે ક્ષણે વિના વિલંબે સંયમ સ્થાનમાં ચડતા ચડતા કંટકને ધારણ કરતો સમ્યગ્ ઉત્થિત અથવા ઉત્તરોત્તર ગુણસ્થાને પહોંચતો યથાખ્યાત ચાત્રિ અભિમુખ જતો હોવાથી અરતિ તેને કઈ રીતે અટકાવે ? આવા સાધુ ફક્ત પોતાને જ અરતિથી રક્ષે છે, તેમ નહીં પણ તે બીજાને પણ અરતિથી દૂર કરવાથી રક્ષક છે, તે બતાવે છે - દ્વીપ દ્રવ્ય અને ભાવથી બે ભેદે છે. - x - દ્રવ્ય દ્વીપમાં આશ્વાસ લે છે તેથી તે - - ૪ - આશ્વારાદ્વીપ છે - x - તેમાં નદી-સમુદ્રના બહુ મધ્યભાગમાં કોઈ કારણે વહાણ ભાંગે ત્યારે ડૂબતા માણસો આશ્રય લે છે. આ દ્વીપ બે પ્રકારે છે. જે પખવાડીયે કે મહિને પાણીથી ભરાય તે સંદીન અને તેથી વિપરીત તે અસંદીન. જેમકે સિંહલદ્વીપ આદિ. વહાણવાળા આ અસંદીનદ્વીપનો આશ્રય લે છે - ૪ - તે જ રીતે ભાવસંધાનને માટે ઉત્થિત સાધુનો પણ બીજા પ્રાણી આશ્રય લે છે. અથવા દ્વીપને બદલે દીપ લઈએ તો તે પ્રકાશને માટે હોવાથી પ્રકાશદીપ છે. તે આદિત્ય, ચંદ્ર, મણિ આદિ અસંદીન છે અને વિધુત્, ઉલ્કા વગેરે સંદીન છે અથવા પ્રચુર ઇંધનથી વિવક્ષિત કાળમાં સ્થાયી અગ્નિ અાંદીન છે, તેથી વિપરીત ઘાસના ભડકા જેવો સંદીન છે. - ૪ - ૪ - ૪ - તે પ્રમાણે જ્ઞાન મેળવવા ઉધત થયેલ પરીષહ ઉપસર્ગમાં દીનતા ન લાવવાથી અસંદીન છે. તે સાધુ વિશેષ પ્રકારે બોધ આપતા હોવાથી બીજા જીવોને માટે ઉપકારી થાય છે. બીજા આચાર્યો ભાવદ્વીપ કે ભાવદીપને બીજી રીતે કહે છે, જેમકે ભાવદ્વીપ તે સમ્યકત્વ છે. તેમાં પ્રતિપાતિ હોવાથી ઔપશમિક, ક્ષાયોપશમિક એ સંદીન ભાવદ્વીપ છે અને ક્ષાયિક અસંદીન છે. તે પ્રાપ્ત થતા પરીત સંસાર થવાથી પ્રાણિને આશ્વાસન મળે છે. સંદીન ભાવદીપ તે શ્રુતજ્ઞાન છે અને અસંદીન તે કેવલજ્ઞાન છે. તે મેળવીને પ્રાણી અવશ્ય ધૈર્ય પામે છે. અથવા ધર્મને સારી રીતે ધારણ કરી ચાસ્ત્રિ પાળતો છતાં અરતિને તે સાધુ વશ થતો નથી એમ કહેતા કોઈ પ્રશ્ન કરે છે કેકેવા ધર્મને માટે આ સાધુ ઉત્થિત થયો છે ? આચાર્ય કહે છે– જેમ અસંદીન દ્વીપ પાણીથી ન ભીંજાયેલો ઘણા જીવોને શરણ આપવાથી વિશ્રાંતિ યોગ્ય છે, તેમ તીર્થંકરપ્રણીત ધર્મ કપ, તાપ, છંદ અને નિર્ઘટિત હોવાથી અસંદીન છે. અથવા કુતર્કથી ગભરાતો નથી, પણ યોગ્ય ઉત્તર આપવાથી પ્રાણીઓના રક્ષણ માટે આશ્વાણ્ય ભૂમિ છે.
SR No.009034
Book TitleAgam 01 Acharanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 01, & agam_acharang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy