SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૬/૨/૧૯૪ ૨૭ ૐ અધ્યયન-૬ ઉદ્દેશો-૨ “કર્મવિધૂનન” લ ૦ ઉદ્દેશો-૧-કહ્યો હવે બીજો કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે - પૂર્વના ઉદ્દેશામાં સગાનો મોહ છોડવાનું કહ્યું. જો કર્મનું વિધૂનન થાય તો તે સફળ થાય, તેથી કર્મના વિધૂનન માટે આ ઉદ્દેશો કહે છે - ૪ - • સૂત્ર-૧૯૪ : કેટલાંક વસુ [સાધુ] કે અનુવસુ [શ્રાવક] આ સંસારને દુઃખમય જાણી, પૂર્વસંયોગોને છોડીને, ઉપશમ ભાવ ધારણ કરી, બ્રહ્મચર્ય ધારણ કરીને ધર્મને યથાર્થરૂપે જાણીને પણ કેટલાંક કુશીલો ધર્મપાલન કરતા નથી. • વિવેચન : લોક એટલે માતા, પિતા, પુત્રાદિ સ્નેહ સંબંધનો વિયોગ થતા કે તેમનું કંઈ બગડતા પીડાય છે અથવા સંસારી જીવ કામરાગથી પીડાય છે. તેને જ્ઞાન વડે ગ્રહણ કરીને તથા માતાપિતાદિ સંબંધ છોડીને, ઉપશમ પામી, બ્રહ્મચર્યમાં વસીને તે દ્રવ્યવાળો અર્થાત્ કષાયરૂપ કાળાશ દૂર કરી પોતે વીતરાગ બને છે, તેથી ઉલટો સરાગ બને છે અથવા વસુ એટલે સાધુ અને અનુવસુ તે શ્રાવક છે. કહ્યું છે કે, વીતરાગ તે જિન કે સંયત હોય તેને વસુ જાણવા અને વૃદ્ધ કે શ્રાવકને અનુવસુ જાણવા. તથા શ્રુત-ચાત્રિ ધર્મ જાણીને, સ્વીકારીને કેટલાંક જીવો મોહોદયથી તેવી ભવિતવ્યતાના યોગે તેવા ધર્મને પાળવા શક્તિમાન થતા નથી. તેઓ કુશીલ છે, ધર્મપાલનમાં અશક્ત હોવાથી તે કુશીલ છે. તેઓ શું કરે છે ? • સૂત્ર-૧૯૫ ઃ તે વસ્ત્ર, પાત્ર, કંબલ, રજોહરણ છોડી અનુક્રમે આવતા દુઃસહ પરીષહોને સહી ન શકવાથી કામભોગમાં મમત્વ કરે છે પણ થોડાં જ સમયમાં આ ક્ષણભંગુર શરીરનો ત્યાગ થાય છે. આ પ્રકારે તે અનેક વિઘ્નો અને દ્વન્દ્વો કે અપૂર્ણતાથી યુક્ત કામભોગોથી અતૃપ્ત જ રહે છે. • વિવેચન : કરોડો ભવે પણ દુષ્પ્રાપ્ય માનવજન્મ પામીને પૂર્વ, સંસાર સમુદ્રથી પાર ઉતરવા સમર્થ બોધિ મેળવીને મોક્ષવૃક્ષબીજ સમાન સર્વવિરતિ લક્ષણ ચાસ્ત્રિ સ્વીકારી ફરી દુર્નિવાર્ય કામથી, મન ઢીલું થતાં ઇન્દ્રિય લાલસાથી મોહનીય કર્મ ઉદયથી, અશુભ વેદનીય પ્રગટ થવાથી - ૪ - ભાવિ હિતને અવગણીને કાર્યકાર્યને વિચાર્યા વિના મહા દુઃખનો સાગર સ્વીકારી - ૪ - કુલ ક્રમાચાર ત્યજીને ચાસ્ત્રિ છોડે છે. તે ત્યાગ ધર્મોપકરણ છોડવાથી થાય છે તે બતાવે છે– વસ્ત્ર, પાત્ર, કંબલ, પાત્ર નિયોગ, રજોહરણને બેદરકારીથી ત્યજીને કોઈ દેશવિરતિ સ્વીકારે છે, કોઈ સમ્યક્દર્શન રાખે છે, કોઈ તેનાથી પણ ભ્રષ્ટ થાય છે. આવું દુર્લભ ચાસ્ત્રિ પામીને કેમ તજે ? દુસહ્ય પરીષહોને સહન ન કરી શકવાથી, મોહના પરવશપણાથી દુર્ગતિને આગળ કરી મોક્ષમાર્ગને તજે છે. ભોગ માટે ત્યાગ કરવા છતાં પાપના ઉદયથી શું આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ ર થાય ? તે કહે છે— વિરૂપ કામોને વહાલા માની સ્વીકારતો, ભોગના અધ્યવસાયવાળો બનવા છતાં અંતરાય કર્મોદયથી તત્ક્ષણ પ્રવ્રજ્યા મૂક્યા પછી કે ભોગ પ્રાપ્તિ પછી અંતર્મુહૂર્તમાં કે અહોરાત્રમાં અપરિણામથી શરીર ભેદાય છે. એ રીતે આત્મા અને શરીરનો ભેદ થાય છે, અનંતકાળે પણ પંચેન્દ્રિયત્વ પ્રાપ્ત થતું નથી. આ વિષયનો ઉપસંહાર કરતા કહે છે— આ રીતે તે ભોગાભિલાષી અનેક વિઘ્નોવાળા અંતરાયવાળા કામ ભોગોને ચાહે છે. તે ભોગો આકેવલિક કે અસંપૂર્ણ છે. જેને મેળવવા પાછા સંસારમાં પડે છે અથવા - ૪ - કામભોગો વડે અતૃપ્ત બનીને જ શરીરનો નાશ કરે છે. જ્યારે બીજા નીકટ મોક્ષગામી, ચાત્રિ પરિણામી લઘુકર્મના કારણથી વધતા જતા ભાવવાળા બને છે તે કહે છે— - સૂત્ર-૧૯૬૬ : કેટલાંક લોકો ધર્મ પ્રાપ્ત કરીને ધર્મોપગરણથી યુક્ત થઈને સર્વજ્ઞ કથિત ધર્મ આચરે છે. લીધેલ પ્રતિજ્ઞામાં દૃઢ રહે છે. સર્વ આસક્તિને દુઃખમય જાણી તેનાથી દૂર રહે તે જ મહામુનિ છે. તે સર્વે પ્રપંચોને છોડી “મારું કોઈ નથી - હું એકલો છું' એમ વિચારી વિરત થઈ, યતના કરતો અણગાર સર્વ પ્રકારે મુંડિત થઈ વિચારે, અોલક થઈ, સંયમમાં ઉધત બની, ઉણોદરી કરે, કોઈ તેની નિંદા કરે, પ્રહાર કરે, વાળ ખેંચે, પૂર્વે કરેલ કોઈ દુષ્કર્મ યાદ કરાવી અસભ્ય શબ્દો બોલે, દોષારોપણ કરે ત્યારે મુનિ સમ્યક્ ચિંતન દ્વારા સમભાવે સહન કરે. અનુકૂળ-પ્રતિકૂળ, મનોહારી-અનિષ્ટ પરીષહોને સમભાવે સહન કરે. • વિવેચન : ઉક્ત વિશુદ્ધ પરિણામથી નીકટ મોક્ષગામીતાથી સાધુએ શ્રુત ચાસ્ત્રિરૂપ ધર્મ પામીને વસ્ત્ર, પાત્રાદિ ધર્મોપકરણ સ્વીકારીને ધર્મકરણીમાં પણિહિત બની પરિષહો સહન કરી સર્વજ્ઞ ઉપદિષ્ટ ધર્મને પાળે અહીં પૂર્વોક્ત પ્રમાદનાં સૂત્રો અપ્રમાદના અભિપ્રાયથી કહેવા. - ૪ - ૪ - તે સાધુઓ કેવા થઈને ધર્માચરણ કરે તે કહે છે— કામભોગો કે માતાપિતાદિમાં મોહ ન કરે, તપ સંયમાદિ ધર્મ ચરણમાં દૃઢ બની ધર્મ આચરે. વળી બધી ભોગાકાંક્ષાને જ્ઞ પરિજ્ઞા વડે જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી ત્યાગે. એ કામપિપાસાનો પરિત્યાગી પ્રકર્ષથી નમેલો સંયમ કે કર્મ ધોવામાં લીન મહામુનિ બને છે, બીજા કોઈ બનતા નથી. વળી સર્વે પ્રકારે પુત્ર-પત્નીના સંબંધ કે કામાનુસંગ ઉલ્લંઘી શું ભાવના ભાવે? તે કહે છે આ આ સંસારમાં પડતા મારે આલંબનરૂપ કોઈ નથી, સંસારમાં હું એકલો છું, હું કોઈનો નથી. આ ભાવના ભાવનારો આ જિન પ્રવચનમાં સાવધ અનુષ્ઠાન ત્યાગી દશવિધ સાધુ સામાચારીમાં યત્નવાળો થાય. તેવો કોણ થાય ? અણગાર. તે એકત્વભાવના ભાવતો ઉણોદરી તપ કરે - x - . વળી તે દ્રવ્ય-ભાવથી મુંડ બનીને સંયમાનુષ્ઠાનમાં વર્તે. કેવો બનેલો ? તે કહે છે— X-.
SR No.009034
Book TitleAgam 01 Acharanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 01, & agam_acharang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy