SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૬/૧/૧૯૦ કર્મોના વિશ્વાકને સારી રીતે વિચારી તેના ફળને સાંભળો. એવા પણ પ્રાણી છે જે અંધ છે, અંધકારમાં રહે છે, તે પાણી તેને જ એક કે અનેક વાર ભોગવી તીવ્ર અને મંદ સ્પર્શોનું સંવેદન કરે છે. તીર્થંકરોએ આ સત્ય કહેલું છે - એવા પ્રાણી પણ હોય છે. જેમકે - વર્ષજ, રાજ, ઉદક, ઉદકચર, આકાશગામી આદિ પ્રાણી અન્ય પ્રાણીને કષ્ટ આપે છે. તેથી તું લોકમાં આ મહાભયને જાણી હિંસા ન કર. • વિવેચન : તે ચયાવસ્થિત કર્મવિપાકને તમે મારી પાસે સાંભળો. જેમકે - દેવ, નારક, તિર્યંચ, મનુષ્ય એ ચાર ગતિ છે. તેમાં નસ્કગતિમાં ચાર લાખ યોનિ તથા ૨૫-લાખ કુલ કોટિ છે. ૩૩ સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે, ત્યાં પરમાધામીકૃત્, પરસ્પર ઉદીતિ અને સ્વાભાવિક વેદના છે. તે કહેવી શક્ય નથી. થોડામાં કહેવાથી પૂરો વિષય ન કહેવાય. તો ૫ણ કર્મવિપાકના કહેવાથી પ્રાણીઓને વૈરાગ્ય થાય તે માટે વર્ણન કરે છે— ૨૩ કાન કાપવા, આંખના ડોળા ખેંચવા, હાથ-પગ છેદવા, હૃદય બાળવું, નાક છેદવું, પ્રતિક્ષણ દારુણ અવાજ, કટ વિદહન, તીક્ષ્ણ આપાત, ત્રિશૂળથી ભેદન, બળતા મોઢાવાળા કંક પક્ષીઓથી વારંવાર ભક્ષણ, તીક્ષ્ણ તલવારોથી, વિષમ ભાલા, બીજા અધ ચક્રો વડે, પરસુ, ત્રિશૂળ, મુદ્ગર, તોમર આદિથી દુઃખ દે છે. તાળવુંમસ્તક ભેદે, ભુજા, કાન, હોઠ, છેદે, છાતી, પેટ, આંતરડા ભેદે ઇત્યાદિથી નાસ્કી જીવો પીડાય છે. નીચે પડે, ઉંચે ઉછળે, વિવિધ ચેષ્ટા કરતા પૃથ્વી પર દીન થઈને રહેલા કર્મ પટલથી અંધ બનેલા નારક જીવોનો કોઈ રક્ષક નથી. પરસુની તીક્ષ્ણ તલવાર જેવી ધારાથી તે રાંકડા છેદાય છે, હડકાયા કુતરા કરડવા માટે વીંટાયેલા રહી પોકાર કરે છે, કરવત વડે લાકડા જેમ ચીરાય છે, બાહુ છેદાય છે, કુંભીમાં ગરમ તરવું પાય છે, મૂષમાં શરીર બળાય છે, બળતા અગ્નિની જ્વાળા વડે ભુંજાય છે, નીભાળામાં સળગે છે ત્યારે ઉંચા હાથ રાખી આર્ત્ત સ્વરે ક્રન્દન કરે છે. શરણરહિત થઈને બિચારા બધી દિશામાં જુએ છે, પણ કોણ રક્ષણ કરે ? તિર્યંચ ગતિમાં પૃથ્વીકાયની સાત લાખ યોનિ, બાર લાખ કુલ કોટિ છે. તેઓને સ્વકાય-પરકાય શસ્ત્ર તથા શીત-ઉષ્ણ વેદના છે, અકાય જીવોની ૭-લાખ યોનિ, સાત લાખ કોટિ છે, તેમને જુદી જુદી વેદના છે, અગ્નિકાયની ૭-લાખ યોનિ, ૩ લાખ કુલ કોર્ટિ, પૂર્વવત્ વેદના છે. વાયુકાયની ૭-લાખ યોનિ, ૭-લાખ કુલ કોર્ટિ શીતોષ્ણાદિ વિવિધ વેદના છે. પ્રત્યેક વનસ્પતિની ૧૦-લાખ યોનિ, સાધારણ વનસ્પતિની ૧૪-લાખ યોનિ, બંનેની ૨૮-લાખ કુલ કોટિ છે. અનંતકાળ સુધી છેદન, ભેદન, મોટન આદિ વિવિધ વેદના અનુભવે છે. બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચરિન્દ્રિય ત્રણેની બે-બે લાખ યોનિ તથા અનુક્રમે ૭, ૮, ૯ લાખ કુલ કોટિ છે, તેમને થતી ભૂખ, તરસ, ઠંડી આદિ વેદના પ્રત્યક્ષ છે. પંચેન્દ્રિય તીર્રચની ચાર લાખ યોનિ છે - x - X - તેમની વેદના પ્રત્યક્ષ છે. જેમકે આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ ભૂખ, તરસ, ઠંડી, તાપ, ભયથી દુઃખી, સદા પીડાયેલા એવા તિર્થયો અતિ દુઃખી છે. જરા પણ સુખ નથી. મનુષ્ય ગતિમાં ૧૪-લાખ યોનિ તથા ૧૨-લાખ કુલ કોટિ છે તથા આવી વેદના છે - પહેલું દુઃખ ગર્ભવાસમાં રહેવાનું છે, જન્મ પછી મલીન શરીર આદિ - x - દુઃખ, યુવાનીમાં વિરહનું દુઃખ અને વૃદ્ધાવસ્થા તો અસાર જ છે, મનુષ્યો! સંસારમાં થોડું પણ સુખ દેખાતું હોય તો બોલો. બાળપણાથી રોગ વડે ડસાયેલો, મૃત્યુપર્યંત શોક, વિયોગ, કુયોગ વડે તથા અનેક દુર્ગત દોષો વડે મૃત્યુ સુધી પરાભવ પામે છે. ભૂખ, તરસ, ઠંડ, તાપ, શીતદાહ, દાદ્રિ, શોક, પ્રિવિયોગ, ધૈર્ભાગ્ય, મૂર્ખતા, નીચજાતિ, દાસપણું, કુરુપત્વ, રોગથી આ મનુષ્યદેહ સદા પરતંત્ર છે. ૨૪ દેવગતિમાં પણ ચાર લાખ યોનિ, ૨૬-લાખ કુલ કોટિ છે. તેમાં પણ ઇર્ષ્યા, વિષાદ, મત્સર, ચ્યવનભય, શલ્યાદિથી પીડાયેલા મનથી દુઃખનો પ્રસંગ જ છે, સુખનું અભિમાન તો આભાસ માત્ર છે. કહ્યું છે, દેવો ચ્યવન તથા વિયોગથી દુઃખી છે, ક્રોધ, ઇર્ષ્યા, મદ, મદનથી પીડાયેલા છે. હે આર્ય! અહીં કંઈપણ સુખ વર્ણવવા યોગ્ય હોય, તો વિચારીને કહો. આ પ્રમાણે ચાર ગતિમાં સંસારી જીવો વિવિધ કર્મવિપાકને ભોગવે છે. તે સૂત્રકાર દર્શાવે છે - પ્રાણી વિધમાન છે. ચક્ષુરહિત તે દ્રવ્ય અંધ છે અને વિવેકરહિત તે ભાવ અંધ છે. તેઓ નકગતિ આદિના દ્રવ્ય અંધકારમાં તથા મિથ્યાત્વ આદિના કર્મવિષાકથી ભાવ અંધકારમાં રહેલા છે. વળી તેવી કોઢ વગેરે અધમ અવસ્થામાં કે એકેન્દ્રિય અપર્યાપ્ત અવસ્થાને એકવાર અનુભવીને પાછું કર્મોદયથી તે જ અવસ્થા વારંવાર અનુભવીને ઉંચ-નીચ દુઃખ વિશેષને જીવ અનુભવે છે. આ બધું તીર્થંકરે કહેલું તે કહે છે - તીર્થંકરે પ્રકર્ષથી પ્રથમથી કહેલ છે. હવે પછી કહેવાનાર પણ તેમનું જ કહેલું છે. કેટલાંક ભાષા લબ્ધિ પામેલા બેઇન્દ્રિયાદિ જીવો છે, તેમજ કટુ તિકતાદિ રસને જાણનારા સંજ્ઞી ‘રસજ' જીવો છે. આ પ્રમાણે સંસારી જીવોનો કર્મવિષાક વિચારીને મહાભય જાણવો. ઉદકરૂપ એકેન્દ્રિય જીવો પર્યાપ્ત, અપર્યાપ્ત ભેદે છે. ઉદકમાં ચરનારા પોરા, છેદનક, લોકુણક આદિ ત્રસ જીવો છે. માછલા, કાચબા છે, જળાશ્રિત મહોરગ, પક્ષી આદિ છે. બીજા આકાશગામી પક્ષી છે. આ રીતે બધાં પ્રાણી પ્રાણીઓના આહારાદિ કે મત્સરાદિથી દુઃખ આપે છે. તું જો, કે આ ચૌદ રાજ પ્રમાણ લોકમાં કર્મવિપાકથી વિવિધ ગતિમાં દુઃખ તથા કલેશનાં ફળરૂપ મહાભય છે. કવિપાકથી મહાભય કેમ ? તે કહે છે– - સૂત્ર-૧૯૧ - જીવો બહુ દુ:ખી છે, મનુષ્યો કામભોગોમાં આસક્ત છે. આ નિર્બળ અને ક્ષણિક શરીર સુખ માટે જીવ વધની ઇચ્છા કરે છે, વેદનાથી પીડિત તે ઘણું દુઃખ પામે છે. તે અજ્ઞાની જીવ શરીરમાં અનેક રોગો ઉત્પન્ન થયેલા જોઈને તેની
SR No.009034
Book TitleAgam 01 Acharanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 01, & agam_acharang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy