SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૫/૪/૧૦ રષષ ૨૫૬ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ થાય. ત્યારે તે સાધુ નિરવધ વિધિથી તેને દૂર કરી શકતો નથી. કેમકે તે સાધુ આ પીડાને સહન કરવાનો ઉપાય જાણતો નથી, સમ્યક સહેવાતું ફળ જાણતો નથી, તેથી પીડા સહેવી મુશ્કેલ છે. પછી આતંક-પીડાથી આકૂળ બનેલો એષણા શુદ્ધિને તજી દે છે. પ્રાણી ઉપમદન પણ સ્વીકારે છે. વચન-કંટકથી પ્રેરાઈ અંદરથી પણ બળે છે. પણ આવી ઉત્તમ ભાવના ભાવતો નથી કે આ પીડા મારા કર્મના વિપાકથી ઉદયમાં આવી છે, બીજા તો માત્ર નિમિત છે. વળી - આત્માને દ્રોહ કરનાર અમર્યાદા મૂઢને સુમાર્ગેથી ઘસડીને નરક અનિરૂપ જવાળામાં ઈંધન તરીકે નાંખે. આવી ઉત્તમ ભાવના આગમ ન ભણવાથી તેને થતી નથી. આ બતાવી ગુરુ શિષ્યને કહે છે આ એકલા વિયરનારને બાધા દૂર કરવી મુશ્કેલ છે. તું તેને જોયા જાણ્યા વિના મારા ઉપદેશથી બહાર ન જતો. પણ આગમ અનુસારીતાથી સદા ગચ્છમાં રહેજે. સુધમસ્વિામી કહે છે, આ અભિપ્રાય વર્ધમાનસ્વામીનો છે કે એકચયમાં દોષ છે અને ગુરુનિશ્રામાં ગુણ છે. - આચાર્ય સમીપવર્તીએ શું કરવું ? આચાર્યની દૃષ્ટિ મુજબ હેય-ઉપાદેયમાં વર્તવું અથવા સંયમમાં કે આગમમાં જે દૃષ્ટિ તે દૃષ્ટિ મુજબ સર્વકામાં વિહરવું. તેણે કહેલ સર્વસંગથી વિરતી કરી, સંયમમાં સદા યત્ન કરવો. તથા તેમને સર્વે કાર્યોમાં આગળ સ્થાપવા. તે પ્રમાણે આચાર્યના વિષયમાં વર્તવું. આચાર્યની સંજ્ઞા પ્રમાણે સર્વ કાર્ય કરવું પણ સ્વમતિના મુજબ કાર્ય ન કરવું. સદા ગુરુકુળવાસ સેવે. ત્યાં ગુરુકુળવાસમાં વસતો તે કેવો થાય ? તે કહે છે ચતનાથી વિહાર કરનારો, યતનાથી પ્રાણિ ઉપમદન ન કરતો પડિલેહણાદિ ક્રિયા કરે, વળી આચાર્યના અભિપ્રાય મુજબ ક્રિયામાં વર્તે, તે ‘ચિતનિપાતી' કહેવાય. ગુર ક્યાંય ગયા હોય તો તે પંથનું પ્રલોકન કરે. તે ‘પંથનિયથિી' કહેવાય. તે ગુરના સંથારનો દેખનાર, ગુરુ ભૂખ્યા હોય તો આહાર શોધે એ રીતે ગુનો આરાધક થાય. વળી ગુરનો આગળ-પાછળ અવગ્રહ સાચવે, કાર્ય સિવાય સદા અવગ્રહ બહાર રહે * * * * * ગુરએ કોઈ કાર્ય માટે મોકલેલ હોય તો પ્રાણિઓને દુ:ખ ન થાય તે રીતે યુગમાત્ર ભૂમિ શોધતો યતનાથી ચાલે. • વળી - • સૂત્ર-૧૩૧ - તે સાધુ જતાં-આવતા, અવયવોને સંકોરતા-ફેલાવતા, આરંભથી નિવૃત્ત થતા-પ્રમાર્જનાદિ ક્રિયા કરતા સદા ગુરુ આજ્ઞાપૂર્વક વિચરે. ગુણ સમિત અને યતનાપુર્વક વર્તનાર મુનિના શરીરના સ્પર્શથી કદાચિત કોઈ પ્રાણી ઘાત પામે તો તેને આ જન્મમાં જ વેદન કરવા યોગ્ય કર્મનો બંધ થાય છે. જે કોઈ પાપ જાણીને કર્યું હોય તો તેને જ્ઞ પરિજ્ઞાથી ઘણી પ્રાયશ્ચિત્ત દ્વારા દૂર કરવું. અપમાદથી તે કર્મનો ક્ષય થાય છે. આમ આગમવેતા કહે છે. • વિવેચન : સદા ગુરુ આજ્ઞા મુજબ વર્તનાર સાધુ જતા કે પાછા ફરતા, હાથ-પગ સંકોચતા કે હાથ વગેરે અવયવોને ફેલાવતા, સમસ્ત અશુભ વ્યાપારી પાછો ફરી, સમ્યક રીતે હાથ-પગ આદિ અવયવોને તથા તેના સ્થાનોને જોહરણાદિથી પ્રમાઈને ગુરકુલ વાસમાં વસે. ત્યાં રહેનારની વિધિ-ભૂમિ પર એક ઉરૂ સ્થાપીને, બીજો ઉંચો રાખીને બેસે. તેમ ન બેસાય તેવા સ્થાને ભૂમિનું પડિલેહણ-પ્રમાર્જન કરી કુકડીના દેહાંતે સંકોચે કે પ્રસારે. સુવું હોય તો મોરની માફક સુવે. કેમકે મોર બીજા પ્રાણીના ભયથી એક પડખે તથા સચેતન જ સુવે. પડખું પણ નિરીક્ષણ કરી, પુંજીને ફેરવે. એ પ્રમાણે બધી ક્રિયા પૂંજી-પ્રમાર્જીને કરે. આ પ્રમાણે પ્રમાદથી ક્રિયા કરવા છતાં કદાચિત્ બનવાકાળ જે થાય તે કહે છે . કદાચ તે ગુણયુક્ત સાધુને અપમતપણે સખ્યણું અનુષ્ઠાન કરવા છતાં જતાઆવતા, સંકોચતા-ફેલાવતા, પ્રમાર્જન કરતાં કોઈપણ અવસ્થામાં પોતાની કાયાના સંગમાં આવેલા સંપાતિમ જીવોમાં કોઈ પરિતાપ પામે, કોઈ ગ્લાની પામે, કોઈના અવયવ નાશ પામે કે સૂત્રમાં કહ્યા મુજબ કોઈના પ્રાણ જાય તો અહીં કર્મબંધની વિચિત્રતા છે શૈલેશી અવસ્થામાં મશક આદિ જીવ કાયાના સ્પર્શથી મરણ પામે તો પણ બંધ ઉપાદાન કારણ યોગના અભાવે બંધ થતો નથી. ઉપશાંત-ક્ષીણ-મોહ-સયોગી કેવલીને સ્થિતિ નિમિત્તે કપાયોના અભાવથી એક સમયનો જ બંધ થાય. અપ્રમત સાધુને જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી કોડાકોડી સાગરોપમનો બંધ છે. પ્રમતને અનાકરી આદિ કારણે - x • અપ્રમતથી કંઈક વિશેષ બંધ છે. તે એક જ ભવે દૂર થઈ શકે છે આ જન્મમાં જ ભોગવવું તે આ લોક વેદન છે. તેના વડે આવી પડેલને ભોગવવું અર્થાત્ પ્રમત સાધુએ પણ જે ઇચ્છાવિના ભૂલ કરી તે કાયસંઘનાદિથી, આ ભવના અનુબંધરૂપ કર્મબંધ થયો. તે આ ભવે જ ક્ષય કરી શકાય છે. આયુરીથી કર્મ કર્યું હોય - આગમોક્ત કારણ સિવાય પ્રાણીને દુ:ખ આપ્યું હોય તો જ્ઞપરિજ્ઞા જાણીને વિવેક પ્રાયશ્ચિત્ત લેવું અથવા કર્મનો અભાવ થાય તેવું કૃત્ય કરે. - કમનો અભાવ કઈ રીતે થાય તે કહે છે - હવે કહેવાનાર ઉપાય પ્રમાણે તે સાંપરાયિક કર્મ માટે આગમજ્ઞાતા સાધુ પ્રમાદને દૂર કરીને દશવિધ પ્રાયશ્ચિતમાંના જે યોગ્ય પ્રાયશ્ચિત હોય તે સમ્યગુ રીતે આદરી અભાવ કરે અથવા તીર્થકર કે ગણધર કે ચૌદપૂર્વી તેનો અભાવ કરે છે. હવે અપમાદી કેવા હોય ? તે કહે છે– • સૂત્ર-૧૭૨ - તે પ્રભુતદશ પ્રભુત પરિજ્ઞાની, ઉપશાંત, સમિત, સહિત, સદા યતનાશીલ મુનિ શ્રીજનને જોઈને પોતે પોતાનું પર્યાલોચન કરે કે, આ સીજન મારું શું કલ્યાણ કરશે ? લોકમાં જે સ્ત્રીઓ છે તે ચિત્તને લોભાવનાર છે. આ પ્રમાણે તીરે ફરમાવેલ છે. કદાચિત ઇન્દ્રિયોના વિષયોથી પીડિત થાય તો તે નિઃસાર આહાર છે, ઉણોદરી કરે, ઉદd સ્થાને કાયોત્સર્ગ કરે, ગામનુગ્રામ વિહાર કરે, છેલ્લે આહાર ત્યાગ કરે પણ પ્રસંગમાં મનને ક્યારેય ફક્સાવા ન દે..
SR No.009034
Book TitleAgam 01 Acharanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 01, & agam_acharang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy