SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૪/૪/૧૫ર ૨૩૩ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ શ્રુતસ્કંધ-૧ (અધ્યયન-૫ લોકસાર) • ભૂમિકા : ચોથું અધ્યયન કર્યું. હવે પાંચમું કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે - ગત અધ્યયનમાં સમ્યકત્વ કહ્યું. તેમાં જ્ઞાન રહેલું છે. તે બંનેનું ફળ ચાત્રિ એ મોક્ષનું પ્રધાન અંગ છે, તેથી લોકમાં સારરૂપ હોવાથી તેના પ્રતિપાદન માટે આ અધ્યયન છે. આવા સંબંધથી આવેલા આ અધ્યયનના ઉપક્રમ આદિ ચાર અનુયોગ દ્વારો છે. ઉપક્રમ દ્વારે અધિકાર બે રીતે છે. અધ્યયન અધિકાર પૂર્વે કહ્યો. ઉદ્દેશ અધિકાર નિયંતિકાર કહે પણ બધાં જીવ આશ્રયી સામાન્યથી જોતા આઠે કર્મનો સભાવ છે. તેથી કર્મનું સકુલપણું કહ્યું. તેથી કર્મ કે તેના ઉપાદાન કારણ આશ્રવને નિશ્ચયથી છોડે-આશ્રવ થાય તેવું કૃત્ય ન કરે. વેદ અતિ - x · આગમ. તેને જાણે તે વેદવિદ્ - સર્વજ્ઞ ઉપદેશ વર્તી. આ મારો જ અભિપાય નથી. બધાં તીર્થકરોનો આશય છે તે કહે છે– • સત્ર-૧૫૩ - હે શિષ્ય ! જે વીર છે, સમિત છે, સહિત છે, સદા યતનાવાનું છે, શુભાશુભ દશ છે, સ્વતઃ ઉપરd છે, લોકને યથાર્થરૂપે જોનાર છે, પૂર્વ પશ્ચિમ, દક્ષિણ, ઉત્તર દિશામાં સત્યમાં સ્થિત છે; તે વીર સમિત, સહિત, યતનાવાન, શુભાશુભદશી, સ્વયં ઉપરત, યથાર્થ લોક ાના જ્ઞાનને હું કહીશ આવા યથાવસ્થિત સ્વરૂપ જાણનારને કોઈ ઉપાધિ નથી. તેમ કહું છું. • વિવેચન : સમ્યવાદ, નિરવધ તપ, ચાસ્ત્રિ કહ્યું. હવે તેનું ફળ કહે છે . જે કોઈ અતીત, અનાગત, વર્તમાન [2] છે. તેઓ કર્મ વિદારણ સમર્થ હોવાથી વીર છે. સમિતિ યુક્ત, જ્ઞાનાદિ સહિત, સત સંયમ વડે સદા યતનાવાળા, શુભ અશુભને નિરંતર દેખનાર, પાપકર્મો રૂ૫ આત્માથી ઉપરત છે. જેવી રીતે લોક ચૌદ રાજ પ્રમાણ છે કે કર્મલોક છે . પૂવદિ બધી દિશામાં રહેલ છે તેને દેખતા સત્ય, સંયમ, તપમાં સ્થિર છે, ત્રિકાળ વિષયતા જોનારા છે. પૂર્વે અનંતા થયા, વર્તમાનમાં પંદર કર્મભૂમિમાં સંખ્યાતા છે. ભાવિમાં અનંતા સ્થિત રહેશે; તેઓનો ત્રણે કાળનો બોધ છે તે હું તમને કહીશ. તે તમે સાંભળો. તેઓ “વીર’ ઇત્યાદિ વિશેષણ યુક્ત છે. - X - X - તેિ બોધ આ પ્રમાણે - જે કર્મનિત ઉપાધિ છે તે નાકાદિ ગતિમાં જન્મ, સુખી-દુ:ખી, સુભગ-દુર્ભગ, પયતિકઅપતિક આદિ મળે કે નહીં તેવી પરમત શંકા છે. તીર્થકરો સાક્ષાત જોઈને કહે છે - મમત્વ છૂટી જવાથી તેવા કેવલીને કર્યજનિત ઉપાધિ નથી. તેમ હું કહું છું. અધ્યયન-૪ “સમ્યકત્વ" ઉદ્દેશો-૪ “સંપવયન’નો | મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ સૂબાનુગમ કહ્યો. જયવિચારચી તેનો અતિદેશ કર્યો. અધ્યયન પૂરું થયું. [નિ.૨૩૬ થી ૨૩૮] હિંસા કરે તે હિંસક. આરંભ કરવો તે આરંભ. વિષયોનો આરંભ કરતો તે વિષયારંભક. • x • હિંસક અને વિષયારંભક સાથે લીધા. જે સાધુ પ્રાણીની હિંસા કરે અને વિષય સુખ માટે સાવધ આરંભ કરે તે મુનિ ન કહેવાય. વિષયસુખ માટે એકલો વિચરે તે એકચર છે. તે પણ મુનિ નથી. પહેલા ઉદ્દેશામાં હિંસક, વિષયારંભક, એકરારનો અધિકાર છે. બીજા ઉદ્દેશામાં-હિંસાદિ પાપસ્થાનોથી દૂર રહે તે વિરત મુનિ, તેનો અધિકાર છે. બોલવાના આયાવાળો તે વાદી, પણ અવિરત વાદી પરિણવાળો હોય છે. તેનો અધિકાર છે. બીજા ઉદ્દેશામાં-આ જ વિરત મુનિ અપરિગ્રહી બને છે અર્થાત્ કામ અને ભોગથી દૂર રહે છે. તેનો અધિકાર છે. ચોથા ઉદ્દેશામાં - અગીતાર્થને સમર્થ વિના દુ:ખો ભોગવવા પડે છે. પાંચમાં ઉદ્દેશામાં પ્રહની ઉપમાગી સાધુને ચિંતવવા. જેમ પાણી ભરેલ અને પાણી ન ઝરે તેવો દ્રહ પ્રશસ્ય છે, તેમ સાધુ પણ જ્ઞાન, દર્શન, ચારિત્રથી ભરેલો હોય અને વિસરી ન જાય તથા તપ, સંયમ, ગુપ્તિથી નિસંગતા રાખે. છઠ્ઠા ઉદ્દેશામાં ઉન્માર્ટ વર્જન અર્થાત કુદષ્ટિ અને સગદ્વેષ ત્યાગ છે. નામ નિપજ્ઞ નિક્ષેપોમાં આદાન પદ, ગૌણ બંનેને નિયુક્તિમાં કહે છે [નિ.૨૩૯] પ્રથમ ગ્રહણ કરાય તે આદાન. તેનું પદ તે આદાન પદ. તેના કરણપણાથી માવંતી તે નામ છે. અધ્યયનના આરંભે તે બોલાય છે. - x • ગુણથી નિષ્પન્ન તે ગૌણ. ગૌણનામ તે ‘લોકસાર' છે. ચૌદ રાજ પ્રમાણ લોકનો સાર તે લોકસાર, બે પદ વાળં નામ છે. લોક અને સારના ચાર નિપા છે. નામલોક-કોઈનું ‘લોક' નામ રાખે. સ્થાપના લોક-ચૌદ રાજલોકની સ્થાપના. તેની ત્રણ ગાથા છે. તેમાં ગણિત પ્રક્રિયા છે, જે જ્ઞાતા પાસે જ સમજવી.) દ્રવ્યલોક - જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાળ એ છનો સમૂહ. ભાવલોક-ઔદયિક આદિ છ ભાવરૂપ કે સર્વ દ્રવ્ય-પર્યાયાત્મક. ‘સાર' પણ નામાદિ ચાર ભેદે છે. તેમાં દ્રવ્યસારને કહે છે આચારાંગ સૂત્ર-શ્રુતસ્કંધ-૧ના અધ્યયન-૪નો મુનિદીપરત્નસાગરે કરેલો સટીક અનુવાદ પૂર્ણ |
SR No.009034
Book TitleAgam 01 Acharanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 01, & agam_acharang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy