SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૪/-ભૂમિકા ૨૧૩ [નિ.૨૨૨] સિદ્ધિમાર્ગના મૂળ એવા સમ્યક્ દર્શન વિના કર્મક્ષય ન થાય, તેથી કર્મશગુને જીતવાની ઇચ્છાવાળો સમ્યગ્રદર્શનમાં પ્રયત્ન કરે. કેમકે વિશે સમ્યગદર્શનીના તપ, જ્ઞાન, ચાત્રિ સફળ થાય છે. તેથી તેમાં પ્રયત્ન કરવો. બીજી રીતે સમ્યગદર્શનના ગુણો કહે છે [નિ.૨૨૩,૨૨૪] સમ્યક્ત્વની ઉત્પત્તિ થતાં અસંખ્યયગુણવાળી શ્રેણિ થાય છે. -x-x- તે આ રીતે દેશોન કોડાકોડી કર્મસ્થિતિક ગ્રંથિસવવાળા મિથ્યાર્દષ્ટિ કર્મનિર્જરાને આશ્રીને સમાન છે, ધર્મ પ્રચ્છાથી ઉત્પન્ન થયેલ સંજ્ઞાવાળા તેમનાથી અસંગેય ગુણ નિર્જરવાળા છે. ત્યારપછી પૂછવાની ઇચ્છાવાળા બની સાધુ સમીપે જવાની ઇચ્છાવાળો અસંખ્યય ગુણ ઉત્તમ જાણવો. ઇત્યાદિ - * * * * * * * * * સમ્યકત્વ ઉત્પત્તિ વર્ણવી. ત્યારપછી શ્રાવક વ્રત સ્વીકારતો વગેરે ઉત્તરોતર ગુણ પામેલને અસંખ્યય ગુણી નિર્જરા જાણવી. એ રીતે સર્વવિરતિમાં જાણવું. તેનાથી પણ પૂર્વે સર્વવિરતિ લીધેલાની અસંખ્યય ગણી નિર્જર જાણવી. - x • x• મોહનીય કર્મ ખપાવવાની ઇચ્છાવાળો અસંખ્યય ગુણ નિર્જરક જાણવો. તેનાથી ક્ષપક, તેનાથી ક્ષીણ અનંતાનુબંધી કષાય જાણવો. [ઇત્યાદિ વર્ણન વૃત્તિમાંથી જ જાણવું. કેમકે આ વિષય કિkષ્ટ છે, માત્ર અનુવાદથી સમજી શકાય તેવો નથી. વિષય તજજ્ઞ પાસેથી પ્રત્યક્ષ જ સમજવો સલાહભર્યો છે.] આટલી વૃત્તિ દ્વારા સિદ્ધ એ કરે છે કે, સમ્યગદર્શનવાળાના તપ, જ્ઞાન, ચરણ સફળ થાય છે. પણ જો કોઈ ઉપાધિ વડે કરે તો સફળ થતા નથી. તે ઉપાધિ કઈ ? [નિ.૨૨૫] આહાર, ઉપધિ, પૂજા અને આમ ઔષધ્યાદિ ઋદ્ધિ છે અતિ તેવી ઋદ્ધિ માટે જ્ઞાન-ચારિત્ર ક્રિયા કરે તથા ત્રણ ગારવમાં આસક્ત જે ક્રિયા કરે તે કૃત્રિમ કહેવાય. જેમ જ્ઞાન-ચાસ્ત્રિનું અનુષ્ઠાન આહાર માટે કરે તે કૃત્રિમ હોવાથી મોક્ષ ન આપે. બાર પ્રકારના તપમાં પણ તેમ જાણવું. કૃત્રિમ પાનુષ્ઠાતાને શ્રમણ ભાવ ન હોય. અશ્રમણનું અનુષ્ઠાન ગુણવાળું ન થાય. આ રીતે સિદ્ધ થયું કે ઉપધિરહિત દર્શનવાળા સાધુનું તપ, જ્ઞાન, ચરણ સફળ થાય છે. માટે દર્શન માટે પ્રયત્ન કરવો. દર્શન એટલે તવાર્થ શ્રદ્ધાન. - આ તવ - x • તીર્થકરે કહ્યું છે. * અધ્યયન-૪ “સમ્યક્ત્વ” ઉદ્દેશો-૧ “સમ્યક્રવાદ' É હવે સૂણાનુગમથી આવેલ સૂરને બતાવે છે– • સૂત્ર-૧૩૯ + હું કહું છું - ભૂતકાળમાં થયેલા, વમિાનમાં છે તે અને ભાવિમાં થશે તે બધા તીક્ત ભગવંતો આ પ્રમાણે કહે છે, આવું બોલે છે, આવું પ્રજ્ઞાપન કરે છે, પ્રરૂપણા કરે છે કે સર્વે પ્રાણી, સર્વે ભૂતો, સર્વે જીવો અને સર્વે સત્વોને મારવા નહીં તેના પર હુકમ ન રવો, કબ્બામાં ન રાખવા, ન સંતાપ આપવો અને પ્રાણોનો વિનાશ ન કરવો. આ ધર્મ શુદ્ધ છે, નિત્ય છે, શાશ્વત છે. ખેદજ્ઞ અરિહંતો એ લોકને સમ્યફ રીતે જાણીને કહ્યું છે. જે ધમચિરણને માટે તત્પર છે કે અતત્પર, ઉપસ્થિત છે કે અનુપસ્થિત હથી ઉપરd છે કે આનુપરત ઉપધિ સહિત છે કે ૨૧૮ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ રહિત, સંયોગોમાં સ્ત્ર છે કે સંયોગd નથી. તેમને ભગવતે ઉપદેશ આપેલ છે તે જ સત્ય છે, તે જ વશ છે, તે જિનપ્રવચનમાં સમ્યક્રરૂપે કહેલ છે. • વિવેચન : ગૌતમ સ્વામી કહે છે - જે હું કહું છું, તે હું તીર્થકરના વચનથી તવી જાણીને કહું છું. તેથી તે શ્રદ્ધેય વચન છે અથવા બૌદ્ધમત માન્ય ક્ષણિકવ નિવારવા કહ્યું છે - જે મેં પૂર્વે કહ્યું કે હું હાલ પણ કહું છું અથવા જે શ્રદ્ધાનમાં સમ્યક્ત્વ થાય છે, તે લવને હું કહું છું. જેઓ ભૂતકાળમાં થયા, વર્તમાનકાળમાં છે, ભાવિમાં થશે, તે બધા આ રીતે પ્રરૂપણા કરે છે. કાળ અનાદિ હોવાથી પૂર્વે અનંતા તીર્થકર થયા છે. આગામી કાળ અનંત હોવાથી ભાવિમાં અનંતા તીર્થંકરો થશે. વર્તમાનકાળ આશ્રીને પ્રજ્ઞાપક અપેક્ષાએ નક્કી સંખ્યા ન હોવાથી ઉત્કૃષ્ટ કે જઘન્ય પદે કહેવાય છે તેમાં ઉત્સર્ગથી મનુષ્યોગને આશ્રીને ૧૩૦ તીર્થકર હોય. તે આ પ્રમાણે - પાંચ મહાવિદેહ, પ્રત્યેકમાં 3૨ વિજયો મળીને ૧૬૦, ભરતના-૫, રવતના-૫ મળીને ૧eo થાય. જઘન્યથી-૨૦ હોય ૫મહાવિદેહ * * * દરેકમાં-૪- એ રીતે-૨૦ થાય. ભરત-રવત બંનેમાં તો સુષમ આદિ આરામાં તીર્થકરનો અભાવ હોય છે. બીજા આચાર્ય મહાવિદેહમાં - x - દશ તીર્થકર હોવાનું કહે છે. જેઓ પૂજા સકારને યોગ્ય છે, તે અહત કહેવાય. તેઓ ઐશ્વર્યયુક્ત ભગવંતો છે, તેઓ સંખ્યાના સંબંધમાં ઉપર મુજબ કહે છે. - X - X - સામાન્યથી દેવ મનુષ્યની પર્ષદામાં ‘અર્ધમાગથી'માં બધા જીવો પોતાની ભાષામાં સમજે તેમ બોલે છે, એ પ્રમાણે પ્રકર્ષથી સંશય નિવારવા સાધુ વગેરેને જીવ, અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ એ સાત તત્ત્વોને બતાવે છે. એ પ્રમાણે સમ્યગ્રદર્શન, જ્ઞાન, યાત્રિ મોક્ષ માર્ગ છે, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ બંધના હેતુઓ છે. ઇત્યાદિ - X • બતાવે છે. બધાં (૧) પ્રાણી અર્થાતુ પૃથ્વી આદિ એકેન્દ્રિય, બે, ત્રણ, ચાર, પાંચ ઇન્દ્રિય તેમના ઇન્દ્રિય, બળ, શ્વાસોચ્છવાસ અને આયુ લક્ષણ પ્રાણ પૂર્વે હતા, હાલ છે અને ભાવિમાં રહેશે. તેથી પ્રાણી કહેવાય છે. (૨) ભૂત-ચૌદ ભૂતગ્રામ. (3) જીવવર્તમાનમાં જીવે છે, જીવશે, પૂર્વે જીવતા હતા - તે નાકી, તિર્યચ, મનુષ્ય, દેવ એ ચાર ગતિવાળા છે. (૪) સર્વ-સ્વકૃત કર્મથી સાતા-અસાતાના ઉદયથી સુખદુ:ખ ભોગવે છે તેથી સત્વ છે અથવા આ ચારે શબ્દો એકાર્યક છે. તાવ-ભેદ-પર્યાય વડે પ્રતિપાદિત કરે છે. આ જીવોને દંડ આદિથી હણવા નહીં, બળજબરીથી હણાવવા નહીં, મમત્વભાવથી દાસ, દાસી રૂપે સંગ્રહ ન કરવો, શરીર-મનની પીડાથી સંતાપવા નહીં, તથા પ્રાણ દૂર કરવા પડે તેમનો વિનાશ ન કરવો. આવો દુર્ગતિને અટકાવવાનો અને સુગતિ પામવાનો ધર્મ જિનેશ્વરે કહ્યો છે. તે ધર્મના પુરુષાર્થના પ્રધાનપણાથી વિશેષરૂપે બતાવે છે
SR No.009034
Book TitleAgam 01 Acharanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 01, & agam_acharang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy