SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ 199 200 વ્યાખ્યાન-૯ કલ્પ [બાસા સૂત્ર છે તેમને સંયમની સાધના કરવી તે સુગમ છે. ભિક્ષને ગૃહપતિના કુળ તરફ નીકળવાનું અને પ્રવેશ કરવાનું કલ્પતું નથી. યાવત્ કાયોત્સર્ગ કરવો કે ધ્યાનને માટે કોઈ આસનથી ઉભવું ક૫તું નથી. * [322 વર્ષાવાસમાં રહેલા શ્રમણ અને શ્રમણીઓએ શૌચ માટે કે લઘુશંકા માટે ત્રણ સ્થાનોની પ્રતિલેખનાં કરવાનું કલ્પ છે. જે રીતે વર્ષાઋતુમાં કરવાનું હોય છે તે જ રીતે હેમંત અને ગ્રીષ્મ ઋતુમાં કરવાનું હોતું નથી. * [321] વર્ષાવાસમાં રહેલા શ્રમણો અને શ્રમણીઓને શમ્યા અને આસનનો અભિગ્રહ કર્યા વિના રહેવાનું ક૫તું. નથી. એ રીતે રહેવું તે આદાન છે અર્થાત્ કર્મબંધ કે દોષનું કારણ છે. પ્રશ્ન :- હે ભગવન્! એમ કઈ દષ્ટિથી કહેલ છે? ઉત્તર :- વર્ષાઋતુમાં મુખ્યપણે ઈન્દ્રગોપાદિ લધુજીવ, બીજ પનક અને હરિત એ બધાં વારંવાર થાય છે. જે શ્રમણ અને શ્રમણીઓ આસનનો અભિગ્રહ કરતા નથી, શય્યા કે આસનને જમીનથી ઊંચે રાખતાં નથી, વિના કારણે જ તેમને બાંધતા રહે છે, પ્રમાણરહિત આસન રાખે છે, આસન વગેરેને તડકો દેખાડતા નથી, પાંચ સમિતિઓમાં સાવધાની રાખતાં નથી, ફરીફરીને પ્રતિલેખના કરતાં નથી, પ્રમાર્જન કરવામાં સાવધાની રાખતાં નથી, તેમને સંયમની આરાધના કરવી કઠિન બને છે. * [23] વર્ષાવાસમાં રહેલા શ્રમણ અને શ્રમણીઓને ત્રણ પાત્ર ગ્રહણ કરવાનું કપે છે. તે આ રીતે (1) શૌચને માટે એક પાત્ર (2) લઘુશંકાને માટે બીજુ પાત્ર (3) કફ વગેરે ચૂંકવા માટે ત્રીજુ પાત્ર. આ આદાન (દોષ) નથી કે જે નિર્ગસ્થ અને નિર્ગી શચ્યા અને આસનનો અભિગ્રહ કરે છે. તેમને ઊંચે અને સ્થિર રાખે છે. તેમને પ્રયોજન વિના ફરી ફરીને બાંધતા નથી. પ્રમાણ પુરઃસર આસન રાખે છે. શય્યા તેમજ આસનને તડકો બતાવે છે, પાંચ સમિતિઓમાં સાવધાન રહે છે. વારંવાર પ્રતિલેખના કરે છે, પ્રમાર્જના કરવામાં પૂર્ણ સાવધાની રાખે [324] વર્ષાવાસમાં રહેલા શ્રમણ અને શ્રમણીને માથા ઉપર ગાયના રૂંવાડાં જેટલા પણ વાળ હોય ત્યારે તે રીતે પર્યુષણ પછી તે રાત્રિનું ઉલ્લંઘન કરવાનું ક૫તું નથી. [અર્થાત્ વર્ષાઋતુની વીસ રાત્રિ સહિત એક માસની
SR No.009033
Book TitleKalpaSutra Mool Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy