SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫e સૂત્ર-૨૬૫,૨૬૬ • વિવેચન-૨૬૫/૧, ૨૬૬ : ઉસેધાંગુલના માપ-પ્રમાણનું પ્રથમ એકમ છે પરમાણુ. પમ અને અણુશળદથી પરમાણુ શબ્દ નિષ્પન્ન થાય છે. પરમ એટલે ચરમતમાં છેલ્લામાં છેલ્લો અણુ અર્થાત્ પુદ્ગલ દ્રવ્યના વિભાગ કરતાં કરતાં છેલ્લો અંશ જે આવે કે જેના હવે વિભાગ થઈ ન શકે, તેવા નિર્વિભાગ અંશને પરમાણુ કહેવામાં આવે છે. પરમાણુઓ ભેગા મળવાથી અંધ બને છે. આ રીતે પરમાણુ કારણરૂપ છે પણ કાર્યરૂપ નથી. આ તૈmયિક પરમાણુનું અહીં કોઈ કાર્ય નથી, તે વ્યવહારમાં ઉપયોગી નથી માટે તેને સ્થાપ્ય, સ્થાપવા યોગ્ય કહી સૂત્રકારે તેનું વિશેષ વર્ણન કર્યું નથી. આ બે-ત્રણ-ચાર-પાંચ વગેરે પરમાણુ ભેગા મળે, એકભાવને પામે ત્યારે તે સ્કંધ કહેવાય છે. આ સ્કંધ જ્યાં સુધી સ્થૂલ રૂપે ન પરિણમે, ત્યાં સુધી નિશ્ચયનયની અપેક્ષાએ ભલે તે ધ હોય પરંતુ વ્યવહાર નય તેને પરમાણુ કહે છે. તેથી સૂફમાકાર સ્કંધ વ્યાવહારિક પરમાણુ કહેવાય છે. અનંત પરમાણુ ભેગા મળીને અનંતપદેશી ઢંધ બને, તે જ્યાં સુધી અપ્તિ-પાણી, શસ્ત્ર વગેરેથી પ્રતિઘાત ન પામે ત્યાં સુધી સૂક્ષ્માકાર કહેવાય છે અને જ્યારે શાથી અભિહત થાય ત્યારે તે ચૂલાકાર પરિણત કહેવાય. આ સૂફમાકાર સ્કંધને જ વ્યવહારનય વ્યાવહારિક પરમાણુ કહે છે. આ વ્યાવહારિક પરમાણુ તલવારાદિ શત્રથી છેદન-ભેદન પામતા નથી, અગ્નિમાંથી પસાર થવા છતાં બળતા નથી, પુકરાવત મહામેઘ વચ્ચેથી પસાર થવા છતાં ભીંજાતા નથી. પુકરાવમિઘ રુક્ષ જમીનને સ્નિગ્ધ બનાવવા ઉત્સર્પિણી કાળના બીજા આરામાં વરસે છે. તે ભૂમિગત રુક્ષતા, આતપ વગેરે અશુભપ્રભાવને શાંત કરી, ધાન્યાદિનો અમ્યુદય કરે છે. આ મેઘમાં પાણી ઘણું હોય છે પણ તે મેઘ વ્યાવહારિક પરમાણુને પ્રભાવિત કરી શકતો નથી. મહાનદીઓના સામા પ્રવાહે ચાલવા છતાં તે પરમાણુ ખલના પામતો નથી અને વમળમાં કે જલબિંદુમાં અવગાહન કરવા છતાં તેમાં સડો થતો નથી. સંક્ષેપમાં પાણી, અગ્નિ કે અન્ય કોઈ શસ્ત્રનો તેના પર પ્રભાવ પડતો નથી. આવા વ્યાવહારિક પરમાણુને સિદ્ધોજ્ઞાની પુરુષો આદિ પ્રમાણ કહે છે. અહીં સિદ્ધ શદથી જ્ઞાનસિદ્ધ-કેવળી ભગવાન ગ્રહણ કરાય છે. • સૂત્ર-૨૬/૧ - તે અનંતાનંત વ્યાવહારિક પરમાણઉંઓનો સમુદાય એકત્રિત થવાથી એક ઉaણ સ્વણિકા, લાલણિકા, ઉtવરણુ, ત્રસરેણુ, સ્થરણુ, વાલાણ, લીખ, જ જવમધ્ય અને ગુલની નિષ્પત્તિ થાય છે, તે આ પ્રમાણે છે – (૧) આઠ ઉલ્લાણqક્ષણિક = એક GHણશ્લેક્ષણિકા, (૨) આઠ G1ણ-ક્લાસિકા = એક ઉદ્ધરણ, (૩) આઠ ઉદ્ધરણ = એક ત્રસરેણ, (૪) આઠ પ્રસરેલુ = એક રથરેણુ, (૫) આઠ રથરેણુ = એક દેવકુરુ-ઉત્તરકુરુના મનુષ્યોનો વાલા, (૬) આઠ દેવકુરુ-ઉત્તરકુટના મનુષ્યના વાતાગ્ર = એક ૧૫૮ અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન હરિવર્ષ, મ્યફ વર્ષના મનુષ્યનો વાલાણ, (૩) આઠ હરિવર્ષ ઓફ વર્ષના મનુષ્યના વાલાણ = એક હેમવત-êરણયવત ક્ષેત્રના મનુષ્યના વાલાઝ, (૮) આઠ હૈમવત-ટૅરણયવતક્ષેત્રના મનુષ્યોના વાલાગ્ર = એક પૂર્વ મહાવિદેહ અને અપર મહાવિદેહના મનુષ્યોના વાલાણ, () આઠ પૂર્વમહાવિદેહ-અપર મહાવિદેહના મનુષ્યોના વાલાગ્ર = ભરત-ભૈરવત ક્ષેત્રના મનુષ્યનો એક વાલાણ, (૧૦) આઠ ભરત-ઐરાવતક્ષેત્રના મનુષ્યના વાલાણ = એક લીખ છે, (૧૧) આઠ લીખ = એક જ (૧) આઠ જ = એક જવનો મધ્યભાગ, (૧૩) આઠ જવના મધ્યભાગ = એક ઉત્સધાંગુલ હોય છે. - આ ઉત્સધાંગુલ પ્રમાણથી (૧) છ અંગુલ = એક પાદ, (૨) ભાર અંગુલ = એક વેંત, (૩) ચોવીસ ગુલ = એક રાત્તિ(૪) અડતાલીસ ગુલ = એક કુક્ષિ, (૫) શુ આંગુલ = એક દંડ, ધનુષ્ય, યુગ, ધોંસરું, નાલિકા, યક્ષ અથવા મૂશલ થાય છે, (૬) ધનુષ્ય પ્રમાણથી બે હજાર ધનુષ્યનો એક ગાઉં, (૭) ચાર ગાઉનો એક યોજન છે. • વિવેચન-૨૬/૧ - આ સૂત્રો દ્વારા સૂત્રકારે ઉત્સધાંગુલનું માપ બતાવ્યું છે. અનંતાનંત વ્યાવહારિક પરમાણની એક ઉચ્છાણ-પ્લેક્ષણિકા બને છે. ઉલ્લક્ષણ લક્ષણિકા વગેરેને આઠ-આઠ ગુણા કરતાં ઉત્સધાંગુલ પર્વતના માપ નિપન્ન થાય છે. ઉલક્ષણ-પ્લક્ષણિકા અને ગ્લક્ષણ-પ્લેક્ષણિકા વ્યવહાર પરમાણુની અપેક્ષાઓ સ્થૂલ છે છતાં સૂમ પરિણામ પરિણત સ્કંધની તે અવસ્થાઓ છે. સ્વતઃ કે પરના નિમિતણી ઉપર-નીચે તિરછી ઉડતી જને ઉતરણ, હવા વગેરેના નિમિત્તથી ઉડતી ઘળને ત્રસરણ અને રથ ચાલે ત્યારે પૈડાના વજનથી ઉખડીને ઉડતી ધૂળને રથરેણું કહેવામાં આવે છે. શેષ , લીખ-જવ મધ્ય પ્રચલિત શબ્દો છે. આ સૂત્રમાં ચાર ગાઉનું એક યોજન કર્યું છે. ગાઉને કોશ અને ગભૂત પણ કહે છે.. • સૂત્ર-૨૬/ર : પ્રશ્ન : આ ઉત્સધાંગુલનું શું પ્રયોજન છે ? ઉત્તર :- ઉોધાંગુલથી નાકો, તિરચો, મનુષ્યો અને દેવોના શરીરની અવગાહના માપવામાં આવે છે. • વિવેચન-૨૬૭/ર : મુક્ત જીવોની અવગાહના નિયત જ છે. અંતિમ શરીરની અવગાહનાથી મિભાગ ચુન અવગાહના સાદિ અપર્યવસિત કાલપર્યત રહે છે પરંતુ સંસારી જીવ દરેક ભવમાં કર્માનુસાર અવગાહના પ્રાપ્ત કરે છે. તે અવગાહના ભવપર્યત રહે છે. સંસારી જીવની તે અવગાહના અનિયત હોય છે. તેથી કઈ ગતિમાં જીવ કેટલી અવગાહના પામે છે તે ઉસેધાંગુલથી માપવામાં આવે છે. : ભૂમ-૨૬૪ - પ્રશ્ન :- ભંતે નરકીની અવગાહના કેટલી બતાવી છે ? ઉત્તર :- હે ગૌતમ નાસ્કીની અવગાહના બે પ્રકારે છે, તે આ પ્રમાણે છે - (૧).
SR No.009032
Book TitleAgam Satik Part 41 Anuyogdwar Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashashrutaskandh
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy