SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૨૫૯ થી ૨૩ ૧૫૩ પ્રશ્ન :- આત્માંગુલ કોને કહેવાય છે? ઉત્તર :- જે કાળમાં, જે મનુષ્ય હોય તે કાળમાં, તે મનુષ્યના અંગુલને ભાંગુલ કહેવાય છે. પોતાના બાર ગુલ પ્રમાણ મુખ હોય છે અને તેના નવમુખ પ્રમાણ (એકસો આઠ અંગુલની) ઊંચાઈવાળા પુરુષ પ્રમાણયુકત મનાય છે. દ્રોસિક પુરુષ (એક દ્રોણ પાણીના માપવાળા પુરુષ) માનયુક્ત હોય છે અને આધુભાર પ્રમાણ તોલવાળા પુરુષ ઉન્માનયુક્ત કહેવાય છે. જે પુરુષ માન-ઉન્માન અને પ્રમાણથી સંપન્ન હોય તથા શારીરિક શુભ લક્ષણો, તલસમાદિ વ્યંજનો અને ઉદારતા વગેરે ગુણોથી યુકત હોય, ઉત્તમકુળોમાં જન્મેલ હોય તે પુરુષો ઉત્તમપુરુષો કહેવાય છે. આ ઉત્તમ પુરુષો પોતાના અંગુલથી ૧૦૮ અંગુલ પ્રમાણ ઊંચા હોય છે અને મધ્યમપુરુષ ૧૦૪ અંગુલ ઊંચા હોય છે. અધમપુરુષ ૯૬ આંગુલ ઊંચા હોય છે. વીરતા, ગંભીરતા, પ્રશંસનીય વર, સવ-આત્મિક, માનસિક, શક્તિ, સાર-શારીરિક ક્ષમતા સર્વગુણોથી પરિહીન ઉત્તમ કે અધમ પુરુષ પરમપણે ધીર ગંભીર આદિ ગુણસંપન્ન ઉત્તમ પુરુષોના દાસ હોય છે. ઉપરોકત ગુલ પ્રમાણ અનુસાર (૧) આત્માંગુલથી છ અંગુલનો પાદ, (૨) બે પાઈની વૈત, ૩) બે વેંતની રાત્રિ (હાથ), (૪) બે રનિની કુક્ષિ, (૫) બે કુક્ષિનો દંડ, ધનુષ્ય, સુગ, નાલિકા અક્ષ અને મુસલ થાય છે, (૬) બે હાર દીનુષ્યનો એક ગાઉકોશ () ચાર ગાઉનો એક યોજન થાય છે. • વિવેચન-૨૫૯ થી ૨૬૩/૧ : આ બે સૂત્ર દ્વારા સૂકારે આત્માગુલનું સ્વરૂપ દર્શાવ્યું છે. ‘આત્મા’ શબ્દ સ્વનો સૂચક છે. દરેક વ્યક્તિના પોત પોતાના અંગુલ તે આત્માગુલ કહેવાય છે. આ આભાંગુલનું માપ-પ્રમાણ એક સરખું રહેતું નથી. ઉત્સપિણી અને અવસર્પિણી કાળમાં મનુષ્યોના શરીરની ઊંચાઈમાં વધ ઘટ થાય છે. જે કાળમાં જે મનુષ્યો હોય તેના અંગુલ પ્રમાણને આભાંગુલ કહેવામાં આવે છે. પ્રમાણપુરુષ :- બાર આત્મ અંગુલ=એક મુખ થાય છે. તેવા નવ મુખ થતુ ૧૦૮ અંગુલ ઊંચાઈ વાળા પુરુષ પ્રમાણ પુરુષ કહેવાય છે. - ઢોણિકપુરુષ - દ્રોણ પ્રમાણ ન્યૂન પાણી હોય તેવી પાણીની કુંડીમાં કોઈ પુરુષ પ્રવેશે અને કુંડી છલોછલ થઈ જાય તો તે પુરુષ માનયુક્ત કહેવાય છે. તેવા પુરુષને દ્રોણિક પુરુષ કહેવાય છે.. ઉન્માનપુરુષ :- કોઈ પુરુષને ત્રાજવાથી તોળવામાં આવે અને જો તે આભાર પ્રમાણ વજનવાળા હોય તો તે પુરુષ ઉન્માન પ્રમાણયુક્ત કહેવાય છે. આ ત્રણે પ્રકારના માપથી જે યુકત હોય તે પ્રમાણપુરુષ-ઉત્તમપુરુષ કહેવાય છે. આ ઉત્તમપુરુષ પ્રમાણ, માન, ઉન્માનથી સંપન્ન હોવાની સાથે તેનું શરીર સ્વસ્તિક, શ્રીવન્સ વગેરે શુભ લક્ષણો, તલ, મસા વગેરે વ્યંજનોથી યુક્ત હોય છે. તેનો જન્મ લોકમાન્ય ૧૫૪ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન કળમાં થાય છે. તે ઉચ્ચ ગોત્ર કર્મના ઉદયના ફળ સ્વરૂપે લોકમાં આદર-સન્માનનું પાત્ર મનાય છે અને આજ્ઞા, ઐશ્વર્ય, સંપત્તિથી સમૃદ્ધિ હોય છે. સૂમ-૨૬૩/ર :પ્રશ્ન * આત્મગુલ પ્રમાણનું પ્રયોજન છે ? ઉત્તર : ભાંગુલ પ્રમાણથી કૂવા, જળાશય, નદી, તળાવ, વાપી, પુષ્કરિણી, દીક્લિંકા, ગુંજાલિકા સર, સરપંકિત, સરસપત્તિ, બિલપતિ રામ, બગીચા, ઉંધાન, કાન, વન, વનખંડ, વનરાજિ, દેવકુળ, સભા પપા, સૂપ, ખાઈ, પરિણા, પ્રકાર, અટ્ટાલક, ચરિકા, દ્વાર ગોપુરુતોરણ, રાસાદ, ઘર, સરસ-મૂંપડી વયન (લેણ) આપણદુકાન, શૃંગાટક, મિક, ચતુક, ચવર, ચતુમુખ, મહાપથ, પથ, શકટ, રથ, યાન, પાલખ, ગિલિ, શિલિ, શિબિકા, અંદમાનિકા, કડાઈ, મોટી કડાઈ, કડછી, આસન, શય્યા, ખંભ, ભાંડ, માટીના વાસણ વસ્તુઓ અને વર્તમાનકાળના યોજન વગેરેનું માપ કરવામાં આવે છે. તાતા એ છે કે વર્તમાન કાળની જરૂરિયાતની તથા મનુષ્ય દ્વારા બનાવવામાં આવતી સમસ્ત વસ્તુઓની લંબાઈપહોળાઈ-ઊંડાઈ આત્માંગુલથી માપવામાં આવે છે. આભાંગુલ સામાન્યથી ત્રણ પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે – (૧) સૂચિઅંગુલ (૨) પતરાંગુલ (3) ધનાંગુલ. (૧) એક ગુલ લાંબી અને એક પ્રદેશ પહોળી આકાશપદેશની શ્રેણિને સૂટ્યગુલ કહે છે. (૨) સૂટ્યગુલને સૂટ્યગુલથી ગુણતા પતરાંગુલ બને છે. (3) પતરાંગુલને સૂટ્યગુલથી ગુણતા ધનાંગુલ બને છે. • વિવેચન-૨૬૩/ર : આ સૂત્રમાં આત્માગુલના ત્રણ ભેદ સૂટ્યગુલ, પ્રતરાંગુલ અને ઘનાંગુલનું વર્ણન સૂરકારે કર્યું છે. સૂત્રગત શ્રેણિ શબ્દથી પ્રસંશાનુસાર આકાશ પ્રદેશની શ્રેણિ ગ્રહણ કરવી ‘આવશ્યક છે કારણ કે અહીં ક્ષેત્રનું વર્ણન છે. (૧) સૂટ્યગુલ:- એક અંગુલ લાંબી આકાશપદેશની શ્રેણિને સૂટ્યગુલ કહે છે. સૂચિ એટલે સોય. સોયની જેમ આ શ્રેણી એક અંગુલ લાંબી હોય છે. આકાશપદેશો એક પછી એક એમ લાઈનમાં ગોઠવાયેલ હોય છે. એક-એક પ્રદેશ જેટલી તે પહોળી હોય છે પરંતુ અન્ય આકાશપ્રદેશો બાજુમાં ગોઠવાય અને જે પહોળાઈ બને તેવી પહોળાઈ આ સૂટ્યગુલમાં હોતી નથી અથતું જેમાં માત્ર લંબાઈ છે પહોળાઈ હોતી નથી તેવી, પોતાના અંગુલ પ્રમાણ લાંબી, આકાશપદેશની શ્રેણિને સૂટ્યગુલ કહેવામાં આવે છે. તેમાં અસંખ્યાત આકાશપદેશ સમાયેલા હોય છે. (૨) પ્રતરાંગુલઃ- પ્રતર એટલે વર્ગ. કોઈપણ શશિ સંખ્યાને પરસ્પર ગુણવામાં આવે અને જે સંખ્યા પ્રાપ્ત થાય તે પ્રતર કહેવાય છે. પ્રતર એટલે પડ. પડની જેમ તેમાં લંબાઈ અને પહોળાઈ બંને હોય છે. તેમાં એક પ્રદેશની જાડાઈ હોય છે પણ અન્ય આકાશ પ્રદેશો દ્વારા જે જાડાઈ થાય તેવી જાડાઈ તેમાં હોતી નથી. તેથી એમ કહી શકાય કે એક ગુલ લાંબી અને એક અંગુલ પહોળી આકાશ પ્રદેશોની શ્રેણિ
SR No.009032
Book TitleAgam Satik Part 41 Anuyogdwar Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashashrutaskandh
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy