SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૫૩ ૧૪૯ પ્રશ્ન :- આ સમાન પ્રમાણનું શું પ્રયોજન? ઉત્તર :- આ રસમાન પ્રમાણથી દેગડા, ઘડા, કળશ, નાના કળશ, મશક, કરોડિકા, કુંડી વગેરેમાં રહેલા પ્રવાહી પદાર્થોના પરિમાણનું જ્ઞાન થાય છે. આ સમાન પ્રમાણ છે. • વિવેચન-૨૫૩/૪ - ધાન્ય માપવાના સાધનો કરતા પ્રવાહી માપવાના સાધનો ચતુર્ભાગ-ચાભાગ અધિક મોટા હોય છે. ધાન્યમાન પ્રમાણ દ્વારા ધાન્યાદિ પદાર્થો મપાય છે અને તેની શિખા ઉપર હોય છે. જ્યારે સમાન પ્રમાણ દ્વારા પ્રવાહી પદાર્થો મપાય છે. આ તેલ પદાર્થોની બહાર શિખા થઈ ન શકે તેની શિખા અંતરમુખી રુદર તરફ હોય છે. માટે સૈતિકા વગેરે ધાન્ય માપ કરતાં સમાપ ચારભાગ મોટા હોય છે ધાન્યાદિ ટોચ સહિત ભરે અને પ્રવાહી દ્રવ્યના માપ ચતુભગ મોટા હોવાથી બંનેનું માપ સમાન થઈ જાય. સમાન પ્રમાણનું પ્રથમ એકમ ‘ચતુઃષષ્ઠિકા’ છે, ચતુષષ્ઠિકાચી માની પર્વતના માપવાના પાત્રો પૂર્વ-પૂર્વ કરતાં બમણાં બમણાં જાણવા આ રસમાન પ્રમાણના માપ તથા પ્રવાહી પદાર્થ રાખવાના સાધનોના ‘વારક’ વગેરે નામ તત્કાલીન મગધ દેશમાં પ્રચલિત હતા. તે પણ ચામડા અને ધાતુઓના બનતા • સૂઝ-૨૫૩/૫ - પ્રશ્ન ઉન્માન પ્રમાણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- જેનું ઉન્માન કરાય અથવા જેના દ્વારા ઉન્માન કરાય અતિ જે વસ્તુ ત્રાજવાથી તોળવામાં આવે તેને ઉન્માન પ્રમાણ કહે છે. તે માપ આ પ્રમાણે છે. આધક, કર્યા અપલ, પલ, અધતુલા, તુલા, ઈભાર અને ભાર, બે અધકનો એક કર્ષ બે કર્મનો એક અર્ધપલ, બે અઈ પલનો એક પલ, (એક સો પાંચ અથવા) પાંચસો પલની તુલા, દસ તુલાનો એક આભાર અને વીસ તુલા (બે રાધભાર)નો એક ભાર થાય છે. પ્રશ્ન :- આ ઉન્માન પ્રમાણનું શું પ્રયોજન છે. ઉત્તર :- આ ઉન્માન પ્રમાણથી , અગર, તગર, ચોયક (ઔષધિ વિશેષ) કુંકુમ, ખાંડ, ગોળ સાકર વગેરે દ્રવ્યોના પરિમાણનું જ્ઞાન થાય છે. • વિવેચન-૨૫૩/૫ : જે વસ્તુનું પ્રમાણ ત્રાજવાથી તોળીને નિશ્ચિત કરવામાં આવે તે ઉન્માન કહેવાય છે, તોળવાનું નાનામાં નાનું માપ અર્પકર્ષ છે. જેના દ્વારા તોળાય ઉન્માન. આ કરણ મૂલક વ્યુત્પત્તિ અનુસાર ત્રાજવાના માપ-અર્ધકઈ વગેરે ઉન્માન કહેવાય છે. ઉન્માન પ્રમાણ દ્વારા સાકગોળ વગેરેનું પ્રમાણ નક્કી કરાય છે. • સૂત્ર-૨૫૩/૬ થી ૨૫૬/૧ : પ્રશ્ન : આ અવમાન પ્રમાણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- જેના દ્વારા અવમાન-માય કરાય છે અથવા જેનું અવમાન-માપ કરાય તે અવમાન પ્રમાણ કહેવાય છે. તે આ પ્રમાણે છે હાથથી, દંડથી, ધનુષ, યુગગી, નાલિકાણી, . ૧૫o “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન અક્ષથી અથવા મુસલથી માપવામાં આવે છે. દંડ, ધનુષ, યુગ, નાલિકા, આક્ષ અને મૂસલ ચાર હાથ પ્રમાણ હોય છે. દસ નાલિકાની એક રજૂ હોય છે. આ બધા માપ અવમાન કહેવાય છે. વસ્તુગૃહભૂમિને હાથથી, ફ્રોઝને દંડથી, મારસ્તાને ધનુષ્યથી અને ખાઈ-કૂવા વગેરેને નાલિકાથી માપવામાં આવે છે. આ બધા અવમાન પ્રમાણ રૂપે ઓળખાય છે. • સૂત્ર-૨૫૬/૨ : ધન :- આ અવમાન પ્રમાણનું પ્રયોજન શું છે ? ઉત્તર :- આ આવમાન પ્રમાણથી ખાઈ, પ્રાસાદ પીઠ, કકચિતત્કાષ્ઠખંડ, ચટાઈ, વા, દિવાલ, દિવાલની પરિધિ વગેરે સંબંધિત દ્રવ્યોની લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈનું જ્ઞાન થાય છે. આ અવમાન પ્રમાણનું સ્વરૂપ છે. • વિવેચન-૨૫૬/ર - જીવન નિર્વાહ માટે મનુષ્યને ધાન્ય, પાણી, સ્વાથ્ય રક્ષા માટે ઔષધાદિની જરૂર રહે છે. તેનું માપ કરવા માટે ધાન્ય માન પ્રમાણે, સમાન પ્રમાણ, ઉન્માન પ્રમાણનો ઉપયોગ થાય છે. પોતાની સુરક્ષા માટે મનુષ્ય મકાન વગેરેનું તથા નગરની રક્ષા માટે ખાઈ વગેરેનું નિર્માણ કરે છે. તેની લંબાઈ, પહોળાઈ વગેરેના પરિજ્ઞાન માટે અવમાન પ્રમાણનો ઉપયોગ કરવામાં આવે છે. • સૂત્ર-૨૫૬/૩ : પ્રશ્ન :- ગણિમ પ્રમાણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- જે ગણાય અથવા જેના દ્વારા ગણના કરાય તે ગણિમ પ્રમાણ કહેવાય છે. તે આ પ્રમાણે છે. એક, દસ, સો, હજાર, દસ હજાર, લાખ, દસ લાખ, કરોડ વગેરે. પન :- ગણિમ પ્રમાણનું શું પ્રયોજન છે ? ઉત્તર :- ગણિમ પ્રમાણથી મૃત્ય-નોકર, કર્મચારી વગેરેની વૃત્તિ-આજીવિકા, ભોજન, વેતનની, આય વ્યયથી સંબંધિત (રૂપિયા-પૈસા વગેદ્રવ્યોની નિષ્પત્તિ રૂપ ગણના પ્રમાણનું પરિડાના થાય છે. તે ગણિમ પ્રમાણનું સ્વરૂય છે. • વિવેચન-૫૬/૩ - ગણિમ પ્રમાણ દ્વારા જે વસ્તુની ગણના થાય અથવા જે સાધન દ્વારા તે વસ્તુની ગણના થાય તે બંને ગણિમ કહેવાય છે. જે સંસ્થા દ્વારા ગણાય છે, તે એક, બે, ત્રણ, દસ, સો વગેરે સંખ્યા પણ ગણિમ શબ્દથી વાચ્ય બને છે. ગણના માટે સૂત્રમાં કરોડ સુધીની સંખ્યાનો સંકેત કર્યો છે. તેનાથી આગળની સંખ્યાઓ આ પ્રમાણે છે. દસ કરોડ, અરબ, દસ અરબ, ખરબ, દસ ખબ, નીલ, દસનીલ, શંખ, દસ શંખ, ૫, દસ પા વગેરે સંખ્યા ૧૯૪ અંક પ્રમાણ છે. સૂત્રકારે તેનો સંકેત ‘કાળપ્રમાણ'ના વર્ણન પ્રસંગે કર્યો છે. • સૂત્ર-૨૫૬/૪ - પ્રસ્ત • પ્રતિમાના પ્રમાણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર કે જેના દ્વારા સુવણદિનું માપ કરાય તે પ્રતિમાનું પ્રમાણ કહેવાય છે, તે પ્રમાણે છે - ગુજરતી,
SR No.009032
Book TitleAgam Satik Part 41 Anuyogdwar Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashashrutaskandh
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy