SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૨૧૫,૨૧૬ ૧૨૭ • સૂત્ર-૨૧૫,૧૬ - પરિત્યાગમાં ગર્વ અને પશ્ચાતાપ ન હોય, તપશ્ચરણમાં વૈર્ય અને બુઓના વિનાશમાં પરાક્રમ હોય, વીરરસના આ લક્ષણો છે. વીરરસનું ઉદાહરણ સુકાર જણાવે છે કે રાજ્ય વૈભવનો પરિત્યાગ કરી દીક્ષિત બની, જેણે કામ, ક્રોધરૂપ, મહાશાઓનો નાશ કર્યો તે નિશ્ચયથી મહાવીર છે. • વિવેચન-૨૧૫,૨૧૬ : વીરરસ નિરૂપક બે ગાથામાંથી પ્રથમમાં સૂત્રકારે અનસુયસ, ધૃતિ અને પરાક્રમને વીરસ્સના લક્ષણ કહી, બીજી ગાથામાં તે લક્ષણોથી યુક્ત વ્યકિતનું ઉદાહરણ આપ્યું છે. શત્રુ બે પ્રકારના છે. બાહ્ય અને આત્યંતર. મોક્ષ પ્રતિપાદક આ શાસ્ત્રમાં કામક્રોધ વગેરે આંતકિ શત્રુઓને જીતે તેને વીર કહ્યા છે. • -૨૧૩,૧૮ : શૃંગારરસ રતિક્રીડાના કારણભૂત સાધનોના સંયોગની અભિલાષાનો જનક છે. મંડન, વિલાસ, વિબોક, હાસ્ય, લીલા અને મણ આદિ શૃંગાર્સના લrણ છે. શૃંગારરસનું બોધક ઉદાહરણકામચેષ્ટાઓથી મનોહર કોઈ ચામાસોળ વરસની તરુણી, નાની ઘૂઘરીઓથી મુખરિત હોવાથી મધુર તથા યુવકોના હદયને ઉન્મત્ત કરનાર પોતાના કટિમનું પ્રદર્શન કરે છે. વિવવેચન-૨૧,૨૧૮ - શૃંગાર રસને વર્ણવતી બે ગાયમાંથી પ્રથમ ગાયામાં મંડન વગેરે શૃંગારરસના લક્ષણ બતાવી બીજી ગાથમાં તે ચેષ્ટાઓ, લક્ષણોથી યુક્ત દટાંત કહ્યું. • સૂત્ર-૨૧૯ થી ૨૨૨ : પૂર્વે અનુભવેલ ન હોય અથવા પૂર્વે અનુભવેલ એવા કોઈ વિસ્મયકારી આશ્ચર્યકાસ્ક પદાર્થને જોઈને જે આશ્ચર્ય થાય છે, તેનું નામ અદ્ભુતરસ છે. હર્ષ અને વિષાદની ઉત્પત્તિ એ અદ્દભુતરસનું લક્ષણ છે. તેનું ઉદાહરણ - આ અવલોકમાં તેનાથી અધિક અદ્ભુત બીજું શું હોઈ શકે કે જિનવચન દ્વારા ત્રિકાળ સંબંધી સમસ્ત પદાર્થો જણાય છે. ભયોત્પાદક રૂપ, શબ્દ, અંધકારનું ચિંતન, કથા, દર્શન વગેરે દ્વારા રૌદ્રરસ ઉત્પન્ન થાય છે. સંમોહ, સંભમ, વિષાદ તેમજ મરણ તેના લક્ષણ છે. રૌદ્ર રટાનું ઉદાહરણ – ભમર ચઢાવવાથી વિકરાલ મુખવાળો, દાંતોથી હોઠને ચાવી રહેલ, લોહીથી લથપથ શરીરવાળો, ભયાનક શબ્દ બોલવાથી રાક્ષસ જેવો, પશુઓની હત્યા કરનાર અતિશય રૌદ્રરૂપધારી તે સાક્ષાત રૌદ્ર જ છે. • વિવેચન-૨૧૯ થી ૨૨૨ : અહીં રૌદ્રરસના લક્ષણ અને તે લક્ષણ યુક્ત વ્યક્તિનું ઉદાહરણ આપ્યું છે. હિંસામાં પ્રવૃત વ્યક્તિના પરિણામ રૌદ્ર હોય છે. ભૃકુટિ વગેરે દ્વારા જ પરિણામોની રૌદ્રતાનો બોધ થઈ જાય છે. ભયાનક રૂપાદિના દર્શન કે મરણથી સંમોહાદિ લક્ષણવાળા ભયાનક રસની ઉત્પત્તિ થઈ જાય છે. ૧૨૮ અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન • સૂઝ-૨૨૩,૨૨૪ : વિનય કરવા યોગ્ય માતા-પિતા તેમજ ગુરુજનોનો વિનય ન કરવાથી, ગુપ્ત રહસ્યોને પ્રગટ કરવાથી, ગુરુપની સાથે મયદાનું ઉલ્લંઘન કરવાથી વીડનક (લજાનક) સ ઉત્પન્ન થાય છે. લીજ અને શંકા ઉતાક્ષ થવી તે આ રસના લક્ષણ છે. કીડનક-લજ્જનક રસનું ઉદાહરણ-કોઈ વધુ કહે છે) આ લૌકિક વ્યવહારથી વધુ લાસ્પદ બીજી કંઈ વાત હોઈ શકે? હું તેનાથી ખૂબ લજ પામું છું કે વર-વધૂના પ્રથમ સમાગમ સમયે વડીલો વધૂના વસ્ત્રની પ્રશંસા કરે, કથન કરે. • વિવેચન-૨૨૩, ૨૨૪ : લોક મર્યાદા અને આચાર મર્યાદાના ઉલ્લંઘનથી બ્રીડનક સની ઉત્પત્તિ થાય છે. લજ્જા આવવી અથવા શંકિત થવું અર્થાત્ શરમથી સંકુચિત થવું, તે તેના લક્ષણ છે. લજ્જા એટલે શરમાવું. મસ્તક નમી જાય, શરીર સંકુચિત થઈ જાય, મનમાં સંકોય પેદા થાય અને દોષ પ્રગટ ન થઈ જાય તે વિચારથી મનનું ચંચળ અને ચલિત રહેવું. • સૂઝ-૨૨૫,૨૨૬ : અશુચિ, મૃતશરીર તથા લાળ વગેરેથી વ્યાપ્ત ધૃણિત શરીરાદિ તેમજ દુદનીય પદાર્થોને વારંવાર જોવા રૂપ અભ્યાસથી અથવા તેની ગંધથી બીભત્સ રસ ઉત્પન્ન થાય છે. નિર્વેદ અને અવિહિંસા તેના લક્ષણો છે. બીભત્સસનું ઉદાહરણ-અપવિત્ર મળથી ભરેલું, આશુચિ વહેવડાતા છિદ્રોથી વ્યાપ્ત, દુધિયુક્ત આ શરીર ગંદકી-અપવિત્રતાનું મૂળ છે. તેવું જાણી જે વ્યક્તિ તેની મૂચ્છને ત્યાગે છે તે ધન્ય છે. • વિવેચન-૨૨૫,૨૨૬ : સૂકારે બીભત્સ સનું વર્ણન કરી ઉદાહરણરૂપે શરીરનો ઉલ્લેખ કર્યો છે. શરીરમાં રહેલા લોહી, માંસ, પરુ, ચરબી આ સર્વથી વધુ ધૃણિત બીજી કઈ વસ્તુ હોય ? નિર્વેદ અને અવિહિંસાને બીભત્સરસના લક્ષણ કહ્યા છે. નિર્વેદ અથતુિં ઉદ્વેગ, મનમાં ગ્લાનિભાવ થાય, સંકલા-વિકલ્પ ઉત્પન્ન થાય અને શરીરની અસારતાં જાણે તે નિર્વેદ અને તેથી હિંસાદિ પાપોને ત્યારે તે અવિહિંસા. આ શરીર ઉદ્વેગકારી, હોવાથી કોઈ ભાગ્યશાળી જ તેના મમત્વને ત્યાગી, વિરત થઈ આભરમણ કરે છે. ઘણા મલથી યુકત, અશુચિના ભંડાર, આ શરીરની અવસ્થા-દશાને જાણીને જે આ શરીરના મોહને છોડી, તપ સંયમમાં લીન થઈ જાય, તે ધન્ય છે. આ ઉદાહરણમાં અશુચિભાવના દ્વારા બીભત્સસનું વર્ણન કર્યું છે. • સૂઝ-૨૨૭,૨૮ - રૂપ, વય, વેષ અને ભાષાની વિપરીતતાથી હાસ્યરસ ઉત્પન્ન થાય છે. હાસ્યરસ મનને હર્ષિત કરે છે. મુખ, નેત્રનું વિકસિત થવું, અટ્ટ-હાસ્ય વગેરે તેના લક્ષણ છે. હાસ્યરસનું ઉદાહરણ –
SR No.009032
Book TitleAgam Satik Part 41 Anuyogdwar Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashashrutaskandh
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy