SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ સૂર-૧૫૦ ૧૦૫ છે. તે રૂપી છે. કાલઃ- સર્વ દ્રવ્યો પર જે વર્તી રહ્યો છે, તેમજ સર્વ દ્રવ્યની પર્યાય-અવસ્થાના પરિવર્તનમાં જે સહાયક બને તેને કાલપદ્રવ્ય કહે છે. તે અરૂપી છે. પરમાણુ - સમુદાય-અંઘથી છૂટો પડેલો પુલાસ્તિકાયનો નાનામાં નાનો નિર્વિભાગ અંશ કે જેના વિભાગ દવા શક્ય નથી, તેને પરમાણુ કહે છે. દ્વિનામનું સંક્ષિપ્ત અવલોકન:- સૂત્રકારે દ્વિનામ ત્રણ રીતે બતાવ્યા છે. (૧) એકાક્ષરિક અને અનેકાક્ષરિક, (૨) જીવનામ અને આજીવનામ, (3) અવિશેષ નામ અને વિશેષ નામ. • સૂગ-૧૫૧/૧ - પ્રશ્ન :- કિનામનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- ત્રિનામના ત્રણ પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે (૧) દ્રવ્યનામ, (૨) ગુણનામ અને (3) પર્યાયિનામ. • વિવેચન-૧૫૧/૧ : જેના ત્રણ ભેદ, ત્રણ વિકલ્પ હોય તેવા નામને મનામ કે ત્રણ નામ કહેવામાં આવે છે. આ સૂત્રમાં ત્રણ નામ તરીકે દ્રવ્ય, ગુણ અને પર્યાયિનું કથન કર્યું છે. દ્રવ્ય :- “પયયિોને જે પ્રાપ્ત થાય તે દ્રવ્ય” આ દ્રવ્યનો વ્યુત્પત્તિ અર્થ છે. દાર્શનિકોએ દ્રવ્યની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે ગુણ અને પયયનો જે આધાર તે દ્રવ્ય અથવા ઉત્પાદ, વય અને ધ્રુવ સ્વભાવવાળા હોય તે દ્રવ્ય કહેવાય છે. ગુણ : ત્રિકાલ સ્થાયી સ્વભાવવાળા અસાધારણ ધર્મતે ગુણ. પર્યાય - પ્રતિક્ષણે બદલાતી દ્રવ્યની અવસ્થાઓ અથવા ગુણના વિકારને પર્યાય કહેવામાં આવે છે. ગુણો ઘુવરૂપ છે. પર્યાયો ઉત્પાદ-વ્યવરૂપ છે. દ્રવ્ય ઉત્પાદ-વ્યય અને ધ્રુવ સ્વભાવવાનો છે. જગતના સર્વ પદાર્થ દ્રવ્ય, ગુણ અને પયયરૂપ છે. • સૂઝ-૧૫૧/૨ : પ્રશ્ન :- દ્રવ્યનામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- દ્રવ્યાનામના છ પ્રકાર કહl છે, તે આ પ્રમાણે છે – (૧) ધમસ્તિકાય, (૨) અધમસ્તિકાય, (3) આકાશાસ્તિકાય, (૪) જીવાસ્તિકાય, (૫) પગલાસ્તિકાય અને (૬) અદ્ધાસમય. - વિવેચન-૧૫૧/ર : આ સૂટમાં છે દ્રવ્યોના નામનું કથન કર્યું છે. આ દ્રવ્યમાં પ્રથમના પાંચ દ્રવ્ય મુખ્ય છે અને છઠ્ઠા કાળ દ્રવ્યની અભિવ્યક્તિ પ્રાયઃ પુદ્ગલના માધ્યમથી થાય છે. વર્તના, પરિણમન વગેરે દ્વારા તેનો બોધ થાય છે. બીજી રીતે કહીએ તો પ્રથમના પાંચ દ્રવ્ય અસ્તિકાયરૂપ છે અને છઠું કાળદ્રવ્ય વર્તના લક્ષણરૂપ છે. છ દ્રવ્યમાં એક યુગલ દ્રવ્ય જ મૂર્ત છે. તેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોવાથી ઈન્દ્રિય દ્વારા તે જાણી શકાય છે. શેષ પાંચ દ્રવ્ય અમૂર્ત છે, તેથી ઈન્દ્રિયગમ્ય નથી. છ દ્રવ્યમાં પ્રથમના પાંચ દ્રવ્ય અસ્તિકાય કહેવાય છે. અતિ એટલે અસ્તિત્વ, તે દ્રવ્ય નિકાલ સ્થાયી અસ્તિત્વ ધરાવે છે. કાય એટલે બહુ પ્રદેશી પિંડ. આ પાંચે ૧૦૬ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન દ્રવ્ય પિંડરૂપે, બહુપદેશરૂપે, અસ્તિત્વ ધરાવે છે, તેથી તે અસ્તિકાય કહેવાય છે. અદ્ધાસમયનું અસ્તિત્વ વર્તમાન સમય રૂ૫ છે, પ્રદેશના પિંડ રૂપ નથી. તેથી તે કાયરૂપ નથી. અતિરૂપ છે પણ કાયરૂપ ન હોવાથી કાળ દ્રવ્ય અસ્તિકાય નથી. • સૂત્ર-૧૫૧/૩ - પ્ર :- ગુણનામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર : ગુણનામના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે – (૧) વર્ણનામ, (૨) ગંધનામ, (3) અનામ, (૪) સ્પર્શનામ, (૫) સંસ્થાનનામ. • વિવેચન-૧૫૧/૩ : સૂત્રકારે આ સૂત્રમાં ગુણનામનું વર્ણન કરતાં માત્ર પુદ્ગલાસ્તિકાયના ગુણોના નામોનું કથન કર્યું છે. શેષ ધમસ્તિકાયાદિ દ્રવ્યોના ગુણોનું કથન નથી કર્યું. • સૂત્ર-૧૫૧/૪ : પ્રથન :- વણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- વર્ણનામના પાંચ પ્રકાર છે તે આ પ્રમાણે છે -(૧) કૃણવનામ, (ર) નીલવણનામ, (3) કd-લાલવણનામ, (૪) હારિદ્ર-પીળોવર્ણનામ, (૫) શુક્લવર્ણનામ. આ વર્ણનામનું સ્વરૂપ છે. ધન :- ગંધનામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર : ગંધનામ બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે - (૧) સુરભિગંધ નામ (૨) દુરભિગંધ નામ. પ્રથન - સનામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- સનામના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે – (૧) તિક્ત-મસ્યા જેવી તીખો સ () કટક-લીમડા જેવો કડવો રસ (1) રસ-કસાયેલ છે, હરડે જેવો રોરસ (૪) આશ્લરસ-આંબલી જેવો ખાટો રસ (૫) મધુર સન્સાકર જેવો મીઠો રસ. • વિવેચન-૧૫૧/૪ - આ સૂત્રમાં પાંચ રસના નામ છે. તેના અર્થ કરતાં જો અર્થ તીખો અને એક નો અર્થ ‘કડવો' કર્યો છે. ઘણા સ્થાને આચાર્યો તિક્તનો અર્થ કડવોરસ અને કટકનો અર્થ તીખોસ કરે છે. • સૂત્ર-૧૫૧/૫ - પ્રવન - સપનામનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- સ્પર્શનામના આઠ પ્રકાર છે. તે આ પ્રમાણે છે (૧) પત્થર જેવો કર્કશ સ્પર્શ, (૨) માખણ જેવો કોમળ સ્પર્શ કે મૃદુwઈ, ઉ) લોખંડ આદિ જેવો ભારે સ્પર્શ, (૪) આકડાના રૂ જેવો હળને સ્પર્શ, (૫) બરફ જેવો શીત, ઠંડો પર્શ, (૬) અગ્નિ જેવો ઉણ-ગરમ સ્પર્શ () તેલ જેવો સ્નિગ્ધચીકણો સ્પર્શ, (૮) રાખ જેવો રુટ્સ-લુખો સ્પર્શ - પ્રવન :- સંસ્થાન નામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર : * સંસ્થાન નામના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે - (૧) મૂડી જેમ વચ્ચે ખાલી હોય તેવું પરિમંડલ સંસ્થાન, (૨) લાડવા જેવા આકારવાળું વૃત્ત સંસ્થાન, (૩) પ્રિકોણ આકારવાળું યસસંસ્થાન, (૪) ચોરસ આકારવાળું ચતુરસ સંસ્થાન, (૫) લાંબુ-લંબચોરસ આકારવાળું આયત સંસ્થાન. આ સંસ્થાનનું સ્વરૂપ છે.
SR No.009032
Book TitleAgam Satik Part 41 Anuyogdwar Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashashrutaskandh
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy