SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૧૪૦ પૂર્વાનુપૂર્વી, વિપરીત ક્રમથી સ્થાપન કરવામાં આવે તો પશ્ચાનુપૂર્વી અને તે બે સિવાયના અન્ય કોઈ ક્રમથી સ્થાપન કરવામાં આળે તો અનાનુપૂર્વી કહેવાય છે. • સૂત્ર-૧૪૧ : સંસ્થાનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? સંસ્થાનાનુપૂર્વીના ત્રણ પ્રકાર છે. તે આ પ્રમાણે (૧) પૂર્વાનુપૂર્વી, (૨) પશ્ચાનુપૂર્વી અને (૩) નાનુપૂર્વી, Еч પશ્ત્ર - પૂર્વાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- (૧) સમચતુસસંસ્થાન, (૨) ગ્રોધ પરિમંડલ સંસ્થાન, (૩) સાદિ સંસ્થાન, (૪) કુજ સંસ્થાન, (૫) વામન સંસ્થાન, (૬) હુંડ સંસ્થાન. આ ક્રમથી સંસ્થાનોનું સ્થાપન કરવું તેને પૂર્વાનુપૂર્વી કહે છે. પ્રજ્જૂ - પદ્માનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- હુડ સંસ્થાનથી શરૂ કરી સમયપુસ સંસ્થાન પતિ વિપરીતક્રમથી સંસ્થાનોના સ્થાપનને પાનુપૂર્વી કહે છે. ur - અનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- એકથી લઈ એક-એક વૃદ્ધિ કરતાં છ સુધીની સંખ્યા સ્થાપિત કરી, પરસ્પર ગુણા કરતાં જે રાશિ આવે, તેમાંથી પ્રથમ અને અંતિમ ભંગને બાદ કરી, શેષ ભંગ દ્વારા સંસ્થાનોના સ્થાપનને અનાનુપૂર્વી કહેવામાં આવે છે. - વિવેચન-૧૪૧ : સંસ્થાન એટલે આકાર. જીવ અને અજીવ સંબંધી સંસ્થાનમાંથી અહીં જીવશરીરના સંસ્થાનને ગ્રહણ કરેલ છે. વિવિધ પ્રકારના સંસ્થાનોનું સ્થાપન તે સંસ્થાન-આનુપૂર્વી કહેવાય છે. સંસ્થાન છ પ્રકારના કહ્યા છે. (૧) સમરાતુસ સંસ્થાન :- સંપૂર્ણ શરીર, તેના સર્વ અવયવો પ્રમાણોપેત હોય, પલાંઠીવાળીને બેસે તો, એક ઘૂંટણથી બીજા ઘૂંટણ સુધીનું, એક ખભાથી બીજા ખભા સુધીનું, ડાબા ઘૂંટણથી ડાબા ખભા સુધીનું, તેમજ જમણા ઘૂંટણથી જમણા ખભા સુધીનું તથા ચારે બાજુ સમચોરસની જેમ એક સરખું માપ રહે તે સમચતુસ્ર-સંસ્થાન કહેવાય. (૨) ન્યગ્રોધ પરિમંડલ સંસ્થાન :- ન્યગ્રોધ એટલે વટવૃક્ષ. વડલો ઉપરથી સુંદર, સંપૂર્ણ અવયવવાળો હોય છે અને નીચેના ભાગમાં તેવો હોતો નથી. તે રીતે જેના નાભિથી ઉપરના અવયવો પ્રમાણોપેત હોય પણ નાભિથી નીચેના અવયવો હીન હોય. તેવા આકારવાળા શરીરને વ્યગ્રોધ પરિમંડલ સંસ્થાન કહે છે. (૩) સાદિ સંસ્થાન :- અહીં આદિ શબ્દથી નાભિથી નીચેના દેહ ભાગનું ગ્રહણ કરેલ છે. નાભિથી નીચેનો ભાગ વિસ્તારવાળો હોય, પ્રમાણોપેત હોય અને નાભિથી ઉપરના અવયવો હીન હોય, તેવા આકારવાળા શરીને સાદિ સંસ્થાન કહે છે. (૪) કુબ્જ સંસ્થાન :- જે સંસ્થાનમાં મસ્તક, ગ્રીવા, હાથ, પગ વગેરે પ્રમાણોપેત હોય પરંતુ પીઠ, પેટ વગેરે હીનાધિક હોય તે કુબ્જ સંસ્થાન. (૫) વામન સંસ્થાન ઃ- જે સંસ્થાનમાં છાતી, પેટ, પીઠ વગેરે પ્રમાણોપેત હોય પરંતુ શેષ અવયવો લક્ષણહીન હોય તે વામન સંસ્થાન કહેવાય છે. “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન (૬) હુંડ સંસ્થાન :- જે સંસ્થાનમાં બધા જ અવયવો લક્ષણહીન હોય તે. • સૂત્ર-૧૪૨ થી ૧૪૪ : પ્રશ્ન :- સમાચારી આનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? ઉત્તર ઃ- સમાચારી આનુપૂર્વીના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે – (૧) પૂર્વાનુપૂર્વી (૨) પશ્ચાનુપૂર્વી (૩) અનાનુપૂર્વી. પ્રશ્ન :- પૂર્વાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- (૧) ઈચ્છાકાર, (૨) મિત્યાકાર, (૩) તથાકાર, (૪) આવશ્યકી, (૫) નૈવૈધિકી, (૬) આપૃચ્છના, (૭) પ્રતિપુચ્છના, (૮) છંદના, (૯) નિમંત્રણા, (૧૦) ઉપસંપદા. આ દશ પ્રકારની સમાચારીની ક્રમપૂર્વકની સ્થાપનાને પૂર્વાનુપૂર્વી કહે છે. ૫ - પશ્ચાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- ઉપસંપદાથી શરૂ કરી ઈચ્છાકાર પર્યંત વિપરીતક્રમથી સમસાચારીની સ્થાપનાને પશ્ચાનુપૂર્વી કહે છે. Εξ પ્રı :- અનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- એક-એકની વૃદ્ધિ કરતાં એકથી દશ સુધી સંખ્યાની સ્થાપના કરી, પરસ્પર ગુણાકાર કરી, જે રાશિ પ્રાપ્ત થાય તેમાંથી પ્રથમ અને અંતિ ભંગ બાદ કરી, અન્ય ભંગ દ્વારા સમાચારીની સ્થાપનાને અનાનુપૂર્વી કહે છે. • વિવેચન-૧૪૨ થી ૧૪૪ : શિષ્ટ જનોને આચરવા યોગ્ય ક્રિયાઓનું સમ્યક્ આચરણ તે સમાચારી કહેવાય છે. તેના દશ પ્રકાર છે, તે આ પ્રમાણે છે – (૧) ઈચ્છાકાર ઃ- કોઈપણ જાતના દબાણ વિના, અંતઃસ્ફુરણાથી વ્રતાદિના આચરણની ઈચ્છા થાય તે ઈચ્છાકાર. (૨) મિથ્યાકાર :- નહીં કરવા યોગ્ય ક્રિયાઓનું આચરણ થઈ ગયા પછી ખ્યાલ આવે કે મેં આ ખોટું કર્યું. તેવા વિચારને મિથ્યાકાર કહે છે. (૩) તથાકાર :- ગુરુ આજ્ઞાને ‘તહત' કહી [‘આપ કહો છો તે જ પ્રમાણે છે,'] સ્વીકાર કરવો તે તથાકાર. (૪) આવશ્યકી :- આવશ્યક કાર્ય માટે બહાર જતાં પૂર્વે ગુરુને નિવેદન કરવું. (૫) નૈષેધિકી :- કાર્ય કરી પોતાના સ્થાન પર પાછા આવે ત્યારે પ્રવેશની સૂચના આપવી તે નૈષધિકી. (૬) આપૃચ્છના :- કોઈપણ કાર્ય કરતાં પૂર્વે ગુરુદેવને પૂછવું તે. (૭) પ્રતિકૃચ્છના :- કાર્યના પુનઃ પ્રારંભ પૂર્વે ગુરુદેવની આજ્ઞા લેવી અથવા કોઈ કાર્ય માટે ગુરુદેવે ના પાડી હોય તો, થોડીવાર પછી તે કાર્યની અનિવાર્યતા બતાવી પુનઃ પૂછવું તે. (૮) છંદના - અન્ય સાંભોગિક સાધુઓને-આહારાદિ સાથે કરતા હોય તેવા સાધુઓને, પોતે લાવેલ આહાર ગ્રહણ કરવા વિનંતી કરવી તે. (૯) નિમંત્રણા :- અન્ય સાધુઓને “હું તમને આહારાદિ લાવી આપીશ” આ પ્રમાણે નિયંત્રણ કરવું તે.
SR No.009032
Book TitleAgam Satik Part 41 Anuyogdwar Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashashrutaskandh
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy