SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૧૧૧ સ્વરૂપ વર્ણન કર્યું છે. છ દ્રવ્યમાંથી એક પુદ્ગલાસ્તિકાયમાં જ પરમાણુ વગેરે પુદ્ગલદ્રવ્યની બહુલતા હોવાથી અનુક્રમ ઘટિત થાય છે. ધર્મ-અધર્મ અને આકાશ એક દ્રવ્ય રૂપ છે. તેથી તેમાં દ્રવ્ય બાહુલ્ય ન હોવાથી અનુક્રમ ઘટિત ન થાય. જીવાસ્તિકાયમાં અનંત જીવ હોવાથી દ્રવ્ય બાહુલ્ય છે પરંતુ તેમાં પૂર્વ-પશ્ચાદ્ ભાવ છે નથી. પ્રત્યેક જીવદ્રવ્યમાં અસંખ્યાત પ્રદેશ હોવાથી તુલ્ય પ્રદેશતા છે. પુદ્ગલદ્રવ્યમાં દ્રવ્ય બાહુલ્ય સાથે પરમાણુ, બે પ્રદેશી, ત્રણ પ્રદેશી કંધોમાં વિષમ પ્રદેશતા છે. ત્યાં પૂર્વ-પશ્ચાદ્ભાવ હોવાથી પૂર્વાનુપૂર્વી વગેરે ઘટિત થાય છે. અહ્લાસમય એક સમયપ્રમાણ રૂપ છે, તેથી ત્યાં પણ ક્રમ ઘટિત થતો નથી. તેથી પ્રકારાન્તરથી પુદ્ગલદ્રવ્યમાં પૂર્વાનુપૂર્વી આદિ આનુપૂર્વીનું કથન કર્યું છે. • સૂત્ર-૧૧૨ થી ૧૧૪/૧ : [૧૧૨] પન :- ક્ષેત્રાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- ક્ષેત્રાનુપૂર્વીના બે પ્રકાર છે. તે આ પ્રમાણે છે – ઔપનિધિકી અને અનૌપનિધિકી. 93 [૧૧૩] તે બેમાંથી ઔપનિધિકી ક્ષેત્રાનુપૂર્વી સ્થાપ્ય છે. તે અલ્પ વિષયવાળી હોવાથી તેનું વર્ણન પશ્ચાત્ કરવામાં આવતું હોવાથી તે સ્થાપ્ય છે. ક્ષેત્રાનુપૂર્વીમાં જે અનૌનિધિકી ક્ષેત્રાનુપૂર્વી છે. તેના બે પ્રકાર છે. તે આ પ્રમાણે છે – (૧) નૈગમ-વ્યવહારનય સંમત અને (૨) સંગ્રહનય સંમત. [૧૧૪/૧] પ્રન :- નૈગમ-વ્યવહારનય સંમત અનૌપનિધિકી ક્ષેત્રાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- નૈગમ-વ્યવહારનય સંમત અનૌપનિધિકી ક્ષેત્રાનુપૂર્વીના પાંચ પ્રકાર છે. તે આ પ્રમાણે છે – (૧) અપદ-પ્રરૂપણા, (૨) ભંગસમુત્કીર્તના, (૩) ભંગોપદર્શનતા, (૪) સમવતાર અને (૫) અનુગમ, પ્રશ્ન :- નૈગમ-વ્યવહારનય સંમત અર્થપદ પ્રરૂપણાનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- નૈગમ-વ્યવહારનય સંમત અર્થપદ પ્રરૂપણા આ પ્રમાણે છે – ત્રણ આકાશદેશ પર સ્થિત (અવગાઢ) સ્કંધ આનુપૂર્વી છે યાવત્ દશદેશાવગાહી સ્કંધ, સંખ્યાત પ્રદેશાવાઢ, અસંખ્યાત પ્રદેશાવગઢ દ્રવ્ય આનુપૂર્વી છે. એક પ્રદેશાવગાઢ દ્રવ્ય સ્કંધો અનાનુપૂર્વી છે અને બે પ્રદેશાવગાઢ દ્રવ્ય સ્કંધો વકતવ્ય છે. ત્રણ આકાશપદેશાવગાઢ અનેક દ્રવ્ય સ્કંધો અનેક આનુપૂર્વી છે ચાવત્ દસપ્રદેશાવગાઢ સ્કંધો, સંખ્યાત પ્રદેશાવગાઢ સ્કંધો અને અસંખ્યાત પ્રદેશાવગાઢ સ્કંધો અનેક આનુપૂર્વી છે, એક પ્રદેશાવગાઢ સ્કંધો અનેક અનાનુપૂર્વી છે, દ્વિપદેશાવગાઢ સ્કંધો અનેક અવકતવ્ય છે. આવું નૈગમ-વ્યવહારનય સંમત અર્થપદ પ્રરૂપણાનું સ્વરૂપ જાણવું. પ્રશ્ન :- આ નૈગમ-વ્યવહારનય સંમત અર્થપદ પ્રરૂપણાનું પ્રયોજન શું છે? ઉત્તર ઃ- આ નૈગમ-વ્યવહાર નય સંમત અર્થપદ પરૂપણા દ્વારા નૈગમવ્યવહાર નય સંમત ભંગમુત્કીર્તનિતા કરવામાં આવે છે. • વિવેચન-૧૧૨ થી ૧૧૪૧ ઃ ક્ષેત્રાનુપૂર્વીમાં ક્ષેત્રની પ્રધાનતા છે. ક્ષેત્રથી આકાશાસ્તિકાયનું ગ્રહણ થાય “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન છે. ક્ષેત્ર એટલે આકાશ, આકાશ પ્રદેશો. આકાશ પર આનુપૂર્વી વગેરે ઘટાવતા તેની વ્યાખ્યા નીચે પ્રમાણે થાય છે. એક આકાશ પ્રદેશને અનાનુપૂર્વી કહે છે. બે આકાશ પ્રદેશને અવક્તવ્ય કહે છે. ત્રણ-ચાર આકાશ પ્રદેશથી લઈ અસંખ્યાત આકાશ પ્રદેશને આનુપૂર્વી કહે છે. આકાશ દ્રવ્ય અરૂપી હોવાથી, સુગમતાથી બોધ કરાવવા, ક્ષેત્રમાં પુદ્ગલ દ્રવ્યના ઉપચારથી ક્ષેત્રાનુપૂર્વીનો વિચાર કરવામાં આવે છે. પુદ્ગલ દ્રવ્યોનું ક્ષેત્ર આકાશ પ્રદેશ છે. જે પુદ્ગલ દ્રવ્ય જેટલા આકાશ પ્રદેશના આધારે રહે-અવગાઢ થાય, તે તેનું ક્ષેત્ર કહેવાય છે. પુદ્ગલ દ્રવ્યમાં સંખ્યાત, અસંખ્યાત, અનંતપ્રદેશી કંધમાં એવી અવગાહન શક્તિ છે કે તે એક, બે, ત્રણ વગેરે આકાશ પ્રદેશ પર અવગાહન કરી શકે છે. પરમાણુ એક આકાશ પ્રદેશ ઉપર રહે છે. દ્વિપદેશી સ્કંધ એક અથવા બે આકાશ પ્રદેશને અવગાહે છે. ૭૪ ત્રિપ્રદેશી સ્કંધ એક, બે કે ત્રણ આકાશ પ્રદેશને અવગાહે છે. આ રીતે અસંખ્યાત પ્રદેશી કંધ સુધીમાં જેટલા પ્રદેશી અંધ હોય તે ઓછામાં ઓછા એક અને વધુમાં વધુ સ્કંધમાં જેટલા પ્રદેશ હોય તેટલા આકાશ પ્રદેશને અવગાહીને રહે છે. અનંત પ્રદેશી સંધ એક આકાશ પ્રદેશથી લઈ અસંખ્યાત આકાશ પ્રદેશને અવગાહે છે. લોકાકાશના પ્રદેશ અસંખ્યાત જ છે માટે અનંતપ્રદેશી કંધઅનંત આકાશ પ્રદેશને અવગાહી શકતા નથી. - સૂત્ર-૧૧૪/૨ : પ્રા :- નૈગમ-વ્યવહારનય સંમત ભંગસમુત્કીર્તનતાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- નૈગમ-વ્યવહારનય સંમત ભંગરસમુત્કીર્તનતા-ભંગોનું નિરૂપણ આ પ્રમાણે છે– (૧) આનુપૂર્વી છે, (૨) અનાનુપૂર્વી છે, (૩) વક્તવ્ય છે વગેરે છવ્વીસ ભંગોના નામોનું કથન દ્રવ્યાનુપૂર્વીગત ભંગસમુત્કીર્તનતા પ્રમાણે જાણવું. આ નૈગમ વ્યવહાર નય સંમત ભંગસમુત્કીર્તનતાનું સ્વરૂપ છે. પ્રા :- નૈગમ-વ્યવહાર નય સંમત ભંગસમુત્કીર્તનતાનું પ્રયોજન શું છે ? ઉત્તર ઃ- ગમ વ્યવહારનય સંમત ભંગસમુત્કીર્તન દ્વારા નૈગમ વ્યવહારનય સંમત ભંગોપદર્શન કરવામાં આવે છે. પન્ન - નૈગમ-વ્યવહાર નયસંમત ભંગોપદર્શનતાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- (૧) નૈગમ વ્યવહાર નય સંમત ક્ષેત્રાનુપૂર્વીની ભંગોપદર્શનતા આ પ્રમાણે છે. ત્રણ આકાશદેશાવગાઢ દ્રવ્યસ્કંધ ‘આનુપૂર્વી’ (પદનો વાચ્યાર્થ) છે. (૨) એક પ્રદેશાવગાઢ પરમાણઉ વગેરે દ્રવ્ય (અનાનુપૂર્વી' છે. (૩) તથા ભેપદેશાવગાઢ સ્કંધ વક્તવ્ય છે. (૪) ત્રણ આકાશદેશાવગાઢ અનેક સ્કો અનેક ‘આનુપૂર્વી' (એ બહુવાનાન્ત પદના વાચ્ય) છે. (૫) એક આકાશ પ્રદેશાવગાઢ અનેક પરમાણુઓ, સ્કંધો અનેક ‘અનાનુપૂર્વી' છે. (૬) દ્વિપદેશાવગાઢ સ્કંધો અનેક અવક્તવ્ય' છે અથવા (૭) ત્રણ પ્રદેશાવગાઢ
SR No.009032
Book TitleAgam Satik Part 41 Anuyogdwar Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashashrutaskandh
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy