SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૨ પ્રથમ મૈગમ વ્યવહાર નય સંમત અનાનપૂર્વ દ્રવ્ય અસ્વિરૂપ છે કે નાસ્તિ રૂપ છે? ઉત્તર :- નિયમાં અતિરૂપ છે. પન :- નૈગમ વ્યવહાર નયસંમત વક્તવ્ય દ્રવ્ય અતિ રૂપ છે કે નાસ્વિરૂપ છે? ઉત્તર - નિયમા આત્તિરૂપ છે. • વિવેચન-૯૨ - આ સૂત્રમાં નૈગમ વ્યવહાર તય સંમત આનુપૂર્વી આદિ દ્રવ્યનું નિશ્ચિતરૂપે અસ્તિત્વ પ્રગટ કર્યું છે. તે અસરૂપ નથી. તેનો ક્યારેય અભાવ થતો નથી. સૂત્ર-૯૩ :પ્રશ્ન :- નૈગમ-વ્યવહારનય સંમત આનુપૂર્વી દ્રવ્ય શું સંખ્યાત છે, અસંખ્યાત છે કે અનંત છે? ઉત્તર સંખ્યાત નથી, અસંખ્યાત નથી પરંતુ અનંત છે. તે જ રીતે અનાનપુર્વ અને અવક્તવ્ય, આ બંને દ્રવ્ય પણ અનંત છે. • વિવેચન-8 : આનુપૂર્વી, અનાનુપૂર્વી, અવકતવ્ય આ ત્રણે દ્રવ્ય અનંત છે. એક-એક આકાશ પ્રદેશ પર પણ અનંત હોય શકે છે. • સૂત્ર-૯૪ - પ્રથM - મૈગમ વ્યવહારનય સંમત અનyવદ્રવ્ય લોકના કેટલા ભાગમાં અવગાઢ હોય છે ? શું લોકના સંખ્યાતમા ભાગમાં, અસંખ્યાતમા ભાગમાં, સંખ્યાત ભાગોમાં કે અસંખ્યાત ભાગોમાં અવગાઢ હોય છે કે સર્વલોકમાં અવગાઢ હોય છે? ઉત્તર :- કોઈ એક આનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ તે લોકના સંખ્યામાં ભાગમાં અથવા લોકના અસંખ્યાતમાં ભાગમાં અથવા લોકના સંખ્યાત ભાગોમાં અથવા લોકના અસંખ્યાત ભાગોમાં રહે છે, અથવા સમસ્ત લોકમાં અવગાઢ બની રહે છે. અનેક આનપુવ દ્રવ્યની અપેક્ષાએ તે નિયમાં સમસ્ત લોકમાં અવગાઢ છે. ધન :- નૈગમ-વ્યવહાર નય સંમત અનાનુપૂર્વી દ્રવ્ય લોકના સંખ્યામાં ભાગમાં, અસંખ્યાતમાં ભાગમાં, સંખ્યાત ભાગોમાં, અસંખ્યાત ભાગોમાં કે સમસ્ત લોકમાં અવગાઢ છે ? ઉત્તર :- એક અનાનપુર્વ દ્રવ્યની અપેક્ષાએ તે લોકના સંખ્યાતમા ભાગમાં, સંખ્યાત ભાગોમાં, અસંખ્યાત ભાગોમાં કે સર્વ લોકમાં અવગાઢ નથી પરંતુ લોકના અસંખ્યાતમાં ભાગમાં અવગાઢ છે, અનેક અનાનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ નિયમા સર્વલોકમાં અવગાઢ છે. તે જ પ્રમાણે અવકતવ્ય દ્રવ્યના વિષયમાં જાણવું અથતિ તે પણ એક દ્રવ્યની અપેક્ષાએ લોકના અસંખ્યાતમા ભાગમાં અવગઢ છે અને અનેક દ્રવ્યની અપેક્ષાએ નિયમાં સર્વલોકમાં અવગાઢ છે. • વિવેચન-૯૪ ; આ સૂત્રમાં આનુપૂર્વી, અનાનુપૂર્વી, અવકતવ્ય દ્રવ્યના શોનો નિર્ણય કરવા પાંચ પ્રષ્ન ઉપસ્થિત કર્યા છે. “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન આનુપૂર્વી દ્રવ્ય :- ત્રિપ્રદેશી ઢંધથી લઈ અનંત પ્રદેશી ઢંધ આનુપૂર્વી કહેવાય છે. ત્રિપદેશી ઢંધથી લઈ અનંતપદેશી ઢંધ એક આકાશ પ્રદેશ પર રહી શકે છે, બે આકાશ પ્રદેશ ઉપર પણ અવગાહન કરી શકે છે, (રહી શકે છે, અને ત્રિપદેશી ઢંધ હોય તો વધુમાં વધુ ત્રણ આકાશપદેશ પર અવગાઢ થઈ શકે છે. એક, બે, ત્રણ અને વધુમાં વધુ જેટલા પ્રદેશી ઢંધ હોય તેટલા આકાશપ્રદેશ ઉપર અવગાહના કરી શકે છે. સંખ્યાતપ્રદેશી સ્કંધ એક આકાશપદેશથી લઈ સંખ્યાત આકાશપદેશ પર અવગાહન કરી શકે છે. અસંખ્યાત પ્રદેશી ઢંધ એકથી લઈ પોતાના જેટલા અસંખ્યાત આકાશપ્રદેશ હોય તેટલા આકાશપ્રદેશ પર સ્થિત થઈ શકે છે. અનંતપદેશી ઢંધ એક પ્રદેશથી લઈ અસંખ્યાત આકાશપદેશ ઉપર સ્થિત થઈ શકે છે. લોકાકાશના અસંખ્યાત પ્રદેશ છે. તેથી તે અનંત પ્રદેશી ઢંધ પણ અસંખ્યાત આકાશ પ્રદેશ ઉપર જ અવગાહિત થઈ શકે છે. અયિત મહાત્કંધ મધ્યવર્તી એક સમય માટે સર્વલોકમાં વ્યાપક બને છે. આનુપૂર્વી દ્રવ્યની ક્ષેત્ર અને સ્પર્શતાની પૃચ્છામાં સર્વ પ્રશ્નોના ઉત્તરમાં સૂત્રકારે હા પાડી છે. તેનો તાત્પર્ય આ પ્રમાણે છે – (૧) લોકના સંખ્યાતમા ભાગમાં આનુપૂર્વી દ્રવ્ય હોય છે. જેમકે- અવકાશાંતર, (૨) ઘણા સંખ્યાતમા ભાગમાં પણ આનુપૂર્વી દ્રવ્ય હોય છે. જેમકે - અધોલોક. (3) અસંખ્યાતમા ભાગમાં આનુપૂર્વી દ્રવ્ય હોય છે. જેમકે - ત્રણ પ્રદેશી આદિ સ્કંધ. (૪) ઘણા અસંખ્યાતમા ભાગમાં આનુપૂર્વી દ્રવ્ય હોય છે. જેમકે- ઘણા ત્રણ પ્રદેશી આદિ સ્કંધો અથવા ભરતક્ષેત્ર, મેપર્વત આદિ. (૫) સંપૂર્ણ લોકમાં આનુપૂર્વી દ્રવ્ય હોય છે. જેમકે – અચિત મહાત્કંધ એક સમય માટે સર્વલોકને અવગાહે છે. • સૂત્ર-૫ - પ્રશ્ન :- નૈગમ વ્યવહાર નયસંમત આનુપૂર્વી દ્રવ્ય શું લોકના સંખ્યામાં ભાગને, અસંખ્યાતમા ભાગને, સંખ્યાત ભાગોને, અસંખ્યાત ભાગોને સાર્થો છે કે સવલોકને સ્પર્શે છે ? ઉત્તર :- નૈગમ વ્યવહાર નયસંમત એક આનુપૂર્વી દ્રવ્ય લોકના સંખ્યાતમા ભાગને, અસંખ્યાતમા ભાગને, સંખ્યાત ભાગોને, અસંખ્યાત | ભાગોને અાવા સર્વલોકને સ્પર્શે છે. અનેક આનુપૂર્વી દ્રવ્યોની અપેક્ષાએ નિયમો સર્વલોકને સ્પર્શે છે. પ્રશ્ન :- નૈગમ-વ્યવહાર નય સંમત અનાનપુર્ણ દ્રવ્ય શું લોકની સંખ્યામાં ભાગને, અસંખ્યાતમા ભાગને, સંખ્યાત ભાગોને, અસંખ્યાત ભાગોને કે સર્વ લોકને સ્પર્શે છે ? ઉત્તર :- એક અનાનુપૂર્વ દ્રવ્યની અપેક્ષાએ તે લોકનો સંખ્યાતમો ભાગ, સંખ્યાત ભાગો, અસંખ્યાત ભાગો કે સર્વ લોકને સ્પર્શતા નથી પરંતુ લોકના અસંખ્યાતમા ભાગને સ્પર્શે છે. અનેક અનાનુપૂર્વી દ્રવ્યોની અપેક્ષાએ સર્વ લોકને સ્પર્શે છે. અવકતવ્ય દ્રવ્યોની પર્શના તે જ પ્રમાણે, [અનાનુપૂર્વીની જેમ જાણવી.
SR No.009032
Book TitleAgam Satik Part 41 Anuyogdwar Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashashrutaskandh
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy