SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૬૬ થી ૬૯ વસ્તુનું કથન કર્યુ છે. જે છ વસ્તુ કરણીય છે, તેનો બોધ, આ અર્થ દ્વારા થાય છે માટે તેને અર્થાધિકાર કહેવામાં આવે છે. *ક (૧) સાવધ યોગ વિરતિ :- પ્રથમ સામાયિક નામના આવશ્યકનો અર્થ છે સાવધયોગથી વિરમવું. હિંસા-અસત્ય વગેરે સાવધયોગ છે - પાપકારી કાર્યો, નિંદનીય કાર્યો છે, તેનો ત્યાગ કરવો, તેનાથી વિરત થવું. હિંસાદિ કાર્યથી થતી મલિન માનસિક વૃત્તિઓની સન્મુખ ન થવું, તે સાવધયોગ વિરતિ અર્થાધિકાર છે. (૨) ઉત્કીર્તન :- સાવધયોગ વિરતિ દ્વારા જેઓ સ્વયં સિદ્ધ-બુદ્ધ મુક્ત થવા અને આત્મશુદ્ધિ માટે સાવધ યોગ રૂપ પ્રવૃત્તિના ત્યાગનો જેઓએ લોકોને ઉપદેશ આપ્યો, તેવા ઉપકારી તીર્થંકરોના ગુણોની સ્તુતિ કરવી તે બીજા ચતુર્વિશવિ સ્તવ નામના આવશ્યકનો ઉત્કીર્તન અધિકાર છે. (૩) ગુણવત્પતિપતિ :- વંદના નામના ત્રીજા આવશ્યકનો અર્થ છે સાવધયોગ વિરતિની સાધનામાં ઉધમવંત ગુણવાન, મુળગુણ-ઉત્તર ગુણના ધારક સંયમી શ્રમણોની પ્રતિપતિ એટલે આદર-સન્માન ભાવ રાખવો. ગુણવાન પ્રત્યે આદરભાવ ગુણવત્પતિપતિ અર્થાધિકાર છે. (૪) સ્ખલિતનિંદા :- પ્રતિક્રમણ નામના ચોથા આવશ્યકનો અર્થ છે, સંયમ સાધના દરમ્યાન પ્રમાદથી થયેલ સ્ખલના-લાગેલા અતિચાર અને દોષોની નિંદા-ગાં કરવી. આ સ્ખલિતનિંદા અર્થાધિકાર છે. (૫) વ્રણચિકિત્સા :- કાયોત્સર્ગ નામના પાંચમાં આવશ્યકનો અર્થ છે, અતિયારજન્ય દોષરૂપી ભાવવ્રણ-ઘાનું પ્રાયશ્ચિત રૂપ ઔષધોપચારથી નિરાકરણ કરવું. આ પ્રણચિકિત્સા અર્થાધિકાર છે. (૬) ગુણધારણા ઃ- પ્રત્યાખ્યાન નામના છઠ્ઠા આવશ્યકનો અર્થ છે, પ્રાયશ્ચિત દ્વારા દોષોનું પ્રમાર્જન કરી, મૂળગુણો, ઉત્તરગુણોની નિર્દોષ ધારણા કરવી. આ ગુણધારણા અધિકાર છે. અહીં પ્રતિજ્ઞા વાક્ય છે. આવશ્યકોના જે અર્થ સંક્ષેપમાં કહ્યા છે, તેનું વિશદ વર્ણન કરવા અહીં તે અધ્યયનોના પૃથક્ પૃથક્ નામ બતાવ્યા છે. • સૂત્ર-૬૯/૨ : આ છ અધ્યયનમાંથી પ્રથમ સામાયિક અધ્યયન છે, તેના આ ચાર અનુયોગદ્વાર છે – (૧) ઉપક્રમ (૨) નિક્ષેપ (૩) અનુગમ (૪) નય. • વિવેચન-૬૯/૨ - આ સૂત્રમાં સામાયિકના ચાર અનુયોગદ્વાર બતાવ્યા છે. આ આગમનો વર્ણ વિષય ‘આવશ્યનો અનુયોગ છે' તે આવશ્યકના અનુયોગનો પ્રારંભ તેના પ્રથમ અધ્યયન સામાયિકથી પ્રારંભ કરે છે. સૂત્રકાર ચાર અનુયોગથી આવશ્યકના પ્રથમ અધ્યયનની વિચારણાનો પ્રારંભ કરે છે. તાત્પર્ય એ છે કે પ્રતિજ્ઞાનુસાર ક્રમ પ્રાપ્ત અધ્યયનના નિક્ષેપ માટે જ આવશ્યક સૂત્રના પ્રથમ અધ્યયન સામાયિકનું વિસ્તૃત વ્યાખ્યાન ચાર અનુયોગદ્વારોથી પ્રારંભ કરાય છે. “અનુયોગદ્વાર'' ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન સામાયિક સમસ્ત ચાસ્ત્રિગુણોનો આધાર છે. દુઃખોનો નાશ કરનાર અને મુક્તિનું પ્રધાન કારણ છે. તેથી પ્રથમ અધ્યયન રૂપે ઉપન્યાસ કરેલ છે. -- સામાયિકનો નિરુક્તાર્થ :- સર્વ પ્રાણીઓમાં આત્મવત્ દૃષ્ટિ સંપન્ન, રાગદ્વેષ રહિત આત્માના પરિણામને સમ કહે છે. તે સમની ‘આય' એટલે પ્રાપ્તિ તે સમાય કહેવાય અથવા જ્ઞાનાદિ ગુણોત્કર્ષનો લાભ તે સમાય. તે જેનું પ્રયોજન છે તેને સામાયિક કહે છે. આ સામાયિક અધ્યયનના ચાર અનુયોગ દ્વાર છે. અધ્યયનના અર્થનું કથન કરવાની વિધિનું નામ છે અનુયોગ અથવા સૂત્ર સાથે તેના અનુકૂળ અર્થને સ્થાપિત કરવા-જોડવા તે છે અનુયોગ. તેના ચાર દ્વારો – (૧) ઉપક્રમ :- વસ્તુને નિક્ષેપયોગ્ય બનાવવાની રીતેને ઉપક્રમ કહે છે અથવા જે વચન દ્વારા વસ્તુ નિક્ષેપ યોગ્ય બને અથવા વિનીત શિષ્યના જે વિનયાદિ ગુણોથી વસ્તુ નિક્ષેપ યોગ્ય બને તે ઉપક્રમ કહેવાય છે. (૨) નિક્ષેપ :- નિક્ષેપ એટલે ન્યાસ, રાખવું કે સ્થાપન કરવું. નામ, સ્થાપના, દ્રવ્ય વગેરે ભેદોથી સૂત્રગત પદોનું વ્યવસ્થાપન કરવું તે નિક્ષેપ કહેવાય છે. જેમાં અથવા જેના વડે વસ્તુમાં નિક્ષેપ કરાય, વસ્તુનું પ્રતિપાદન કરાય તે નિક્ષેપ. એક શબ્દના અનેક અર્થ થતાં હોય તેમાંથી અપ્રસ્તુત અર્થનું નિરાકરણ કરી પ્રસ્તુત અર્થમાં વસ્તુનું સ્થાપન કરવું તેનું નામ છે નિક્ષેપ. (૩) અનુગમ :- સૂત્રોનો અનુકૂળ અર્થ કરવો તે છે અનુગમ અથવા સૂત્રને અનુકૂળ-યોગ્ય અર્થ સાથે જોડવા તે છે અનુગમ, (૪) નય :- પ્રત્યેક વસ્તુ અનંત ધર્માત્મક છે. વસ્તુમાં અનંત ગુણો છે. તે અનંત ધર્મોમાંથી શેષ ધર્મોને ગૌણ કરી મુખ્યરૂપે એકને ગ્રહણ કરે તે નય. • સૂત્ર-૭૦/૧ : પd t ઉપક્રમનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- ઉપક્રમના છ ભેદ છે, તે આ પ્રમાણે છે - (૧) નામોપક્રમ, (૨) સ્થાપનોપક્રમ, (3) દ્રવ્યોપક્રમ, (૪) ક્ષેત્રોપક્રમ, (૫) કાલોપક્રમ, (૬) ભાતોષક્રમ. • વિવેચન-૭૦/૧ : આ સૂત્રમાં ઉપક્રમના પરિચયાત્મક છ ભેદોનું કથન છે. તે પછી પાંચમા પ્રકરણમાં ફરીથી અનુક્રમે બીજી રીતે છ ભેદોનું કથન કરી ઉપક્રમનું વિસ્તૃત વ્યાખ્યાન વિવિધ ભેદાનુભેદથી કરવામાં આવશે. • સૂત્ર-૭૦/૨ + વિવેચન : નામ અને સ્થાપના ઉપક્રમનું સ્વરૂપ, નામસ્થપના આવશ્યક પ્રમાણે જાણવું અર્થાત્ કોઈ સચેતન કે અચેતન વસ્તુનું ઉપક્રમ એવું નામ રાખવું, તે નામ ઉપક્રમ અને કોઈ પદાર્થમાં આ ઉપક્રમ છે' તેવો આરોપ કરવો તે સ્થાપના ઉપક્રમ છે. • સૂત્ર-૭૦/3 : પ્રા :- દ્રવ્યઉપક્રમનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- દ્રવ્યઉપક્રમના બે પ્રકાર છે. (૧) આગમતઃ દ્રવ્ય ઉપક્રમ (૨) નોઆગમતઃ દ્રવ્યઉપક્રમ યાવત્ જ્ઞાકશરીર,
SR No.009032
Book TitleAgam Satik Part 41 Anuyogdwar Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashashrutaskandh
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy