SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૨૦ પ્રધાનકારણ ભાવ આવશ્યક છે. અપ્રધાન અર્થમાં ‘દ્રવ્ય’ શબ્દ પ્રયુક્ત થાય છે. સ્નાનાદિ દૈનિક આવશ્યક કૃત્ય મોક્ષમાર્ગમાં અપ્રધાન છે. તેથી દ્રવ્ય કહેલ છે. તેમાં આગમ રૂપતા નથી, તેથી તેને ‘નોઆગમતઃ'ના ભેદમાં કહેલ છે. 33 • સૂત્ર-૨૧ : કુપાવચનિ દ્રવ્ય આવશ્યકનું સ્વરૂપ કેવું છે ? જેઓ ચરક, ચીકિ, ચર્મખંડિક, ભિક્ષોદંડક, પાંડુરંગ, ગૌતમ, ગોવતિક, ગૃહસ્થ, ધર્મચિંતક, વિનયવાદી, અક્રિયાવાદી, વૃદ્ધ શ્રાવક વગેરે વિવિધ વ્રતધારક પાખંડીઓ રાત્રિ વ્યતીત થઈ પ્રભાત કાળે સૂર્ય ઉદય પામે ત્યારે ઈન્દ્ર, સ્કંધ, રુદ્ર, શિવ, વૈશ્રમણદેવ અથવા દેવ, નાગ, યક્ષ, ભૂત, મુકુન્દ, આયદિવી, કોટ્ટક્રિયાદેવી વગેરેની પ્રતિમાને ઉપલેપન, સમાન, પ્રક્ષાલન, ધૂપ, પુષ્પ, ગંધ, માળા વગેરે દ્વારા પૂજા કરવા રૂપ દ્રવ્યાવશ્યક કરે છે, તે કુપાવચનિક દ્રવ્યાવશ્યક છે. • વિવેચન-૨૧ : મોક્ષના કારણભૂત સિદ્ધાન્તોથી વિપરીત સિદ્ધાન્તોની પ્રરૂપણા તેમજ આચરણ કરનાર ચરક વગેરે કુપાવચનિકોના આવશ્યકને પાવચનિક દ્રવ્યઆવશ્યક કહે છે. તેઓ ઈન્દ્રાદિની પ્રતિમાને ઉપલેપન કરવા રૂપ આવશ્યક કૃત્ય કરે છે, તેથી આવશ્યકપદ કહ્યું છે. આ ક્રિયામાં મોક્ષના સાધનભૂત ભાવ આવશ્યકની અપ્રધાનતા હોવાથી દ્રવ્ય છે. તેમાં જ્ઞાનની અપેક્ષાનો સર્વથા અભાવ છે અને પ્રવૃત્તિની પ્રમુખતા છે તેથી તેને નોઆગમતઃ કહ્યું છે. • સૂત્ર-૨૨ : પ્રશ્ન :- લોકોતરિક દ્રવ્ય આવશ્યકનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- જે સાધુ શ્રમણગુણોથી રહિત હોય, છકાયજીવ પ્રત્યે અનુકંપા રહિત હોવાથી જેની ચાલ અશ્વની જેમ ઉદ્દામ હોય, હાથીની જેમ નિરંકુશ હોય, સ્નિગ્ધ પદાર્થના માલિશ દ્વારા આંગ-પ્રત્યંગને કોમળ રાખતા હોય, પાણીથી વારંવાર શરીરને ધોતા હોય અથવા તેલથી વાળ-શરીરને સંસ્કારિત કરતા હોય, હોઠોને મુલાયમ રાખવા માખણ-ઘી લગાડતા હોય, પહેરવા-ઓઢવાના વસ્ત્રને ધોવામાં આસક્ત હોય, જિનેશ્વર ભગવાનની આજ્ઞાની ઉપેક્ષા કરી, સ્વચ્છંદપણે વિચરનાર હોય તેવા સાધુ ઉભયકાળ આવશ્યક કરવા તત્પર થાય ત્યારે તેની તે ક્રિયા લોકોતકિ દ્રવ્ય આવશ્યક કહેવાય છે. આ તદ્બતિરિક્ત દ્રવ્ય આવશ્યક, નોઆગમથી દ્રવ્ય આવશ્યક અને દ્રવ્ય આવશ્યક કહેલ છે. • વિવેચન-૨૨ : લોકમાં શ્રેષ્ઠ સાધુઓ દ્વારા આચરિત અને ઉત્કૃષ્ટ એવા જિનપ્રવચનમાં વર્ધિત હોવાથી આવશ્યકસૂત્ર લોકોત્તકિ કહેવાય છે. લોકોકિ અને ભાવ આવશ્યકરૂપ હોવા છતાંએ અહીં તેને દ્રવ્ય આવશ્યક કહ્યું છે, તેનું કારણ એ છે કે આવશ્યક કરનાર તે સાધુ શ્રમણગુણથી રહિત, સ્વચ્છંદ વિહારી, દ્રવ્યલિંગી છે. આવશ્યક કરવાની પ્રવૃત્તિરૂપ હોવાથી તેને નોઆગમતઃ કહેલ છે. 41/3 “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન • સૂત્ર-૨૩ : ભાવાવકનું સ્વરૂપ કેવું છે ? ભાવાવણ્યકના બે પ્રકાર છે, (૧) આગમથી ભાવ આવશ્યક (ર) નોઆગમથી ભાવાવશ્યક. • વિવેચન-૨૩ : ૩૪ વિવક્ષિત ક્રિયાના અનુભવથી યુક્ત અર્થ, ભાવ કહેવાય છે અર્થાત્ જે શબ્દની જે અર્થક્રિયા હોય તેનાથી યુક્ત હોય તો તે ભાવ કહેવાય છે. જેમ ઈન્દ્રપણાના ઐશ્વર્યથી યુક્ત હોય તે આદેશ પ્રત્યાદેશની પ્રવૃત્તિમાં પ્રવૃત્ત હોય તે ભાવ ઈન્દ્ર કહેવાય. તેમ વિવક્ષિત ક્રિયાની સાથે ભાવસહિત જે આવશ્યક કરાય તે ભાવઆવશ્યક છે. • સૂત્ર-૨૪ ઃ પન્ન :- આગમથી ભાવાવશ્યકનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- આવશ્યકપદના ફ્લાતા હોય અને તેમાં ઉપયોગ યુક્ત હોય તે આગમથી ભાવાવશ્યક છે. • વિવેચન-૨૪ ૭ આવશ્યકના અર્થજ્ઞાનથી જનિત ઉપયોગને ભાવ કહેવામાં આવે છે, ભાવથી યુક્ત આવશ્યકને ભાવ આવશ્યક કહેવાય છે. આગમ એટલે જ્ઞાન, આવશ્યક પદના જ્ઞાનથી યુક્ત જ્ઞાતાને અહીં આગમથી આવશ્યક કહેલ છે. તે આવશ્યકના જ્ઞાનમાં ઉપયોગ હોય તેને ભાવ આવશ્યક કહે છે. જ્ઞાતા ગુણી અને ઉપયોગ રૂપ ગુણમાં અભેદ હોવાથી તે આગમથી ભાવાવશ્યક કહેવાય છે. • સૂત્ર-૨૫ ઃ પ્રશ્નન :- નોઆગમથી ભાવાવણ્યકનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- નોઆગમથી ભાવાવશ્યકના ત્રણ પ્રકાર છે – લૌકિક, કુપાવચનિક અને લોકોતરિક. • સૂત્ર-૨૬ : પ્રા :- લૌકિક નોઆગમથી ભાવાવણ્યકનું સ્વરૂપ કેવું છે? ઉત્તર ઃપૂર્વકાળ-દિવસના પૂર્વભાગમાં મહાભારત અને અપરાહ્નકાળ-દિવસના પશ્ચાત્ ભાગમાં રામાયણનું વાંચન, શ્રવણરૂપ સ્વાધ્યાય કરવી, તે લૌકિક ભાવાવશ્યક કહેવાય છે. આ લૌકિક ભાવ આવશ્યકનું વર્ણન પૂર્ણ થયું. • વિવેચન-૨૬ : લોકમાં આગમરૂપે માન્ય એવા મહાભારત-રામાયણ વગેરે ગ્રંથોનું વાંચન, શ્રવણ નિયત સમયે કરવું આવશ્યક છે, તેવો લોકવ્યવહાર જોવા મળે છે માટે તે લૌકિક આવશ્યક છે. તેના વાંચન-શ્રવણમાં વક્તા અને શ્રોતાનો ઉપયોગ હોવાથી તે ભાવ રૂપે છે. પાઠ કરવો તે પ્રવૃત્તિ રૂપ ક્રિયા હોવાથી તેને નો આગમથી કહેવાય છે. વ્યાખ્યાકારે કહ્યું છે કે ક્રિયા આગમરૂપ નથી, ક્રિયા રૂપ દેશમાં આગમતા નથી. • સૂત્ર-૨૭ : પ્રન - કુપાતાનિક ભાવાવશ્યકનું સ્વરૂપ કેવું છે? ઉત્તર ઃ- ચરક, સીસ્કિથી લઈ પાખંડથ સુધીના કુપાવયનિકો ઈયા-યજ્ઞ, અંજલિ, હોમ-હવન,
SR No.009032
Book TitleAgam Satik Part 41 Anuyogdwar Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashashrutaskandh
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy