SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ સૂગ-૩૧૧,૩૧૨ શ્રીવત્સથી અંક્તિ વક્ષઃસ્થલવાળા હોય છે. • વિવેચન-૩૧૧/૧૧, ૩૧૨ : આ સૂત્રમાં સદ્ભા વસ્તુને સદ્ભૂપ પદાર્થથી ઉપમિત કરેલ છે. ચોવીસ તીર્થકરો સવ્ય (અસ્તિરૂ૫) છે અને નગરના દરવાજાનું પણ અસ્તિત્વ છે. સદૂ દરવાજાથી અરિહંત ભગવાનના વક્ષ:સ્થલને ઉપમિત કર્યું છે. અહીં દરવાજા ઉપમાન છે અને વક્ષઃસ્થલ ઉપમેય છે. નગરના દરવાજા વગેરે ઉપમાનથી ઉપમેય ભૂત તીર્થકરોનું વક્ષ:સ્થલ આદિ જાણી શકાય છે. વક્ષઃસ્થલ તીર્થકરચી અવિનાભાવી હોવાથી તીર્થંકર પણ ઉપમિત થઈ જાય છે. સૂગ-૩૧૩ : વિધમાન પદાર્થને અવિધમાન પદાર્થથી ઉપમિત કર્યું. જેમકે નાખી,. તિચિ, મનુષ્ય અને દેવના વિધમાન આયુષ્યના પ્રમાણને, અવિધમાન પલ્યોપમ અને સાગરોપમ દ્વારા ઉપમિત કરવું. • વિવેચન-૩૧૩ : અહીં નાક, તિર્યંચાદિના આયુષ્ય સપ છે. જ્યારે પલ્યોપમ, સાગરોપમ અસકલાનાથી કથિત હોવાથી અસરૂપ છે. તેના દ્વારા નકાદિનું આયુષ્ય પ્રમાણ બતાવાય છે. અહીં ઉપમેય સતૂપ છે અને ઉપમાન અસતૂપ છે, નાકાદિ આયુ ઉપમેય છે, પલ્યોપમ-સાગરોપમ ઉપમાન છે. • સૂત્ર-૩૧૪ થી ૩૧૬ : આવિધમાન-અસત્ વસ્તુને વિધમાન-સદ્ વસ્તુથી ઉપમિત કરવામાં આવે તો તે અસM-સત ઉપમા કહેવાય છે. સર્વપકારે જી ડીંટીયાથી તૂટીને (મૂળ ભાગ પાસેથી છૂટા પડીને) નીચે પડી ગયેલા, નિસ્સારસાર ભાગ જેનો સુકાય ગયો છે, તેવા અને વૃક્ષાવિયોગથી દુઃખી એવા જીર્ણ પાંદડાઓએ વસંતમાં નિષ્પન્ન નવી કૂંપળોને કહ્યું. અત્યારે તમે છો તેવા અમે ભૂતકાળમાં હતા અને અત્યારે અમે જેવા છીએ તેવા તમે ભવિષ્યમાં થશો. અહીં જે જીર્ણ પાંદડા અને કંપળો વચ્ચેના વાર્તાલાપનો ઉલ્લેખ છે, તેવો વાતલિાપ થયો નથી અને થશે પણ નહીં ભવ્ય જીવોને પ્રતિબોધવા આ ઉપમા આપવામાં આવી છે. • વિવેચન-૩૧૪ થી ૩૧૬ : આ દેટાંતમાં ‘ડું તમે તદ રાખું = જેવા તમે, તેવા અમે હતા અને તુજે fe 1 fgt H[ મ = તમે થશો, જેવા અમે છીએ! આ બે ઉપમા આપવામાં આવી છે. પ્રથમાં ના તુર = જેવા તમે તે ઉપમાન છે અને તદ મ = તેવા અમે, તે ઉપમેય છે. કંપળ વિધમાન છે તેથી ઉપમાન સતુ છે અને ઉપમેય જે જીર્ણ પગ અવસ્થા કૂંપળમાં તે અવસ્થા અત્યારે વિધમાન નથી માટે અસત્ ૨૩૪ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન ઉપમેયને સહુ ઉપમા આપવામાં આવી છે. તે જ રીતે બીજી ઉપમા ના મ = જીર્ણ પગ અવસ્થા વિધમાન છે. તે ઉપમા છે અને તુ - 1 = તમે થશો. કંપળોની તથાવિધ અવસ્થા ભવિષ્યમાં થશે અત્યારે વિધમાન નથી. તે ઉપમેય છે. અસતુ ઉપમેયને સતુની ઉપમા આપવામાં આવી છે માટે તે સ-સત્ ઉપમા સંખ્યા કહેવાય છે. • સૂટ-૩૧૩/૧ - અવિધમાન પદાર્થને અવિધમાન પદાર્થથી ઉપમિત કરવામાં આવે તે અસાદુરૂપ ઉપમા કહેવાય છે. જેમકે ગધેડાના વિષાણ-શીંગડા, તેવા સસલાના શીંગડા. આ પ્રમાણે ઔપભ્ય સંખ્યાનું સ્વરૂપ જાણવું. • વિવેચન-૩૧/૧ - અહીં ઉપમાન ખરવિષાણ છે. તે અસ્તિત્વ ધરાવતા નથી, અસલૂપ છે. ઉપમેય સસલાના શીંગડા છે. તે પણ અસત્ છે. અહીં અસથી અસની ઉપમા છે. • સૂગ-૩૧૩/૨ - પવન પરિમાણ સંખ્યાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર : પરિમાણ સંખ્યાના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે - (૧) કાલિકકૃત પરિમાણ સંખ્યા (૨) દષ્ટિવાદ શ્રુતપરિમાણ સંખ્યા. • વિવેચન-૩૧/ર : જેની ગણના કસ્વામાં આવે તે સંખ્યા અને જે સંખ્યામાં પર્યવ-પરિમાણનો વિચાર કરવામાં આવે તેને પરિમાણ સંખ્યા કહે છે. • સૂત્ર-૩૧/૩ - પચન : કાલિક શ્રુત પરિમાણ સંખ્યાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- કાલિક શ્રુત પરિમાણ સંખ્યા અનેક પ્રકારની છે તે આ પ્રમાણે. (૧) પર્યવ સંખ્યા, () અક્ષર સંખ્યા, (3) સંઘાત સંખ્યા, (૪) પદ સંખ્યા, (૫) પાદ સંખ્યા, (૬). ગાથા સંસ્થા, (9) શ્લોક સંખ્યા, (૮) વેસ્ટક સંખ્યા, (૯) નિયુકિત સંખ્યા, (૧૦) અનુયોગદ્વાર સંખ્યા, (૧૧) ઉદ્દેશક સંખ્યા, (૧૨) અધ્યયન સંખ્યા, (૧૩) શ્રુતસ્કંધ સંખ્યા, (૧૪) આંગ સંખ્યા. આ કાલિકકૃત પરિમાણ સંખ્યા છે. • વિવેચન-૩૧/૩ - દિવસ અને રાત્રિના પ્રથમ અને અંતિમ પ્રહરમાં જે શ્રતની સ્વાધ્યાય કરવામાં આવે તેને કાલિક શ્રુત કહેવામાં આવે છે. અગિયાર અંગ, અંગ પ્રવિણ કાલિક શ્રુત કહેવાય છે. નંદીસૂત્ર અનુસાર ઉત્તરાધ્યયન, દશાશ્રુતસ્કંધ, વ્યવહારસૂત્ર, નિશીથસૂત્ર વગેરે અંગ બાલ કાલિક શ્રુત છે. તે કાલિક શ્રુતના અક્ષર, પદ, ગાથા, અધ્યયન વગેરેની સંખ્યાના પરિમાણનો વિચાર કરવામાં આવે તે કાલિક શ્રુત પરિમાણ સંખ્યા કહેવાય છે. સૂત્રમાં ચૌદ સંખ્યા પરિમાણ કહ્યા છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે છે –
SR No.009032
Book TitleAgam Satik Part 41 Anuyogdwar Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashashrutaskandh
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy