SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ સૂટ-૩૧૦ ૨૨૩ અંકિત કરતા જોઈને કોઈ મનુષ્ય પૂછયું - શું અંકિત કરો છો ? ત્યારે તેણે જવાબ આપ્યો કે પ્રસ્થક અંકિત કરું છું. આ રીતે જ્યાં સુધી સંપૂર્ણ પ્રસ્થક તૈયાર ન થાય ત્યાં સુધી વિશુદ્ધતર મૈગમન સર્વ અવસ્થાને સંકલ્પિત પ્રસ્થક રૂપે સ્વીકારે છે. નૈગમની જેમ વ્યવહારનું વક્તવ્ય પણ જાણતું. સંગ્રહના ધાન્યપરિપૂરિત ઉદમુખી સ્થિત પ્રસ્થકને જ પસ્થક કહે છે અથવા ધાન્ય આપવા માટે ઊર્ધ્વમુખી સ્થિત પ્રસ્થકને પ્રસ્થક કહે છે. ઋજુ નયાનુસાર પ્રસ્થક પણ પશ્યક છે અને તેથી માપેલ ઘાજ્યાદિ પદાર્થ પણ પ્રસ્થક છે. ગણે શબ્દ નયો (શબ્દનય, સમભિરૂઢ નય અને એવંભૂતનય)ના મતાનુસાર પ્રકના અધિકારના જ્ઞાતાનો તે પ્રસ્થક સ્વરૂપના પરિજ્ઞાનમાં ઉપયોગ હોય, તે ઉપમુકત (ઉપયોગવાન) જીવ કે જેનાથી પાક નિપw થાય તે પસ્થક છે. આ રીતે પ્રસ્થકના સ્ટાંતથી નયપમાણનું સ્વરૂપ જાણવું. • વિવેચન-૩૧૦/ર : પ્રસ્થક એ મગઘદેશ પ્રસિદ્ધ ધાન્ય માપવાના એક પાત્રનું નામ છે. કોઈ માણસ લાકડાનો પ્રસ્થક બનાવવાના સંકલ્પથી લાકડું લેવા કુહાડી લઈ વન તરફ જતો હોય અને તેને પૂછવા પર તે ઉત્તર આપે કે પ્રસ્થક લેવા જાઉં છું. તે જવાબ અવિશુદ્ધ નૈગમ નયને માન્ય છે. નૈગમનય સંકલ્પિત તે પયયોનો આરોપ કરી તે પર્યાયરૂપે તેને સ્વીકારે છે. લાકડું કાપતા સમયે ઉત્તર આપ્યો તે પહેલા કરતાં વિશુદ્ધ છે. કારણ કે વનમાં પ્રયાણ સમયે માત્ર સંકલ્પ હતો. લાકડું છોલતા, ઉકીણદિ પ્રત્યેક ક્રિયાના સમયે પ્રસ્થક બનાવવાના પ્રયત્ન શરૂ થઈ ગયા છે. કારણની નિકટતા વૃદ્ધિ પામેલી હોવાથી વિશુદ્ધિ વધતી જાય છે. નૈગમનય સં૫ માગણાહી હોવાથી સત્ય છે. સંકલાના અનેકરૂપ છે, તેથી તૈગમનય અનેક પ્રકારે વસ્તુને માને છે. કારણમાં કાર્યનો ઉપચાર કરી પ્રત્યેક ઉત્તરો આપવામાં આવે છે. • સૂત્ર-૩૧૦/૩ : ધન :- વસતિના દાંત દ્વારા નયનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- કોઈ પુરુષે અન્ય પુરુષને પૂછયું - તમે ક્યાં રહો છો ? તેણે અવિશુદ્ધ નૈગમ નથી જવાબ આપ્યો - હું લોકમાં રહું છું.’ લોકના ત્રણ ભેદ છે. ઉdલોક, અધોલોક અને તિર્લોક, શું તમે તે સર્વમાં રહો છો ? વિશુદ્ધ નૈગમનય અનુસાર તેણે જવાબ આપ્યો, ‘હું તિર્યક્રલોકમાં રહું છું.’ પ્રથfકતએિ પ્રથન કર્યો કે તિર્યક્રલોકમાં જંબૂદ્વીપથી સ્વયંભૂમણ સમુદ્ર પર્યત અસંખ્યાત દ્વીપ સમુદ્ર છે, શું તમે તે સર્વમાં રહો છો ? પ્રત્યુત્તરમાં વિશુદ્ધતર નૈગમનયથી તેણે ઉત્તર આપ્યો કે “જંબૂદ્વીપમાં રહું છું.' ૨૨૪ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન જંબુદ્વીપમાં દસ મ છે. (૧) ભરત, (૨) ઐરાવત, (૩) હૈમવત, (૪) હૈરયવત, (૫) હરિવર્ષ, (૬) રમ્યક્રવર્ણ, () દેવકુરુ, (૮) ઉત્તરકુરુ, (૯) પૂર્વવિદેહ, (૧૦) અપરવિદેહ. શું તમે તે સર્વ ક્ષેત્રમાં રહો છો ? વિશુદ્ધતર નૈગમનયથી તેણે જવાબ આપ્યો “હું ભરત ક્ષેત્રમાં રહું છું.” ભરતોત્રના બે વિભાગ છે, દક્ષિણાઈ ભરત અને ઉત્તરાઈ ભરત. શું તમે આ બંને વિભાગમાં રહો છો ? તેણે વિશુદ્ધતર મૈગમથી જવાબ આપ્યો ‘દક્ષિણાઈ ભરતમાં રહું છું.' દક્ષિણાઈ ભરતમાં અનેક ગામ, નગર, ખેડ, કર્બટ, મર્ડબ, દ્રોણમુખ, પટ્ટન, આકર સંભાહ, સgિવેશ છે, શું તમે તે સર્વમાં રહો છો ? વિશુદ્ધતર નૈગમનયથી તેણે જવાબ આપ્યો – “પાટલીપુત્ર (નગરમાં) રહું છું.” પાટલિપુત્રમાં અનેક ઘર છે. તે સર્વ ઘરોમાં તમે રહો છો ? ઉત્તરમાં વિશુદ્ધતર નૈગમનયથી તેણે જવાબ આપ્યો ‘દેવદત્તના ઘરમાં રહું છું.’ દેવદત્તના ઘરમાં અનેક ઓરડાઓ છે. શું તમે તે બધામાં રહો છો ? વિશુદ્ધતર નૈગમનયથી તેણે જવાબ આપ્યો ‘ગર્ભગૃહમાં રહું છું.’ વિશુદ્ધતમ નૈગમનયના મતે ગર્ભગૃહમાં વસવાને જ વસવું પે કહી શકાય. વ્યવહારનયનું મંતવ્ય નૈગમન જેવું જ છે. સંગ્રહનસના મતે શય્યા પર આરૂઢ હોય ત્યારે જ વસે છે, તેમ કહી શકાય. ઋજુસુગનાના મતે શવ્યાની પણ જેટલા આકાશપદેશ પર અવગાઢ હોય, તેમાં વસે છે તેમ કહેવાય. ત્રણે શબ્દનયોના મતે આત્મભાવ-સ્વભાવમાં જ નિવાસ હોય છે. આ રીતે “વસતિના ટાંતથી નયોનું સ્વરૂપ ગણવું. • વિવેચન-૩૧૦/૩ : આ સૂત્રમાં વસતિ-નિવાસના દેટાંત દ્વારા નયોનું સ્વરૂપ સ્પષ્ટ કરેલ છે. વસતિ એટલે વસવું-રહેવું. નૈગમનયના અનેક ભેદ છે. પ્રથમ ઉત્તર ‘લોકમાં રહું છું” તે અશુદ્ધ નૈગમનયના મતાનુસાર અપાયેલ ઉત્તર છે. ત્યારપછીના ઉત્તરો ઉત્તરોત્તર વિશુદ્ધ, વિશુદ્ધતર અને વિશુદ્ધતમ નૈગમનયની દષ્ટિથી છે, અંતિમ કોટિમાં સ્થિત નૈગમ નયના મતે વસતો હોય જ વસે છે તેમ કહેવાય અર્થાત્ શેરી વગેરેમાં ગયો હોય, તો વિવક્ષિત ઘરમાં ‘તે રહે છે તેમ કહી ન શકાય. અન્ય ગામમાં તે ચાલ્યો જાય તો, જ્યાં નિવાસ કરશે ત્યાં વસે છે તેમ કહેવાશે. વ્યવહારનયનું પણ આ પ્રકારનું જ મંતવ્ય છે. જેનું જ્યાં નિવાસસ્થાન હોય તે સ્થાનમાં જ તે વસે છે, તેમ માનવું જોઈએ, તે જ્યાં રહે ત્યાં જ તેનું નિવાસસ્થાન છે. પાટલિપુત્રમાં રહેનાર જો અન્યત્ર જાય તો તે ત્યાંનો કહેવાય છે. પાટલિપુત્ર નિવાસી અમુક વ્યક્તિ અહીં આવેલ છે અને પાટલિપુત્રમાં કહેવાશે કે ‘હવે અહીં રહેતો નથી, અન્યત્ર રહે છે. વિશુદ્ધતર તૈગમનય અને વ્યવહારનય વસતાને જ વસતા માને છે.
SR No.009032
Book TitleAgam Satik Part 41 Anuyogdwar Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashashrutaskandh
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy