SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ સૂગ-૨૯ ૨૦૩ શ્રેણીઓના પ્રદેશ તુલ્ય છે. વ્યંતર દેવોની જેમ જ્યોતિક દેવોમાં પણ પ્રકારે વિઠંભસૂચિનું માપ અધ્યાહાર રાખ્યું છે. ટીકાકારે તેની સ્પષ્ટતા કરી છે કે વ્યંતરો કરતાં જ્યોતિષીઓ સંખ્યાતગુણ અધિક છે માટે તેઓની વિડંભ સૂચિ સંખ્યા ગુણ અધિક જાણવી. અહીં જ્યોતિષીની અસંખ્ય સંખ્યાનું પરિમાણ બતાવતા શાસ્ત્રકારે કહ્યું છે કે ૫૬ ગુલ વર્ગ પ્રમાણ પ્રતરખંડ પર એક એક જ્યોતિકના બદ્ધ વૈક્રિય શરીરને સ્થાપે તો સંપૂર્ણ પ્રતર વૈક્રિય શરીરથી ભરાઈ જાય અથવા તે સ્થાપિત શરીરોને બહાર કાઢવામાં આવે તો ૨૫૬ અંગુલ વર્ગ પ્રમાણ પતરખંડથી એક એક જ્યોતિષીનો ઉપહાર થાય તો જ્યોતિષીના સર્વ બદ્ધ વૈક્રિય શરીર નીકળી જાય ત્યારે એક પ્રતર ખાલી થાય. • સૂત્ર-૨૯૯/૧૮ : પ્રશ્ન :- હે ભગવના વૈમાનિક દેવોના ઔદારિક શરીર કેટલા હોય છે ? ઉત્તર :- હે ગૌતમ / નાસ્કીના ઔદારિક શરીરની જેમ વૈમાનિક દેવના ઔદારિક શરીરની વકતવ્યતા જાણવી. પ્રશ્ન :- ભગવન / વૈમાનિક દેવોના વૈક્રિય શરીર કેટલા છે? ઉત્તર :ગૌતમ! વૈમાનિક દેવના વૈયિ શરીર બે પ્રકારે છે . બદ્ધ અને મુક્ત. તેમાં બદ્ધ વૈક્રિયશરીર અસંખ્યાત છે, કાળથી અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી કાળમાં રાહત થાય છે. હોત્રથી પ્રતરના અસંખ્યાતમા ભાગમાં રહેલી અસંખ્યાત શ્રેણીઓ જેટલા છે. તે શ્રેણીઓની વિર્કભસૂચિ અંગુલપદેશના બીજા વર્ગમૂળને બીજ વમૂળથી ગણતાં પ્રાપ્ત રાશિ પ્રમાણ અથવા ત્રીજા મુિળનો ઘન કરતાં પ્રાપ્ત રાશિ પ્રમાણ છે. મુકત વૈયિ શરીર ઔધિક ઔદારિક શરીર પ્રમાણ છે. વૈમાનિક દેવોના બદ્ધ મુક્ત આહાક શરીર, નારકીના બદ્ધ-મુક્ત હાક શરીર જેટલા છે. બદ્ધ મુકત તૈજસ, કામણ શરીર તેઓના બદ્ધ-મુકત જૈકિયા શરીરાનુસાર છે. - સૂમ ક્ષેત્ર પલ્યોપમ, ... પલ્યોપમ અને પલ્યોપમનું વર્ણન સમાપ્ત થયું, તેમજ વિભાગ નિux કાળ પ્રમાણ અને કાળ પ્રમાણનું વકતવ્ય પૂર્ણ થયું. • વિવેચન-૨૯/૧૮ : નાકીની જેમ વૈમાનિક દેવોમાં બદ્ધ ઔદારિક શરીર અને બદ્ધ આહારક શરીર હોતા નથી અને મુક્ત ઔદારિક અને આહાક શરીર પૂર્વભવોની અપેક્ષાઓ અનંત છે. વૈમાનિક દેવોમાં બદ્ધ વૈક્રિય શરીર અસંખ્યાત છે. સમયે-સમયે એક-એક બદ્ધ વૈક્રિય શરીરનું અપહરણ કરતાં અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી વ્યતીત થઈ જાય. ફોનની અપેક્ષાએ અસંખ્યાતનું પ્રમાણ બતાવતા કહ્યું છે કે પ્રતરના અસંખ્યાતમા ૨૦૮ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન ભાગમાં રહેલી અસંખ્યાત શ્રેણીઓના જેટલા પ્રદેશ તેટલા બદ્ધ વૈક્રિય શરીર વૈમાનિક દેવોના છે. તે વાતને સ્પષ્ટ કરતાં જણાવ્યું છે કે આ શ્રેણીઓની વિખંભ સૂચિનું પ્રમાણ અંગુલ પ્રદેશના તૃતીય વર્ગમૂળથી ગુણિત દ્વિતીય વર્ગમૂળ પ્રમાણ છે થવા મંગલ પ્રદેશના તુતીય વમળનો ઘન કરતાં પ્રાપ્ત સંખ્યાનમાર શ્રેણીઓની વિકંભરુચિ હોય છે. વૈમાનિક દેવોમાં જેટલા દેવ તેટલાં જ બદ્ધ વૈક્રિય તૈજસકાણુણ શરીર હોય છે. તેથી તૈજસ-કાશ્મણના કથન પ્રસંગે વૈક્રિય શરીરની જેમ તૈજસ-કાશ્મણ હોય તેમ સૂત્રકારે કહ્યું છે. • સૂત્ર-૩૦૦ : ભાવ પ્રમાણનું સ્વરૂપ કેવું છે ? ભાવ પ્રમાણ કણ પ્રકારના છે. તે આ પ્રમાણે - (૧) ગુણ પ્રમાણ (૨) નય પ્રમાણ (3) સંખ્યા પ્રમાણ. • વિવેચન-300 - આ સૂત્રમાં સૂમકારે ભાવ પ્રમાણનું સ્વરૂપ તથા ભેદોનું કથન કર્યું છે. ‘ પવને ભાવ:' આ વ્યુત્પત્તિ અનુસાર ‘હોવા પણું' તે ભાવ કહેવાય છે. ભાવ એટલે સચેતનઅચેતન વસ્તુના પરિણામ. સચેતનના પરિણામ જ્ઞાનાદિરૂપ છે અને ચેતન વસ્તુના પરિણામ વણદિરૂપ છે. વિદ્યમાન પદાર્થોના વણિિદ અને જ્ઞાનાદિ પરિણામોને ભાવે કહેવામાં આવે છે અને આ વર્ણાદિ પરિણામોનો બોધ જેના દ્વારા થાય તે ભાવ પ્રમાણ કહેવાય છે. આ ભાવ પ્રમાણના ત્રણ પ્રકાર છે - (૧) ગુણપ્રમાણ :- ગુણથી દ્રવ્યોનું જ્ઞાન થાય છે અથવા ગુણો દ્વારા ગુણોનું ગુણરૂપ જ્ઞાન થાય છે. તેથી ગુણપ્રમાણ કહેવાય છે. (૨) નયપમાણ :- અનંત ધમત્મિક વસ્તુના એક ધમને પ્રધાન કરી વસ્તુને જાણવી તે નય પ્રમાણ છે. (3) સંખ્યાપમાણ + સંખ્યા એટલે ગણના કરવી, ગણનાનું જ્ઞાન જેના દ્વારા થાય તે સંખ્યા પ્રમાણ છે. • સૂત્ર-3૦૧/૧ : પ્રથમ * ગુણ પ્રમાણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર : ગુણ પમાણના બે ભેદ છે, તે પ્રમાણે છે - ૧) જીવ ગુણ પ્રમાણ (૨) અજીવ ગુણ પ્રમાણ. અભ વકતવ્ય હોવાથી પહેલા જીવ ગુણ પ્રમાણનું વર્ણન કરે છે.. પ્ર - અજીવગુણ પ્રમાણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- આજીવગુણ પ્રમાણના પાંચ ભેદ છે, તે આ પ્રમાણે છે - (૧) વગુણ પ્રમાણ, (૨) ગંધગુણ પ્રમાણ, (3) રસગુણ પ્રમાણ, (૪) સ્પગુણ પ્રમાણ, (૫) સંસ્થાનગુણ પ્રમાણ. વગુણ પ્રમાણનું સ્વરૂપ કેવું છે ? વગુણ પ્રમાણના પાંચ પ્રકાર છે તે આ પ્રમાણે છે - કૃષ્ણવર્ણગુણ પ્રમાણ ચાવત શુકલવર્સ પ્રમાણ. ગંધગુણ પ્રમાણના પ્રકાર છે, તે પ્રમાણે છે – સુરભિગંધ અને દુરભિગંધ પ્રમાણ. આ ગંધ માણનું સ્વરૂપ છે.
SR No.009032
Book TitleAgam Satik Part 41 Anuyogdwar Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashashrutaskandh
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy