SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ સૂમ-૨૯૩,૨૯૪ ૧૮૩ આકાશપદેશોમાંથી એક-એક આકાશપદેશ બહાર કાઢતાં-કાઢતાં, જેટલા સમયમાં તે પલ્સ ખાલી થઈ જાય, તેટલા કાળને એક વ્યાવહારિક ફોન પલ્યોપમ કહેવામાં આવે છે. તે વ્યાવહારિક ક્ષેત્ર પલ્યોપમને દસ ક્રોડાકોડીથી ગુણતાં વ્યાવહારિક ક્ષેત્ર સાગરોપમ બને છે અથતિ દસ ક્રોડાકોડી વ્યાવહારિક ક્ષેત્ર પલ્યોપમ બરાબર એક વ્યાવહારિક ક્ષેત્ર સાગરોપમ છે. • વિવેચન-૨૯૩,૨૯૪ - આ સૂત્રમાં વ્યાવહારિક ક્ષેત્ર પલ્યોપમ અને સાગરોપમનું સ્વરૂપ દર્શાવ્યું છે. વ્યાવહારિક ઉદ્ધાર પલ્યોપમ અને ઉદ્ધાપલ્યોપમની જેમ જ અહીં ઉોધાંગુલના માપથી એક યોજન પ્રમાણ લાંબા પહોળા, ઊંડા પાલ્યને તેજ રીતે વાલાણથી ભરવો. વાલાણને બહાર કાઢવામાં તે બંને પલ્યમાં સમયની મુખ્યતા હતી જ્યારે અહીં ક્ષેત્રની મુખ્યતા છે. તે વાલાયોએ જે આકાશપદેશને સ્પશ્ય છે, તે આકાશપ્રદેશમાંથી સમયે-સમયે એક-એક આકાશપ્રદેશ બહાર કાઢતાં સંપૂર્ણ આકાશપ્રદેશ બહાર નીકળી જાય, ત્યારે એક વ્યાવહારિક ક્ષેત્ર પલ્યોપમ થાય છે. એક-એક વાલામ્ર પોતાની છએ દિશામાં અસંખ્યાત-અસંખ્યાત આકાશપ્રદેશને સ્પર્શીને રહે છે. આ વ્યાવહારિક ક્ષેત્ર પલ્યોપમમાં અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી કાલ વ્યતીત થાય છે. • સૂત્ર-૨૫,૨૯૬ રૂ. પ્રથન :- આ વ્યાવહારિક ક્ષેત્ર પલ્યોપમ અને સાગરોપમથી શું પ્રયોજન સિદ્ધ થાય છે ? તેનું કથન શા માટે કર્યું છે ? ઉત્તર :- આ વ્યાવહારિક ક્ષેત્ર પલ્યોપમ-સાગરોપમથી કોઈ પ્રયોજન સિદ્ધ થતું નથી. તેની માત્ર પ્રરૂપણા કરાય છે. સૂક્ષ્મ ઝ પલ્યોપમ સમજવામાં તે સહાયક બને છે માટે તેની પ્રરૂપણા સૂત્રકારે કરી છે. આ વ્યાવહારિક ક્ષેત્રપલ્યોપમનું સ્વરૂપ છે. પ્રશ્ન :- સૂક્ષ્મ ... પલ્યોપમનું સ્વરૂપ કેવું છે? સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમનું સ્વરૂપ આ પ્રમાણે છે. જેમકે કોઈ એક યોજના લાંબા, પહોળા, ઉંડા અને સાધિક ગણગુણી પરિધિવાળા પાને એક, બે,. ત્રણ યાવત્ સાત દિવસના ઉગેલા વાલાગોના પ્રત્યેકના અસંખ્યાત-અસંખ્યાત ટુકડા કરી ભરવામાં આવે. તે વાળના પ્રત્યેક ટુકડા, દષ્ટિના વિષયભૂત પદાર્થની અપેક્ષાએ અસંખ્યાત ભાગમાણ નાના અને સૂક્ષ્મ પનક જીવોની શરીરાવગાહના કરતાં અસંખ્યાતનુણા અધિક હોય છે. તે વાતાગ્ર ખંડો પત્રમાં એવા ઠાંસી ઠાંસીને ભરવામાં આવે કે અગ્નિ તેને બાળી ન શકે, વાયુ તેને ઉડાડી ન શકે, ન તો તે સડી શકે, ન પાણીથી ભીંજાય કે ન કોહવાય શકે, ન તેમાં દુર્ગધ ઉત્પન્ન થઈ શકે. તે વાલાણ ખંડોએ પલ્સમાં રહેલા જે આકાશપદેશોને સ્પર્યા હોય અને જે આકાશપદેશને પશ્ય ન ૧૮૮ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન હોય અથવ પલ્યગત સર્વ આકાશપદેશમાંથી પ્રતિસમય એક-એક આકાશપદેશને બહાર કાઢવામાં આવે અને જેટલા સમયમાં તે પચ ક્ષીણ, નિર્લેપ, નીરજ અને વિશુદ્ધ થઈ જાય, સર્વ આકાશપદેશ નીકળી જાય, તેટલા કાળને સૂક્ષ્મોત્ર પલ્યોપમ કહેવામાં આવે છે. સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમના વિષયમાં ગુરુશ્રીએ પ્રરૂપણા કરી, ત્યારે શિષ્ય પૂછયું. પ્રશ્ન :- શું વાલાણથી ભરેલા તે પત્રમાં કોઈ એવા આકાશપદેશ પણ હોઈ શકે કે જે તે વાલાણોથી અસ્કૃષ્ટ હોય ? ઉત્તર :- હા, તે પત્રમાં વાલાયથી અસ્કૃષ્ટ આકાશપદેશ પણ હોય છે. પ્રશ્ન :- આ વિષયમાં કોઈ ટાંત છે? ઉત્તર :- હા, જેમ કોઈ કોઠીમાં (૧) કોળાને ભરવામાં આવ્યા હોય અને (૨) તેમાં બિજા નાંખવામાં આવે તો તે તેમાં સમાઈ જાય છે, (૩) તેમાં લીલા નાંખવામાં આવે તો સમાઈ જાય છે, (૪) તેમાં આમળા નાંખવામાં આવે તો તે પણ સમાઈ જાય છે, (૫) તેમાં ક્રમશ: બોટ, (૬) ચણા, () મગ, (૮) સરસવ, (૯) ગંગાની રેતી નાંખવામાં આવે તો તે સમાઈ જાય છે. આ જ રીતે આ ષ્ટાંતથી તે પરામાં પણ વાલાગણી અસ્પષ્ટ આકાશપદેશ હોય છે. આ સૂક્ષ્મોત્ર પલ્યોપમને દસ ક્રોડાકોડીથી ગુણતા એક સૂત્ર સાગરોપમ થાય છે. • વિવેચન-૨૫,૨૯૬ : આ સૂત્રોમાં સૂફમહોત્ર પલ્યોપમ અને સાગરોપમનું સ્વરૂપ વર્ણન કરવામાં આવ્યું છે. વ્યાવહારિક ક્ષેત્ર પલ્યોપમમાં સમયે-સમયે વાલાઝથી સ્પશયેિલા આકાશપદેશ કાઢવાનું વિધાન છે અને તેમાં અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી કાલ સમાપ્ત થઈ જાય અથતુ વ્યાવહારિક ક્ષેત્ર પલ્યોપમ અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી કાલ પ્રમાણ છે. સૂક્ષમ હોબ પલ્યોપમમાં તે પ્રત્યેક વાલાણના અસંખ્યાત-અસંખ્યાત ખંડ કરી પલ્સમાં ભરવામાં આવે છે અને પત્રમાં રહેલ વાલાષ્ટ્રથી પૃષ્ટપૃષ્ટ આકાશપદેશને બહારક કાઢવામાં આવે છે માટેવ્યાવહારિક પલ્યોપમ કતરાં આ સૂમ પલ્યોપમ અસંખ્યાત ગણો મોટો છે. • સૂત્ર-૨૯૭ - પન :- આ સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમન્સગરોપમનું શું પ્રયોજન છે ઉત્તર • આ સૂમ ક્ષેત્ર પલ્યોપમન્સાગરોપમ દ્વારા દષ્ટિવાદમાં કથિત દ્રવ્યોનું માન કરવામાં આવે છે. • વિવેચન-૨૯૭ :સૂર્ણ સુગમ છે. • સૂત્ર-૨૮/૧ - પ્રશ્ન :- હે ભગવન! દ્રવ્યના કેટલા પ્રકાર છે ? ઉત્તર “ હે ગૌતમ!
SR No.009032
Book TitleAgam Satik Part 41 Anuyogdwar Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashashrutaskandh
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy