SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬/૧૭૨૫ ૨૧૯ અર્થાત્ શ્રુતમાં વિશિષ્ટ જ્ઞાન - સમજણવાળા તે બહુ આગમવિજ્ઞાના કહેવાય. સમાધિ - ઉક્ત રૂ૫, તેના ઉત્પાદક હોય. દેશ અને કાળ આદિ અતિશયતાથી સમાધિને જ મધુર, ગંભીર, ભાણિતિ આદિ વડે આલોચનાદાતાને સમાધિ ઉપજાવે. ગુણગ્રાહી - ઉપવૃંહણાર્થે બીજાને સમ્યગદર્શનાદિ ગુણને ગ્રહણ કરાવનારા. એ રીતે બહાગમ વિજ્ઞાનત્વ આદિ હેતુઓ વડે આયાદિ યોગ્ય થાય છે. - *- x આ જ આલોચના અને શ્રવણનું ફળ બીજાને વિશુદ્ધિરૂપ સંપાદિત કરવામાં ઇષ્ટ થાય છે. શેષ પૂર્વવત્ જાણવું આ અનશન સ્થિતે જે કૃત્ય - કરવા યોગ્ય છે, તેને પ્રસંગે બતાવીને હવે કંદપદિ ભાવનાનો જે પરિહાર કરવાનું કહ્યું, તેમાં જે કરવાથી તે થાય છે, તેના પરિહાર વડે જ તેમાં પરિહાર થાય. અજ્ઞાતને આ ન થાય, તેમ જણાવવા માટે કહે છે • સૂત્ર - ૧૭૨૬ થી ૧૭૩૦ - (૧૭૨૬) જે કંદર્પ અને કહ્યુચ્ય કરે છે, તથા શીલ, સ્વભાવ, હાસ્ય અને વિકથા વડે બીજાને હસાવે છે, તે કાંદી ભાવનાનું આચરણ કરે છે, તેમ જાણવા (૧૭૨૭) જે સુખ, વૃનાદિ રસ અને સમૃદ્ધિને માટે મંત્ર, યોગ અને ભૂમિ કર્મનો પ્રયોગ કરે છે. તે અભિયોગી ભાવનાનું આચરણ કરે છે, તેમ જાણવું. (૧૭૨૮) જે જ્ઞાનની, કેવલીની, ધમાચાર્યની, સંઘની તથા સાધુની નિંદા - અવર્ણવાદ કરે છે, તે માયાવી તિબિપિકી ભાવનાનું આવરણ કરે છે, તેમ જાણવું. (૧૭૨૯) જે નિરંતર ક્રોધને વધારતો રહે છે અને નિમિત્ત વિધાનો પ્રયોગ કરે છે, તે આસુરી ભાવનાનું આચરણ કરે છે. (૧૭૩૦) જે શાથી વિષભક્ષણથી અથવા અગ્નિમાં બળીને અથવા પાણીમાં ડૂબીને આત્મહત્યા કરે છે, જે સાધુ આસારથી વિરુદ્ધ ભાંડ - ઉપકરણ રાખે છે, તે અનેક જન્મો - મરણોનું બંધન કરે છે. • વિવેચન - ૧૭ર૬ થી ૧૭૩૦ - (અહીં સૂત્રનો અર્થ તો સ્પષ્ટ કહેલો જ છે. વળી વૃત્તિમાં અર્થની વ્યાખ્યા સાથે સાક્ષીપાઠોનું પણ પ્રાબલ્ય વર્તાઈ રહેલું છે. તેથી અમે વૃત્તિને અક્ષરશઃ અનુસરવાને બદલે તેમાંની કેટલીક વસ્તુ કે શબ્દાર્થ - વ્યાખ્યાને જ માત્ર પ્રાધાન્ય આપીને આ પાંચ સૂત્રનું વિવેચન કરી રહ્યા છીએ.) કદ – અટ્ટહાસ્ય, અનિદ્ભુત, બકવાદ, ગુરુ આદિ સાથે પણ નિષ્ઠર વક્રોક્તિરૂપ અને કામ કથાનો ઉપદેશ કે કામ કથાની પ્રશંસા કરવી, તે કંદર્પ કહેવાય છે. - X- X કૌFચ્ચ - આ કૌFચ્ચ પણ બે ભેદે જણાવેલ છે, તે આ - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009030
Book TitleAgam Satik Part 39 Uttaradhyanan Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy