SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬/૧૫૮૧ થી ૧૫૮૯ ૨૦૫ હવે ઉદાર બસને જણાવવાને માટે કહે છે - • સૂત્ર - ૧૫૯૦ - ઉદાર બસને ચાર ભેદ વર્ણવેલ છે, તે આ - બેઇંદ્રિય, તેઇંદ્રિય, ચતુરિંદ્રિય અને પંચેન્દ્રિય. • વિવેચન - ૧૫૯૦ - ઉદાર બસ ચાર ભેદે છે - (૧) બેઇંદ્રિય - સ્પર્શન અને રસન નામક. આની નિવૃત્તિ અને ઉપકરણ નામક દ્રવ્યેન્દ્રિયને આશ્રીને કહે છે. કેમ કે ભાવેન્દ્રિય આશ્રીને તો એકેન્દ્રિયોને પણ પાંચે ઇન્દ્રિયો સંભવે છે. - X- X- એ પ્રમાણે બાકીની ઇંદ્રિયોમાં પણ સમજી લેવું. તેઇંદ્રિયમાં ત્રીજી ધ્રાણેન્દ્રિય છે, ચઉરિદ્રિયમાં ચોથી ચક્ષુ છે. પંચેન્દ્રિયમાં પાંચમાં શ્રોત્ર છે. એ પ્રમાણે હવે બેઇંદ્રિયની વક્તવ્યતા કહે છે - • સૂત્ર - ૧૫૯૧ થી ૧૫૯૯ - (૧પ૯૧) વેઇંદ્રિય જીવના બે ભેદે વાવેલા છે - પયક્તિ અને અપયd. તેના ભેદો મારી પાસેથી સાંભળો - (૧૫૯૨ થી ૧૫૯૪) કૃમિ, સીમંગલ, અલસ, માતૃવાહક, વાસીમુખ, સીપ, શંખ, શંખનક.. પલ્લોય, અશુલ્લક, વરાટક, જલૌકા, જાલક અને ચંદનિકા... ઇત્યાદિ અનેક પ્રકારના વેઇદ્રિય જીવો છે. તેઓ લોકના એક ભાગમાં વ્યાપ્ત છે, સંપૂર્ણ લોકમાં નથી. . ( ૧૫) પ્રવાહની અપેક્ષાથી બેઇંદ્રિય જીવો અનાદિ અનંત છે અને સ્થિતિની અપેક્ષાથી સાદિ-સાંત છે. (૧પ૯૬) બેઇંદ્રિયોની આ સ્થિતિ ઉત્કૃષ્ટ બાર વર્ષ જધન્યથી અંતર્મુહૂર્ત છે. (૧૯) તેમની કાયસ્થિતિ ઉત્કૃષ્ટ સંખ્યાતકાળ છે, જધન્ય અંતમુહુર્ત છે. બેઇંદ્રિયનું શરીર ન છોડીને નિરંતર બેઇઢિય શરીરમાં જ ઉત્પન્ન થવું તે કાયસ્થિતિ છે. (૧પ૯૮) બેઇંદ્રિય શરીરને છોડીને ફરી ઇંદ્રિય શરીઓ ઉત્પન્ન થવામાં જે અંતર છે, તે જધન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાળ છે. (૧૫૯૯) વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાથી બેઇંદ્રિયથી હજારો ભેદ થાય છે. • વિવેચન - ૧૫૯૧ થી ૧૫૯૯ - નવ સૂત્રોના અર્થ સ્પષ્ટ છે. વિશેષ એ કે- કૃતિ - અશુચિ આદિમાં સંભવે છે. માતૃવાહક - લાકડાના ટુકડામાં જમીનથી સંબંધિત થાય છે તે. સીપ - શક્તિ. - - જલક - જળો, દુષ્ટ લોહી ખેંચવા માટેનો જીવ ચંદનક - અક્ષ. -૦- હવે તેઇંદ્રિયોની વક્તવ્યતા કહે છે - • સૂત્ર - ૧૬૦૦ થી ૧૬૦૮ - (૧૬૦૦) તેદ્રિય જીવોના બે ભેદ વર્ણવેલા છે - પણ, અપયમિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009030
Book TitleAgam Satik Part 39 Uttaradhyanan Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy