SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩/૧૩૭૪ ૧૬૩ ભેદ અવિધાનથી - X - - × - X - અભવ્યો જ લેવા. તેઓ અનંત ગુણત્વથી અતિક્રાંત તથા સિદ્ધોથી તે કર્મ પરમાણુઓ અનંતમાં ભાગે છે. કેમકે તેમની અપેક્ષાથી સિદ્ધોનું અનંત ગુણત્વ છે. એક સમયે ગ્રાહ્ય કર્મ પરમાણુની અપેક્ષાએ આ કહેલ છે. - ૪ - - * - હવે ક્ષેત્રને આશ્રીને કહે છે - . - ૦ સૂત્ર - ૧૩૭૫ બધાં જીવોને માટે સંગ્રહ કર્મપુદ્ગલ છે એ દિશાઓમાં આત્માથી દૃષ્ટ બધા આકાશ પ્રદેશોમાં છે. તે બધાં કર્મપુદ્ગલ બંધના સમયે આત્માના બધા પ્રદેશોની સાથે બદ્ધ થાય છે. • વિવેચન ૧૩૭૫ - એકેન્દ્રિય આદિ બધાં જ ભેદથી તે જીવો, તેમના જ્ઞાનાવરણાદિ કર્મોની સંગ્રહણ ક્રિયા, તેમાં યોગ્ય થાય છે. અથવા બધાં જીવો કર્મોનો સંગ્રહ કરે છે. કેવા પ્રકારે ? છ એ દિશામાં રહેલ - સ્થિત કર્મોનો. તેમાં પૂર્વાદિ ચાર દિશા અને ઉર્ધ્વ તથા અધો એ છ દિશા લેવી. આ છ દિશા આત્માએ રોકેલા આકાશ પ્રદેશની અપેક્ષાથી લેવી. જે આકાશ પ્રદેશમાં જીવ અવગાઢ હોય, ત્યાં જ જે કર્મ પુદ્ગલો હોય, તે રાગાદિ સ્નેહગુણના યોગથી આત્મામાં ચોંટે છે, પણ બીજા ક્ષેત્રમાં અવગાઢ હોય તે ચોંટતા નથી. કેમકે ભિન્ન દેશમાં તેના ભાવ - પરિણામનો અભાવ હોય છે. - ૪ - વિદિશાની અલ્પત્વથી વિવક્ષા કરી નથી. પણ વિદિશામાં રહેલ કર્યો પણ આત્મા વડે ગ્રહણ કરેલ નથી. તથા જે કેટલીક દિશામાં દ્રવ્યાંતરત્વ કહેલ છે, તેને પણ અહીં ગ્રહણ કરેલ નથી. વળી છ દિશામાંથી જે કહ્યું, તે બે ઇંદ્રિયને આશ્રીને નિયમથી કહેવું. એકેન્દ્રિયમાં તો અન્યથા પણ સંભવે છે. કેમકે આગમમાં તેવો સાક્ષીપાઠ છે. - × - x + x - - આત્મા જ સર્વ પ્રકૃતિ પ્રાયોગ્ય પુદ્ગલને સામાન્યથી ગ્રહણ કરીને, તેને જ અધ્યવસાય વિશેષથી પૃથક્ પૃથક્ જ્ઞાનાવરણાદિ રૂપ પણે પરિણમાવે છે. આવા પ્રકારે કર્મ સંગ્રહીત થઈને શું કેટલાંક જ આત્મ પ્રદેશોથી બદ્ધ થાય છે કે સર્વ આત્મા વડે બદ્ધ થાય છે ? સર્વ આત્મા વડે જ બદ્ધ થાય, કેટલાંક પ્રદેશો વડે નહીં. દુધ અને પાણી માફક એકમેક થાય છે } - x- x- તે ગ્રહણ કરાયા પછી કોની સાથે કેટલા કે કઈ રીતે બંધાય છે ? બધાં જ પ્રદેશો વડે આત્મા સર્વ પ્રકૃતિરૂપે પ્રકૃતિ · સ્થિતિ આદિથી બદ્ધ થાય. હવે કાળને આશ્રીને કહે છે - • સૂત્ર - ૧૩૭૬ થી ૧૩૮૦ - (૧૩૭૬, ૧૩૭૭) જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને આંતરાચ કર્મની આ સ્થિતિ બતાવેલી છે - ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ - કોડાકોડી સાગરોપમની છે, જધન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે. (૧૩૭૮) મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ કોડાકોડી સાગરોપમ છે અને જધન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009030
Book TitleAgam Satik Part 39 Uttaradhyanan Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy