SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨/૧૩૪૬ ૧૫૩ • વિવેચન- ૧૩૪૬ - એ પ્રમાણે ચક્ષ આદિ વિષયક રૂપ આદિ અને મનના ઉક્તરૂપ અર્થો રાગી મનુષ્યને દુખનો હેતુ થાય છે. ઉપલક્ષણથી હેપીને પણ દુ:ખનો હેતુ થાય છે. તેથી વિપરીત વીતરાગને થોડા પણ દુઃખ દેનારા ક્યારેય થતાં નથી. અર્થાત્ શારીરિક કે માનસિક દુઃખ દેનારા થતા નથી. કંઈ પણ કામભોગમાં વીતરાગ ન સંભવે, પછી દુઃખાભાવ કેમ કહ્યો? • સૂત્ર - ૧૩૪૭ - કામભોગો સમભાવ પણ લાવતા નથી કે વિકૃતિ પણ લાવતા નથી. જે તેના પ્રત્યે દ્વેષ અને મમત્વ રાખે છે. તે તેમાં મોહને કારણે વિકૃતિને પ્રાપ્ત થાય છે. • વિવેચન - ૧૩૪૭ - ઉક્તરૂપ કામભોગો રાગદ્વેષના અભાવરૂપ સમતાને લાવતા નથી. તેથી તેના હેતુમાં કંઈપણ રાગદ્વેષવાળા ન થવું. ભોગ - ભોગવવાપણાથી સામાન્યથી શબ્દ આદિ, વિકૃતિ- ક્રોધાદિ રૂપ. કોઈ રાગદ્વેષ રહિતને વિકૃતિ લાવતા નથી. તે વિષયમાં દ્વેષવાળા હોય કે પરિગ્રહબુદ્ધિમાન અર્થાત રાગી હોય, તો તે વિષયોમાં આવા રાગ-દ્વેષ રૂપ મોહનીયથી વિકૃતિ આવે છે. પરંતુ રાગ-દ્વેષ રહિતને સમતા જ હોય છે.- x-x આ વિકૃતિ કેવા સ્વરૂપની છે, જે રાગદ્વેષને વશ થઈ આવે છે. • સૂત્ર - ૧૩૪૮, ૧૩૪૯ • ક્રોધ, માન, માયા, લોભ, જુગુપ્સા, અરતિ, રતિ, હાસ્ય, ભય, શોક, પરષદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ તથા વિવિધ ભાવોને.. અનેક પ્રકારના વિકારોને, તેનાથી ઉત્પન્ન અન્ય પરિણામોને તે પ્રાપ્ત થાય છે. જે કામગુણોમાં આસક્ત છે અને તે કરુણાસ્પદ, દીન, લજિત અને અપ્રિય પણ હોય છે. • વિવેચન - ૧૩૪૮, ૧૩૪૯ - ક્રોધ, માન, માયા અને લોભ, જુગુપ્સા - દુગંછા, અરતિ એટલે અસ્વાચ્ય, રતિ - વિષયાસક્તિરૂપ, હાસ્ય • હોઠન વિકારરૂપ, ભય, શોક અને વેદાદિમાં શોક - પ્રિયના વિયોગથી જન્મેલ મનોઃખરૂપ, વેદ – વિષયનો અભિલાષ, વિવિધ પ્રકારના હર્ષ, વિષાદાદિ ભાવોને પ્રાપ્ત કરે છે. આના વડે રાગદ્વેષવાળા લક્ષણોથી અનેક પ્રકારના ઘણાં ભેજવાળા અનંતાનુબંધી આદિ ભેદથી અને તારતમ્ય ભેદથી ઉક્ત પ્રકારના વિકારોને શબ્દાદિમાં આસક્ત કે ઉપલક્ષણથી ઢષવાળા પામે છે. બીજું આ ક્રોધાદિ જનિત પરિતાપ અને દુર્ગતિમાં પડવું પણ થાય છે. તે કારુણ્યથી દીન થાય છે. લજિત થાય છે. ક્રોધને પામેલો આલોકમાં જ પ્રીતિ વિનાશાદિને અનુભવે છે. પરલોકમાં અતિ કટુ વિપાકને પામતો પ્રાયઃ અતિ દિનતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009030
Book TitleAgam Satik Part 39 Uttaradhyanan Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy