SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3 (૧૨૮૪) જે મનોજ્ઞ શબ્દ પ્રતિ દ્વેષ કરે છે, તે તેજ ક્ષણે પોતાના દુર્કાન્ત દ્વેષથી દુઃખી થાય છે, તેમાં શબ્દનો કોઈ અપરાધ નથી. (૧૨૮૫) જે પ્રિય શબ્દોમાં એકાંત આસક્ત થાય છે અને અપ્રિય શબ્દોમાં દ્વેષ કરે છે, તે અજ્ઞાની દુઃખની પીડાને પ્રાપ્ત થાય છે. વિરક્ત મુનિ તેમાં લેપાતા નથી. ૧૪૮ (૧૨૮૬) શબ્દની આશાનો અનુગામી અનેક રૂપ ચરાચર જીવોની હિંસા કરે છે. પોતાના પ્રયોજનને જ મુખ્ય માનનારો ક્લિષ્ટ અજ્ઞાની વિવિધ પ્રકારે તેને પરિતાપ આપે છે, પીડા પહોંચાડે છે. (૧૨૮૭) શબ્દમાં અનુરાગ અને મમત્વના કારણે શબ્દના ઉત્પાદનમાં, સંરક્ષણમાં, સંનિયોગમાં તથા વ્યય અને વિયોગમાં તેને સુખ ક્યાં છે ? તેને ઉપભોગ કાળમાં પણ તૃપ્તિ મળતી નથી. (૧૨૮૮) શબ્દમાં અતૃપ્ત તથા પરિગ્રહમાં આસક્ત અને ઉપસક્ત સંતોષને પ્રાપ્ત થતાં નથી. તે અસંતોષના દોષથી દુ:ખી અને લોભગ્રસ્ત બીજાની વસ્તુને ચોરે છે. (૧૨૮૯) શબ્દ અને પરિગ્રહમાં અતૃપ્ત, તૃષ્ણાથી પરાજિત બીજાની વસ્તુઓનું અપહરણ કરે છે. લોભના દોષથી કપટ અને જૂઠ વધે છે. કપટ અને જૂઠથી પણ તે દુઃખથી મુક્ત થતો નથી. (૧૨૯૦) જૂઠ બોલતા પહેલા, બોલ્યા પછી અને બોલતી વખતે પણ તે દુઃખી થાય છે. તેનો અંત પણ દુઃખમય છે. આ પ્રમાણે શબ્દમાં અતૃપ્ત ચોરી કરતો એવો દુ:ખી અને આશ્રય હીન થઈ જાય છે. (૧૨૯૧) આ પ્રમાણે શબ્દમાં અનુરક્તને ક્યાં ? ક્યારે ? અને કેટલું સુખ થશે ? જે ઉપભોગને માટે તે દુઃખ સહે છે, તે ઉપભોગમાં પણ કલેશ અને દુઃખ જ થાય છે. (૧૨૯૨) આ પ્રમાણે જે મનોજ્ઞ શબ્દ પ્રતિ દ્વેષ કરે છે, તે ક્રમશઃ અનેક દુઃખોની પરંપરાને પામે છે. દ્વેષયુક્ત ચિત્તથી જે કર્મોનું ઉપાર્જન કરે છે, તે જ કર્યું વિપાકના સમયમાં દુઃખનું કારણ બને છે. (૧૨૯૩) શબ્દમાં વિરક્ત મનુષ્ય શોક રહિત થાય છે તે સંસારમાં રહેવા છતાં પણ લેપાતો નથી. જેમ જળાશયમાં કમલપત્ર જળથી (૧૨૯૪ થી ૧૩૦૬) ઘ્રાણનો વિષય ગંધ છે, જે ગંધ રાગમાં કારણ છે, તેને મનોજ્ઞ કહે છે અને જે ગંધ દ્વેષમાં કારણ થાય છે, તેને અમનોજ્ઞ કહે છે. ઇત્યાદિ- ૧૩ - સૂત્રોને ચક્ષુ અને શ્રોત્રમાં કહેલાં ૧૩ - ૧૩ સૂત્રોની માફક જ કહેવા. માત્ર ચક્ષુ કે શ્રોત્રના સ્થાને ઘ્રાણ કહેવું તથા રૂપ અને શબ્દના સ્થાને 'ગંધ' કહેવી. બાકી આલાવા પૂર્વવત્. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009030
Book TitleAgam Satik Part 39 Uttaradhyanan Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy