SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૭ અધ્ય. ૩૨ ભૂમિકા હું અધ્યયન - ૩ર - “પ્રમાદ સ્થાન” છે. ચરણવિધિ' નામે એકઝીશમું અધ્યયન કહ્યું. હવે બત્રીશમું કહે છે. તેનો આ સંબંધ છે - અનંતર અધ્યયનમાં એક ભેદે ચરણ' કહ્યું. તે પ્રમાદ સ્થાનના પરિહારથી જ આસેવન કરવું શક્ય છે, તેના પરિહારથી, તેની પરિજ્ઞાપૂર્વક તેનો અર્થ અહીં આરંભીએ છીએ. એ સંબંધે આ અધ્યયન આવેલ છે. આના ચાર અનુયોગ દ્વારા ચાવતું નામનિષ્પન્ન નિક્ષેપ સુધી પૂર્વવત્ જ મનમાં અવધારી, નામ નિષ્પન્ન નિક્ષેપ કહે છે - • નિર્યુક્તિ - પર૩ થી પ૨૫ + વિવેચન - પ્રમાદનો નિક્ષેપો નામાદિ ચાર ભેદે છે. તેમાં નોઆગમથી દ્રવ્ય અપ્રમાદના ત્રણ ભેદ છે - જ્ઞશરીર, ભવ્ય શરીર, તવ્યતિરિક્ત તેમાં તવ્યતિરિક્ત દ્રવ્ય અપ્રમાદ - મધ આદિ છે. ભાવથી પ્રમાદ તે નિદ્રા, વિકથા, કષાય અને વિષય જાણવા. - x xમધ - મદ કરાવે છે તે, કાષ્ઠ પિષ્ઠ નિષ્પન્ન આદિ શબ્દથી આસવ આદિને લેવા. ભાવપ્રમાદના હેતુત્વથી દ્રવ્ય પ્રમાદ છે. ભાવને આશ્રીને નિદ્રા, વિક્યા, કષાય અને વિષય તે પ્રમાદ છે. તથા “સ્થાન” નિક્ષેપમાં પ્રસ્તાવથી સ્થાન શબ્દ નામ આદિ પ્રત્યેક સાથે જોડવો. તેમાં દ્રવ્યસ્થાનમાં - નોઆગમથી જ્ઞશરીર, ભવ્ય શરીર, તદ્ વ્યતિરિક્ત જે સચિત્તાદિ દ્રવ્યોનો આશ્રય તે દ્રવ્યસ્થાન. ક્ષેત્રસ્થાન - ભરત આદિ ક્ષેત્ર કે ઉર્ધ્વલોકાદિ, જે ક્ષેત્રમાં સ્થાનને વિચારાય છે તે. અબ્દા - કાળ, તે જે સ્થાનમાં રહે તે અદ્ધા સ્થાન અને તે પૃથ્વી આદિની ભવસ્થિતિ આદિ કે સમય, આવલિકાદિ. ઉáસ્થાન - કાયોત્સર્ગ આદિ. ઉપરણિત - વિરતિ, તે સ્થાન જ્યાં આણે વિરતિ ગ્રહણ કરી. વસતિ - ઉપાશ્રય, તે ગામ આરામ આદિ સ્થાન. સંયમ - સામાયિક આદિ, તેનું સ્થાન. તે પ્રકર્ષ-અપકર્ષવત્ અધ્યવસાય રૂપ છે. જેમાં સંયમનું અવસ્થાન છે, અને તે અસંખ્યય ભેદથી છે. તેથી કહે છે - સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિક એ ત્રણેના પ્રત્યેકના અસંખ્ય લોકાકાશપ્રદેશપરિમણ સંયમ સ્થાનો છે. સૂક્ષ્મ સંપરાય સંયમ તો આંતમહૂર્તિક છે તેથી અંતર્મુહૂર્ત સમય પરિમાણ તેના સ્થાનો છે. યથાખ્યાત સંયમ પ્રકર્ષ - અપકર્ષરહિત એકરૂપ છે, તેથી તેનું એક જ સ્થાન છે. એ પ્રમાણે સામાયિકાદિના અસંખ્યય ભેદવથી સમુદાયરૂપ સંયમસ્થાનની પણ અસંખ્વયભેદતા છે. માત્ર અહીં બૃહતર અસંખ્યય લેવું કેમકે અસંખ્યાતોના અસંખ્યાત ભેદો છે. પ્રગ્રહસ્થાન - પ્રકર્ષથી ગ્રહણ કરાય છે આનું વચન તે પ્રગ્રહ ઉપાદેય વાક્ય અધિપતિપણાંથી સ્થાપિત, તે લૌકિક અને લોકોતર સ્થાન છે. લૌકિક પાંચ ભેદે - રાજા, યુવરાજ, મહત્તર, અમાત્ય, કુમાર. લોકોત્તર પણ પાંચ ભેદે છે - આચાર્ય, ઉપાધ્યાય, પ્રવૃત્તિ, સ્થવિર, ગણાવચ્છેદક. Jain Education International www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.009030
Book TitleAgam Satik Part 39 Uttaradhyanan Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy