SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧/૧૨૨૭ થી ૧૨૪૫ ૧૩૫ પાંચમાં વ્રત વિષયક પાંચ ભાવના - શ્રોસેન્દ્રિય આદિ પાંચનો સગ છોડે. દશા શ્રુતસંઘના - ૧૦, બૃહત્ કલ્પના - ૬, વ્યવહારના- ૧૦ કુલ ૨૬ ઉદ્દેશા. તેમાં ભિક્ષ ઉપયોગવંત રહે તો સંસારમાં ભ્રમણ ન કરે. (૧૨૪૩) અણગારના ગુણો - વ્રત -૬, ઇંદ્રિય નિગ્રહ - ૫, ભાવ સત્ય - ૧, કરણ સત્ય - ૧, ક્ષમતા - ૧, વિરાણતા - ૧, મન આદિ નિરોધ - ૩, કાય - ૬, યોગ યુક્તતા - ૧, વેદના સહેવી - ૧, મારણાંતિક અધ્યાસનતા - ૧ એમ ૨૭ થાય. પ્રકલ્પ એટલે પ્રકૃષ્ટ કલા- જેમાં સાધુના વ્યવહાર છે તે. તે અહીં આચારાંગ જ શસ્ત્રપરિજ્ઞાદિ અઠ્ઠાવીશ અધ્યયન રૂપ છે. તે આ પ્રમાણે - શસ્ત્ર પરિજ્ઞા, લોક વિજય, શીતોષ્ણીય, સમ્યકત્વ, આયંતિ, ધૃવ, વિમોહા, ઉપધાનશ્રુત, મહાપરિજ્ઞા આ નવ અધ્યયનો. પિઝેષણા, શય્યા, ઇર્ષા, ભાષા, વસ્ત્ર, પાન એ છ અધ્યયનો. સાત સમૈક્ક, ભાવના, વિમુક્તિ, ઉદ્ઘાત, મનોહ્નત અને ૨૮મું આરોપણા જે નિશીથ નામે પ્રસિદ્ધ છે. એ પ્રમાણે અઠ્ઠાવીશ ભેદે આચાર પ્રકલ્પ છે અથવા સમવાયાંગમાં કહેલા અઠ્ઠાવીશ અધ્યયનો જાણવા. તે બધાને યથાવત આસેવના અને પ્રરૂપણાદિ પ્રકારથી ભિક્ષુ ઉપયોગવંત રહે. (૧૨૪૪) પાપ ઉપાદાનરૂપ શ્રુત તે પાપકૃત, તેવા પ્રકારની આસક્તિ રૂપ તે પાપમૃતપ્રસંગ. તે અષ્ટાંગ નિમિત્ત સૂત્રાદિ વિષયના ભેદથી ૨૯ છે. આઠ નિમિત્ત અંગો તે દિવ્ય, ઉત્પાત, આંતરિક્ષ, ભીમ, અંગ, સ્વર, લક્ષણ અને વ્યંજન. આ આઠે સૂત્ર, વૃત્તિ, વાર્તિકથી ત્રણ ત્રણ ભેદે છે. તેથી ચોવીશ થયા. ગાંધર્વ, નાટ્ય, વાસ્તુ, આયુર્વેદ, ધનુર્વેદ સહ ૨૯ ભેદો થાય. મોહનીય, નિમિત્તપણાથી આમાં વર્તે છે, તે મોહનીયસ્થાનો. તેના ત્રેવીશ ભેદો છે. જેમકે- (૧) પાણીની મધ્યે અવગાહીને ત્રણ અને પ્રાણોની હિંસા કરે છે. - 1 - (૩) મસ્તકને વેસ્ટન વડે વીંટીને સંકલેશપૂર્વક મારે છે. ઇત્યાદિ - - x ૩૦ સ્થાનો મોહનીય કહ્યા છે. (જે પૂર્વે દશાશ્રુતસ્કંધ આગમમાં અને આવશ્યક સૂત્રની ટીકામાં અમે નોંધેલા જ છે. માટે અહીં પુનરુક્તિ કરતા નથી. જો કે અહીં વૃત્તિકારશ્રીએ નોંધેલ છે.) જે ભિક્ષુ આ ત્રીશ મોહનીય સ્થાનોના પરિવાર દ્વારથી ઉપયોગવાળા રહે છે, તેઓ સંસારમાં પરિભ્રમણ કરતા નથી. (૧૨૪૫) સિદ્ધા - સિદ્ધિપદને પ્રાપ્ત. તેમના અતિશાયી ગુણો તે સિદ્ધાદિગુણો કહેવાય. તે સંસ્થાનાદિ નિષેધરૂપ એકત્રીશ છે. - પાંચ સંસ્થાન, પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ અને ત્રણ વેદ, અકાય, અસંગ, અરહ એ ૩૧ ગુણો સિદ્ધના થયા. - અથવા - દર્શનાવરણીય કર્મ - ૯, આયુ કર્મ - ૪, જ્ઞાનાવરણીય - ૫, અંતરાય - ૫, બાકીના બન્ને ભેદો ક્ષીણ અભિલાપથી એ રીતે પણ ૩૧ થાય. યોગ સંગ્રહ. યોગ - શુભ મન, વચન, કાય વ્યાપાર. સમ્યક્ પ્રકારે ગ્રહણ કરાય કે સ્વીકારાય તે યોગ બત્રીશ ભેદે કહેલ છે. તે આ પ્રમાણે - For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.009030
Book TitleAgam Satik Part 39 Uttaradhyanan Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy