SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3 થાય તે નિર્હારી, તેના સિવાયનું અનિર્હારી - ૪ - આ બંને પ્રકાર પાદપોપગમન વિષયક છે. - x - ૪ - ૪ - x - પાદપોપગમન કહ્યું. આહાર - અશનાદિ, તેનો છેદ કરવો. આહારનો છેદ બંને પણ - સપરિકર્મ કે અપરિકર્મમાં અથવા નિર્હારી અને અનિારીમાં સમાન જ છે. બંનેમાં આહારનો છેદ તુલ્યપણે છે. આ પાંચ સૂત્રોનો અર્થ કહ્યો. અનશન તપ જણાવીને હવે ઉણોદરતા' તપ કહે છે ૧૨૦૨ થી ૧૨૧૨ • સૂત્ર - (૧૨૦૨) સંક્ષેપમાં ઉનોદરિકા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, પર્યાયોની અપેક્ષાથી પાંચ પ્રકારે છે. (૧૨૦૩) જેનો જેટલો આહાર હોય તેમાં એક સિક્ય • એક કોળીયા આદિ રૂપે જે ઓછું ભોજન કરવું તે દ્રવ્ય ઉણોદરી છે. (૧૨૦૪) ગામ, નગર, રાજધાની, નિગમ, આકર, પલ્લી, ખંડ, કબર, દ્રોણમુખ, પત્તના, મંડપ, સંબાધ (૧૨૦૫) આશ્રમપદ, વિહાર, સંનિવેશ સમાજ, ઘોષ, લી, સેનાની છાવણી, સાથ, સંવર્ત, કોટ, (૧૨૦૬) વાડ, રથ્યા, ઘર. આ ક્ષેત્રોમાં તથા આવા પ્રકારના બીજા ક્ષેત્રોમાં નિર્ધારિત ક્ષેત્ર પ્રમાણ અનુસાર ભિક્ષાર્થે જવું તે ક્ષેત્ર ઉણોદરી છે. (૧૨૦૭) અથવા પેટા, અર્ધ પેટા, ગોમૂત્રિકા, પતંગવીથિકા, શંભૂકાવત્તાં. આયત ગત્તા પ્રત્યાગતા એ છ પ્રકારે ક્ષેત્ર ઉણોદરી છે. (૧૨૦૮) દિવસના ચાર પ્રહર હોય છે. તે ચાર પ્રહરોમાં ભિક્ષાર્નો જે નિયત કાળ હોય, તદનુસાર ભિક્ષા તે માટે જવું, તેને કાળ ઉણોદરી કહે છે. (૧૨૦૯) અથવા કંઈક ન્યૂન ત્રીજા પ્રહરમાં ભિક્ષાની એષણા કરવી. તે કાળથી ઉોદરી છે. - - (૧૨૧૦) સ્ત્રી કે પુરુષ, અલંકૃત અથવા અનલંકૃત, વિશિષ્ટ આયુ અને અમુક વર્ણના વસ્ત્ર (૧૯૧૧) અથવા અમુક વિશિષ્ટ વર્ણ અને ભાવથી યુક્ત દાતા પાસેથી જ ભિક્ષા ગ્રહણ કરવી અન્યથા ન કરવી. આવા પ્રકારની ચર્ચાવાળા મુનિને ભાવથી ઉણોદરી તપ છે. (૧૨૧૨) દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવમાં જે જે પર્યાય કથન કરેલ છે. તે બધાંથી ઉણોદરી તપ કરનાર ભિક્ષુ પર્યંતચરક હોય છે. ૦ વિવેચન - ૧૨૦૨ થી ૧૨૧૨ - અવમ્ - ન્યૂન ઉદર જેનું છે તે અવમોદર. તેનો ભાવ-અવમૌદર્ય અર્થાત્ ન્યૂન ઉદરતા. તેમાં અવમોદર કરવું તે. તે સંક્ષેપની પાંચ પ્રકારે કહેવાયેલ છે. તે પંચધાપણું કહે છે - દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી અને પર્યાયોથી. તેમાં દ્રવ્યથી ઉણોદરીને કહે છે - જેનો જેટલો આહાર હોય, તે સ્વ આહાર કરતાં કંઈક ન્યૂન તે ઉણ, તેવું ભોજન કરે. પુરુષને બત્રીસ કોળીયા આહાર હોય, સ્ત્રીઓને અઠ્ઠાવીશ કોળીયા હોય. કોળીયાનું પરિમાણ કુકડાના ઇંડા પ્રમાણ અથવા મુખમાં સહેલાઈથી પ્રવેશી શકે તેવો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009030
Book TitleAgam Satik Part 39 Uttaradhyanan Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy