SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૧ ૨૦/૩૪૭ થી ૭૪૯ મિત્ર છે અને દુવૃત્તિ સ્થિત આત્મા પોતાનો શત્રુ છે. • વિવેચન - 9૪૮, ૪૯ - આત્મા જ, બીજું કોઈ નહીં, શું કહે છે? નરકની વૈતરણી નામે નદી છે તેથી મહા અનર્થપણાથી નરક નદીવત્ છે. તેથી આત્મા જ કૂટની જેમ જંતુ યાતના હેતુત્વથી શાભલી એટલે નરકોદ્ભવ કૂટશાભલી છે. તથા આત્મા જ કામ - અભિલાષાને અર્થાત્ કામિત અર્થને પ્રાપાથી પૂરા કરે છે, કામ દુધા ગાયની જેમ. આ રૂઢિથી કહેલ છે, આ ઉપમાપણું અભિલષિત સ્વર્ગ અને અપવર્ગની પ્રાપ્તિના હેતુ પણ છે. મારો આત્મા જ નંદન નામે વન છે. આ ઉપમા ચિત્તનો પ્રહ્નાદ હેતુપણાથી છે. જો આમ છે, તો કહે છે - આત્મા જ દુઃખ કે સુખનો વિધાતા છે અને આત્મા જ આત્માનો વિક્ષેપક છે. આત્મા જ ઉપકારીપણાથી મિત્ર છે અને અપકારીપણાથી અમિત્ર છે. કેવો થઈને? દુષ્ટ પ્રવૃત્ત કે દુરાચાર વિધાતા અને સુષુપ્રસ્થિત તે સદનુષ્ઠાનના કર્તાપણાથી દુષ્પસ્થિત આત્મા જ સમસ્તદુઃખ હેતુથી વૈતરણી આદિ રૂપ અને સુપ્રસ્થિત આત્મા જ સર્વે સુખના હેતુથી કામધેનુ આદિ સમાન છે. તથા પ્રવજ્યા અવસ્થામાં જ સુપસ્થિત પણાથી પોતાના અને બીજાના યોગકરણના સમર્થપણાથી નાથત્વ છે, તેમ જાણવું. હવે બીજી રીતે અનાથત્વ કહે છે - • સૂત્ર - ૭૫૦ થી ૭૬૨ - (૭૫૦) હે રાજન ! એક બીજી પણ અનાથના છે, શાંત અને એકાગ્ર ચિત્ત થઈને મારી પાસેથી સાંભળો. એવા ઘણાં કાયરો હોય છે, જે નિર્ગસ્થ ધર્મ પામીને પણ સીદાય છે. (૭૫૧) જે મહાવતોને સ્વીકારીને પ્રસાદના કારણે તેનું સમ્યફ પાલન કરતા નથી. આત્માનો નિગ્રહ કરતાં નથી, રસોમાં આસકત છે, તે મૂળથી રાગદ્વેષ રૂપ બંધનોનો ઉચ્છેદ કરી શક્તા નથી. (૫૨) જેની જય, ભાષા, એષણા, આદાન-નિક્ષેપ અને ઉચ્ચાર, પ્રસવણના પરિષ્ઠાનમાં આયુક્તતા નથી, તે એ માર્ગનું અનુગમન કરી શક્તા નથી, કે જે માર્ગ વીરયાત છે. (૭૫૩) જે અહિંસાદિ વાતોમાં અસ્થિર છે, તપ અને નિયમોથી ભ્રષ્ટ છે. તે લાંબા કાળ સુધી મુંડરુચિ રહીને અને આત્માને કષ્ટ દઈને પણ તેઓ સંસારથી પાર પામી શક્તા નથી. (૭પ૪) જે પોલી મઢીની માફક નિસાર છે, ખોટા સિક્કા માફક અપમાણિત છે, વૈડૂર્ય માફક ચમકનારા તુચ્છ કાચમણિ છે, તેઓ જાણનારા • પરીક્ષકોની દષ્ટિમાં મૂલ્યહીન છે. (૩૫) જે કુશલલિંગ, કપિધ્વજ - રજોહરણાદિ યિહ ને ધારણ કરી જીવિકા ચલાવે છે, અસંગત હોવા છતાં પણ પોતાને સંગત કહે છે, તે લાંબાકાળ માટે વિનાશને પ્રાપ્ત થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009029
Book TitleAgam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy