SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૯ ૨૦/૨૮ થી ૦૪૭ (૩૭) મારી માતા, પુત્ર શોકના દુઃખથી ઘણી પીડિત રહેતી હતી, પણ તોયે મને દુઃખ મુક્ત ન કરાવી શકી, તે મારી અનાથતા હતી. (૩૮) મહારાજ! મારા મોટા-નાના બધા ભાઈઓ મને દુ:ખમુક્ત ન કરાવી શક્યા. તે મારી અનાથતા છે. (૭૩૯) મારી મોટી અને નાની સગી બહેનો પણ મને દુઃખ મુક્ત ન કરાવી શકી આ હતી મારી અનાથતા. (૭૪૦) મહારાજા મારામાં અનુરક્ત અને અનુલત પત્ની અશુપૂર્ણ નયને મારી છાતી ભજવતી રહેતી હતી. (૭૪૧) તે બાળા મારી જાણમાં કે અજાણમાં ક્યારેય પણ અન્ન, પાન, નાન, ગંધ, માલ્ય અને વિલેપનનો ઉપભોગ કરતી ન હતી. (૭૪ર) ક્ષણ - માબ પણ મારાથી દૂર થતી ન હતી. તો પણ તે મને દુ:ખથી મુક્ત કરાવી ન શકી. મહારાજા આ મારી અનાથતા છે. (93) ત્યારે મેં વિચાર કર્યો કે જીવને આ અનંત સંસારમાં વારંવાર અસહ્ય વેદના અનુભવવી પડે છે. (૭૪૪) આ વિપુલ વેદનાથી જો એક વાર મુક્ત થાઉં, તો હું ક્ષાંત, દાંત, નિરારંભ શણગાર વૃત્તિમાં પ્રણજિત થઈ જઈશ. (૭૪) હે નરાધિપ. આ પ્રમાણે વિચારીને હું સૂઈ ગયો. વીતતી એવી રાત્રિ સાથે મારી વેદના પણ ક્ષીણ થઈ ગઈ. (૭૪૬) ત્યાર પછી પ્રાતઃ કાળમાં નીરોગી થતાં જ હું બધુજનોને પૂછીને ક્ષાંત, દાંત, નિરારંભ થઈ આણગાર વૃત્તિમાં પ્રાજિત થઈ ગયો. (૭૪૭) ત્યાર પછી હું પોતાનો અને બીજાનો, બસ અને સ્થાવર બધાં જીવોનો નાથ થઈ ગયો. • વિવેચન - ૭૨૮ થી ૭૪૭ - વીસ સૂત્રો કહ્યા, તેમાં વિશેષાર્થ આ પ્રમાણે - હે રાજન! તું અનાથ શબ્દનો અર્થ જાણતો નથી. અભિધેય, ઉત્થાન કે મૂળ ઉત્પત્તિ જાણતો નથી. કે ક્યા અભિપ્રાયથી મેં આમ કહેલ છે પ્રકૃષ્ટ ઉત્થાનરૂપ જે રીતે અનાથ કે સનાથ કહ્યું કે તું જાણ. હું તે કહું છું. જે રીતે આ અનાથત્વને મેં પ્રરૂપિત કરેલ છે. આના વડે ઉત્થાન કહ્યું. પુરાણપુર- સ્વગુણ વડે અસાધારણપણાથી ભેદ વડે વ્યવસ્થાપિત એવી પ્રધાન નગરી હતી. જેનું કૌશાંબી નામ હતું. તે પોતે પણ પ્રયુર ધની હતા. મારી યૌવન વય હતી, તે વખતે ચક્ષુરોગ જનિત એવી અતુલ વેદના - વ્યથા મને થઈ. તેથી સર્વ અંગોમાં વિપુલ દાહ થતો હતો. શરીરના વિવર - કર્ણ આદિ. તેના અંતરમાં તે વેદના પ્રવેશી. અહીં શરીરના વિવરોનું ગ્રહણ તેના અતિ સુકુમાલપણાથી ગાઢ વેદના દર્શાવ્યા કરેલ છે. આ અક્ષિવેદના શસ્ત્રવત્ મને અબાધા પહોંચાડતી હતી. ત્રિક - કટિભાગ, અત્તરા - મધ્ય ભાગમાં મને તે પીડા થતી હતી. એ પ્રમાણે બીજી પણ ઇન્દ્ર વજ સમાન અતિદાહોત્પાદકત્વથી તે વેદના ઘોર - બીજાને પણ દેખાય તેવી ભય ઉત્પાદક અને પરમ દારુણ વેદના હતી. 38/ 1 For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.009029
Book TitleAgam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy