SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦/૦૧૪ થી ૭૨૦ ૨૦૭ યાત્રા - ક્રીડાર્થે અશ્વ વાહનિકાદિ રૂપ, નિર્યાત • નગરાદિથી નીકળ્યો. મંડિકુક્ષિ નામક ચેત્ય-ઉધાનમાં, સાધુબધાં જ શિષ્ટ કહેવાય છે, તેનો વ્યવચ્છેદ કરીને “સંયત' એમ કહ્યું. તે પણ બાહ્ય સંયમવાનું કે નિલવાદિ પણ હોય. સુસમાહિતતાથી મનના સમાધાનવાળા સુખોચિત કે શુભોચિત છો. અતિશય પ્રધાન અનન્ય સદેશ રૂપ વિષય વિસ્મય, અહો! ઇત્યાદિ વડે વિસ્મય સ્વરૂપ કહ્યું. અહીં અહો! આશ્ચર્યમાં છે. વર્ણ - સુનિધ્ધ ગોરતા આદિ. રૂપ - આકાર, સૌમ્યતા - ચંદ્રની જેમ જોનારને આનંદદાયી. અસંગતતા - નિસ્પૃહતા. પાદવંદના પછી પ્રદક્ષિણાનામક પૂજ્યોને જોતાં જ પ્રણામ કરે છે. પછી પ્રશ્ન કરે છે - તરુણ ઇત્યાદિથી પ્રશ્ન સ્વરૂપ કહેલ છે. અહીં જે કારણે તરણ છે, તેથી જ પ્રવજિતને ભોગકાળ કહે છે. અથવા તારણ્યમાં પણ રોગાદિ પીડામાં ભોગકાળ ન થાય, તેથી આ પ્રમાણે કહ્યું તે પણ કદાચિત સંયમમાં અનધત જ હોય. તેથી કહ્યું - શામણ્યમાં કૃત ઉધમ છો. જે નિમિત્તે આપ આવી અવસ્થામાં પણ પ્રવજિત થયા છો. તે હું સાંભળવા ઇચ્છું છું. પછી પણ તમે જ કહેશો, તે પણ હું સાંભળીશ. ત્યારે મુનિ બોલ્યા - • સૂત્ર - ૨૧ - મહારાજા હું અનાથ છું. મારો કોઈ નાથ નથી. મારી ઉપર અનુકંપા રાખનાર કોઈ સુદ - મિત્ર હું પામી રહ્યો નથી. • વિવેચન - ૭ર૧ : હે મહારાજા હું અનાથ - અસ્વામિક છું. એમ કેમ? કેમકે નાથ - યોગક્ષેમના વિધાતા મારે વિધમાન નથી. અણુકંપક - જે મારી અનુકંપા કરે. મારો કોઈ મિત્ર નથી. તું અનંતરોક્ત અર્થ જાણતો નથી. કોઈ અનુકંપક કે મિત્ર પણ મારી સાથે આવતો નથી, કે હું તે કોઈનો સંગત નથી. એ કારણે તારુણ્ય હોવા છતાં પ્રવજિત થયો. -૦ - એ પ્રમાણે મુનિ વડે કહેવાતા - • સૂત્ર - ૨૨, ૭૨૩ - (૭૨) તે સાંભળીને મગધારિપ રાજા શ્રેણિક જોરથી હસ્યો અને બોલ્યો, એ પ્રમાણે તમારા જેવા ઋદ્ધિમાનને કોઈ નાથ કેમ નથી? (૭૨૩) હે ભદતા હું તમારો નાથ થઈશ. હે સંયતા મિત્ર અને જ્ઞાતિજનો સાથે ભોગો ભોગવો. આ મનુષ્ય જીવન ઘણું દુર્લભ છે. • વિવેચન - ૦૨૨, ૭૨૩ - બંને સૂત્રોના અર્થો કહ્યા વિશેષ એ કે - દેખાવમાં તો વિસ્મયનીય વર્ણાદિ સંપત્તિવાળા લાગો છો. કયા પ્રકારે નાથ વિધમાન નથી. આપની આકૃતિ જોતાં તો કઈ રીતે આપને અનાથત્વ સંભવે? જો અનાથત્વ જ તમારે પ્રવજ્યાનો હેતુ હોય તો હે પૂજ્ય! હું તમારો નાથ થઉં. મારા નાથપણામાં મિત્ર, જ્ઞાતિજનો સાથે ભોગ ભોગવવા તમને સુલભ થશે. ત્યારે મુનિ બોલ્યા - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009029
Book TitleAgam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy