SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્ય. ૨૦ ભૂમિકા ૨૦૫ (૨૯) આકર્ષ - આકર્ષવું તે આકર્ષ તે અહીં સર્વવિરતિનું ગ્રહણ અને મોક્ષ છે. પુલાકાદિ ચારેને ધન્ય એકભવિક જ આકર્ષ હોય. ઉત્કૃષ્ટથી પુલાને ત્રણ, બકુશ અને બંને કુશીલોને સેંકડો, નિગ્રન્થને બે, સ્નાતકને અધન્યોત્કૃષ્ટ એક જ આકર્ષ હોય. વિવિધ ભવિક આકર્ષની અપેક્ષાથી પુલાકાદિ ચારેને જધન્યથી બે, ઉત્કૃષ્ટથી પુલાકને સાત, બકુશ અને બંને કુશીલને હજારો, નિગ્રન્થને પાંચ, સ્નાતકને નથી હોતા. * * - * - * -. (૩૦) કાળ - પુલાક જધન્ય કે ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત સુધી. બકુશ અને બંને કુશીલને જધન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વકોટિ, નિગ્રન્થને જધન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત. (૩૧) અંતર - પુલાકાદિ ચારેનું અંતર જધન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંત કાળ છે. તે કાળથી અનંત ઉત્સર્પિણી અવસર્પિણી, ક્ષેત્રથી દેશોન અપાર્ટ્ઝ પુદ્ગલ પરાયર્ન, સ્નાતકને અંતર હોતું નથી. આ એકને આશ્રીને કહ્યું, ઘણાં પુલાક નિગ્રન્થોને ધન્ય એક સમય, ઉત્કૃષ્ટથી પુલાકને સંખ્યાત વર્ષો, નિર્પ્રન્થને છ માસ. (૩૨) સમુદ્ઘાત - પુલાકને વેદના, કષાય, મારણાંતિક ત્રણ સમુદ્દાત છે. બકુશ અને કુશીલને એ ત્રણ તથા વૈક્રિય અને તેજસ સહિત પાંચ. કષાયકુશીલ ને તે જ આહારાક સહિત છ, નિગ્રન્થને એકે નહીં. સ્નાતકને એક કેવલી સમુદ્દાત છે. (૩૩) ક્ષેત્ર - પુલાકાદિ ચાર લોકના અસંખ્યય ભાગમાં હોય છે. સ્નાતક અસંખ્યેય ભાગમાં કે સર્વલોકમાં હોય છે. (૩૪) સ્પર્શના - ક્ષેત્રવત્ જાણવી. [] (૩૫) ભાવ - પુલાકાદિ ત્રણે ક્ષાયોપશમિક ભાવમાં, નિગ્રન્થ ઔપશમિક કે ક્ષાયિકમાં, સ્નાતક- ક્ષાયિક ભાવમાં હોય. (૩૬) પરિમાણ - પુલાકો પ્રતિપધમાનક ક્યારેક હોય, ક્યારેક ન હોય. જ્યારે હોય ત્યારે જધન્યથી એક, બે કે ત્રણ હોય. ઉત્કૃષ્ટથી શતપૃથકત્વ. પૂર્વપ્રતિપન્ન પણ જો હોય ત્યારે ધન્યથી તેમ જ, ઉત્કૃષ્ટથી સહસ્રપૃથકત્વ, બકુશ પણ પ્રતિપધમાનક જો હોય તો જધન્ય અને ઉત્કૃષ્ટથી પુલાકવત્ કહેવા પૂર્વપ્રતિપન્નકો જધન્યથી કોટિશત પૃથકત્વ, ઉત્કૃષ્ટ થી પણ તેમજ છે. એ પ્રમાણે પ્રતિસેવકને પણ જાણવા. કષાય કુશીલ ઉત્કૃષ્ટથી સહસ્રપૃથક્ત્વ અને પૂર્વપ્રતિપન્નજધન્ય અને ઉત્કૃષ્ટથી કોટિ સહસ્ર પૃથક્ક્સ છે. નિર્પ્રન્થો ઉત્કૃષ્ટથી ૧૬૨, પૂર્વ પ્રતિપન્ન હોય તો ઉત્કૃષ્ટથી શત પૃથકત્વ. સ્નાતકો ઉત્કૃષ્ટથી ૧૦૮, પૂર્વ પ્રતિપન્નકો કોટિ પૃથકત્વ. - x-. (૩૭) અલ્પબહુવ મહાનિર્પ્રન્થોનું દ્રવ્ય નિગ્રન્થની અપેક્ષાથી આ જ પ્રશસ્ય મુનિનું અલ્પ બહુત્વ કહેવું. તેમાં સૌથી થોડાં નિગ્રન્થો છે. તેથી પુલાક સંખ્યાતગણા, સ્નાતક, બકુશ, પ્રતિસેવક, કષાયકુશીલ અનુક્રમે સંખ્યાત-સંખ્યાત ગણો જાણવા. - ૭ - હવે નિગ્રન્થ નિરુક્તિ દ્વારથી ઉપસંહાર - • નિયુક્તિ ૪૨૯ અત્યંતર અને બાહ્ય ગ્રંથથી સાવધ ગ્રંથ મુક્ત, આ પ્રમાણેની નિયુક્તિ મહાનિર્ગુન્થ સૂત્રની જાણવી. - ૦ - હવે સૂત્રને કહે છે - Jain Education International - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009029
Book TitleAgam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy